Abtak Media Google News

આપણો દેશ નવા પ્રધાનમંડળ અને નવી સરકારની રચનાના આરે ઊભો છે. લોકસભાની ચૂંટણી અંગેના મતદાનના તબકકાઓ એક પછી એક સંપન્ન થશે, મતગણતરી થશે ને પરિણામો જાહેર થશે, નવી સંસદની રચના થઇ જશે અને નવા પ્રધાનમંડળની રચનાની કવાયત શરુ થશે એ બધું સંપન્ન થવાનો સમયગાળો હવે એકંદર ટૂંકો ગણાય તેટલો જ છે.

આ ગાળ ચૂંટણીનાં પરિણામો અને નવા પ્રધાનમંડળની તેમજ નવી સરકારની રચના અંગે તર્ક વિતર્કો  તેમજ અવનવી રાજકીય ગણતરીઓનો બની રહેશે એ નિર્વિવાદ છે.

આવી પરિસ્થિતિ વચ્ચે તમામ ભદ્રજનો અને રાજકીય ક્ષેત્રના અભ્યાસીઓ લગભગ એવું જ સૂચવશે કે આપણા દેશને અત્યારે અયોઘ્યા ઉપર શ્રી રામચંદ્રજીના ભાઇ ભરતજીએ કરેલા શાસન જેવા શાસનની તાતી જરૂર છે, જેમણે નંદી ગામમાં ભૂમિ ઉપર બેસીને અને શ્રીરામની ચરણ પાદુકાને શિરે સંસ્થાપીને ચૌદ વર્ષ સુધી અયોઘ્યાનું શાસન ચલાવ્યું હતું.

અહીં નોંધપાત્ર બાબત તો એ છે કે, ભરતજીએ શ્રીરામની ચરણપાદુકા માગી તે પહેલા શ્રીરામે ચરણપાદુકા ધારણ કરીને પગલાં માંડયા હતા. અને તેમનાં પગલે જ ભરતજીએ રાજ ચલાવવા નિશ્ર્ચય કયો હતો.

દશરથ રાજાએ અને તેમની વિદાય બાદ શ્રીરામચંદ્રજીએ તેમના કુળગુરુ વશિષ્ટ તેમજ અન્ય તપસ્વી ઋષિમુનિઓએ સંસ્થાયેલાં પગલે અયોઘ્યાનું રાજ ચલાવવાનો શિરસ્તો અપનાવ્યો હતો.

એમના યુગમાં એમ કહેવાતું હતું કે, પ્રત્યેક મનુષ્યનાં પગલાં એ એમની ઓળખ મનાતી હતી !

જો કે પગ અને પગલાં એ બેમાં કોણ વધુ મહત્વનું એ હજુ નકકી થયું નથી.

પણ કોઇ કોઇ એવું કહે છે કે પગનું પગલાં પાસે કાંઇ ચાલતું નથી પગલાં ઓળખ આપે છે, પણ નહિ !

પગ અને પગલાં વિષેના આ ચિંતન વચ્ચે કોઇ એમ પૂછી શકે કે, પગલાં મહત્વનાં હોવાનું કહેનારને કોઇ એવો સવાલ પૂછી શકે પગલાંને  રાજકારણ સાથે શું સંબંધ?

આનો જવાબ અધરો નથી… પગલાંઓ ઉપર તો ભારતનાં ભવિષ્યનો આધાર છે! એક ચિંત કે તો એવું કહ્યું છે કે, ભરતભૂમિ પર આપણા પગલાં, તો આપણી ઓખળ પગલાં…

પગલાં આપણી ઓળખ છે એમ કોણ નહિ કહે?

ગાંધીજી જે પગલાં ભર્યા તે ગાંધીજીની ઓળખ બન્યા અને ગાંધીજીએ અંગ્રેજી સલ્તનતને અને દુનિયાને ભારતની ઓળખ

આપી ! ગાંધીજીએ જે પગલાં ભર્યા તે ગાંધીજીની ઓળખ બન્યા,

કૃષ્ણના પગલાં તે કૃષ્ણની ઓળખ બન્યા રામના પગલાં તે રામની ઓળખ બન્યાં.

રાધાની ઓળખ તે રાધાનાં પગલાં, ને મીરાની ઓળખ ને મીસનાં પગલાં, ગૌમત, મહાવીર તેમના પગલાંથી ઓળખાયાં….

ચિંતકો કહે છે કે જે પગલાં છાપ મૂકે તે ચિરંજીવ  અને જે પગાલં છાપ ન મૂકે તે નિરર્થકા

રામાયણમાં ભરતજીએ શ્રીરામની ચરણપાદુકા માગી તે પહેલા તે પાદુકા સાથે શ્રીરામે પગલાં પાડયાં હતા. ભરતનો હેતુ તેમનાં પગલે ચાલવાનો હતો…

સામાન્ય રીતે પાદુકા તો પગલાં પહેરવાની ચીજ છે. ભરતે તેને શિર ઉપર રાખી છે. ચરણપાદૂકાનો નિયમ તો તેને પગમાં પહેરવાનો છે. તો જ તે આધારરુપ  બને ! પરંતુ ભરતજીએ તો તેને શિર ઉ૫ર રાખી, અને ચરણપાદુકા શિર ઉપર રાખીએ તે તો બોજ લેખાય.. પરંતુ, ભરતજીને આધાર નહોતો જોઇતો. તેમણે તો શ્રીરામનાં પગલાં જોઇતાં હતા. તેમને મન પગલાં મહત્વનાં હતા.

ભરતજીનાં પગલાં રામરાજય તરફ જવાના પગલા હતા.

નંદીગામની એક વ્યાખ્યા એવી છે કે જયાં રામનાં આગમનની રાહ જોવાય છે. તે નંદીગ્રામ જયાં રામરાજયની સ્થાપનાની ખાતરી મળે તે નંદગ્રામ !

ભરતે નંદીગ્રામમાં રહીને રામ વતી રાજય ચલાવ્યું હતું. ચૌદ વર્ષ સુધી આવું રાજય ચલાવ્યું હતું.

ચૌદ વર્ષે રામ પાછા આવશે જ એવી ખાતરી સાથે આ રાજય ચલાવ્યું હતું.

નંદીગ્રામનું શાસન ૧૪ વર્ષે રામરાજય સ્થપાઇ જશે એવી ઠોસ ખાતરી આપતું શાસન હતું. એમાં ખાતરીનો ભંગ કે વચનદ્રોહ થવાનો અવકાશ ન હોતો.

ભરતજીએ ચૌદ વર્ષ સુધી ચલાવેલા શાસનને ઉત્તમ કોટિના શાસન તરીકે વર્ણાવાયું છે અને વધાવાયું પણ છે.

રામાયણ દર્શાવે છે કે, રાવણ સામેના યુઘ્ધ વખતે રાવણના ભાઇ મેધનાદ (ઇન્દ્રજીત) એ શ્રીરામના ભાઇ લક્ષ્મણને ઘાતક તીર મારીને મૂર્છિત  કરી દીધા અને તેમને ઉગારવાના ઔષધ (સંજીવની) લેવા માટે શ્રી હનુમાન મેરુ પર્વત ઉપર ગયા ત્યારે અયોઘ્યાની આકાશી હદ ઉપરથી પસાર થતી વખતે ભરતજીએ તેમને શત્રુ સમજીને અયોઘ્યાની હવાઇ સરહદનો ભંગ કરીને જતાં રોકવા તેમના ઉપર તીર છોડયું હતું. અને તેમને નીચે ઉતરવાની ફરજ પાડી હતી. આટલું અધુરું હોય તેમ તરત પહોચવાની હનુમાનજીની વ્યથા જાણીને ઘાયલ હનુમાનને તીર ઉપર બેસાડીને બરાબર મૂર્છિત લક્ષ્મણનાં સ્થ્ાને સમયસર પહોંચાડી દેવાનું સામર્થ્ય પણ દાખવ્યું હતું.

આમ અહીં શ્રીરામ અને ભરતજી, એમ બન્નેએ ૧૪ વર્ષના વનવાસ તથા ચરણપાદુકાને અયોઘ્યાની સ્વામીની માનીને તેના આધારે કરેલા ઉત્તમોત્તમ રાજનાં પગલાંએ તેમની ઓળખ આપી હતી.

માનવ સમાજમાં માનવી તેની જીવનયાત્રા દરમ્યાન જે પગલાં લે છે તે તેમની ઓળખ બની જાય છે, અને આ ઓળખ તેને જીતાડે કે પરાજિત કરે છે એમ ચાણકયે ચિત્રગુપ્તને કહ્યું હતું.

આપણી આસપાસમાં દરરોજ સવારથી રાત સુધીમાં કેટકેટલા લોકો આપણને સામા મળે છે! તેમનામાં કેટકેટલી ભિન્નતા હોય છે! વસ્ત્રો અને વિચારોમાં કેટલા બધો ભેદા એમાંથી એકબીજાના ચહેરા મળે એવા તો ભાગ્યે જ કોઇ હોય!

તો પણ એ સ્થિત આપણા વર્તમાન સમાજમાં જાગી નથી એ માનવપ્રકૃતિનું દર્શન કરાવે છે.

આપણા રાજકીય ક્ષેત્રને પણ આ વાત લાગુ પડે છે. અત્યારે આપણા રાજકીય ક્ષેત્રે બે સ્થિતિ પ્રવર્તે છે. ને એ બન્ને બૂરી રીતે નિષ્ફળ ગઇ છે. રાજસત્તા અને ધર્મસત્તા બન્ને નિષ્ફળ ગયા છે.

હવે એકત્રીજાી સત્તા, એટલે કે ભરતના રાજતંત્ર સમી સત્તા અપનાવાય એવું સંભવત: આખા દેશને લાગે છે. એના વિના આ દેશમાં રામરાજય કદાપિ નહિ આવે ! આને તમે આગાહી કહી શકો નવી સરકારની રચના ટાણે આ વિચારવું જ પડશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.