Abtak Media Google News

પુરૂષમાં ૭૬ મી.લી. પ્રતિ કિલો તથા સ્ત્રીમાં ૬૬ મી.લી. પ્રતિ કિલો લોહી હોય છે

માનવ શરિરનો સૌથી અગત્યનો ભાગ લોહી છે.આપણું લોહી અલગ અલગ ઘટકોનું  બનેલું છે.લોહીનો પ્રવાહી ભાગ રૂધિરરસ અથવા પ્લાઝમાં કહેવાય છે. રકતમાં ૫૫ થી ૬૦ ટકા પ્લાઝમાં હોય છે. પ્લાઝમાં ૯૨ ટકા ભાગ પાણી છે.બાકી ૮ ટકામાં પ્રોટીન, સુગર, ફેટ, વિટામીન અને અન્ય પોષક તત્વો હોય છે. લોહીમાં ૪૦ થી ૪૫ ટકા કોષો હોય છે. જેમાં રકતકણો, શ્ર્વેતકણો, ત્રાકકણોનો સમાવેશ થાય છે.

Knowledge Corner Logo

શરીરમાં લોહી કેટલું હોય છે?પુરૂષમાં ૭૬ મી.લી.ને સ્ત્રીમાં ૬૬ મી.લી. પ્રતિ કિલો લોહી હોય છે.પરિવહન માટે  રૂચિ રાભિષરણતંત્રને ફકત ૫૦ મી.લી. પુરતું છે.સ્ત્રીમાં ૧૬ મી.લી. અને પુરૂષોમાં ૨૬ મી.લી. પ્રતિ કિલોએ લોહી જરૂરીયાત કરતાં વધારે હોય છે.વિજ્ઞાને સાબિત કર્યુ છે કે કોઈ પણ તંદુરસ્ત વ્યકિત પ્રતિકિલોએ ૮ મી.લી. રકતદાન કરી શકે છે.જેની માટે ૪૫ કિલોકે તેથી વધુ વજનની  જરૂરીયાત હોય છે.એટલે કે ૪૫*૮-૩૬૦મી.લી. રકતદાન કરી શકે છે.માણસને  અકસ્માત,કુદરતી આફત, ઓપરેશન પ્રસુતિસમયે થતા માતાના મૃત્યુદરને અટકાવવા, કેન્સર, થેલેસેમીયા, હિમોફિલીયા, સિકલસેલ એનીમીયા વિગેરે  દર્દીઓને લાંબુ આયુષ્ય કે જીવનદાન મળે એટલા માટે લોહિની જરૂરીયાત પડે છે.લોહીના જે તત્વની ઉણપ હોય તે લોહી ચઢાવવાથી દર્દી ઝડપીથી  સાથે થઈ જાય છે. કેટલાક રોગોમાં બીજીકોઈ દવા કામ લાગતી નથી તેમાં ફકત લોહી ચઢાવવાથી ફાયદો થાય છે.લોહી ચઢાવવાથી  કેટલીક વખત રીએકશન આવે છે. ઉપરાંત -એચ.આઈ.વી હિપેટાઈટીસ, મેલેરીયા, સિફિલિસ જેવા ચેપ લાગવાની શકયતાઓ રહેલી છે.બ્લડબેંકમાં તમામ રોગની તપાસ કરીને જે લોહી ચઢાવવામાં આવે છે.કોઈ પણ જાતની અપેક્ષા વગર રકતદાન કરે તેને સ્વૈછિક રકતદાન કહેવાય છે.કોઈ પણ સરકાર માન્ય બલ્ડબેંકમાં, તેનાં દ્વારા યોજાતા રકતદાનકેમ્પમાં, હરતી-ફરતી બ્લડ બેંકમાં, કોઈ સંસ્થા દ્વારા યોજાતા રકતદાન કેમ્પમાં જ રકતદાન કરી શકાય છે. દર ત્રણ મહિને એટલે કે વરસમાં ચાર વાર રકતદાન કરી શકાય છે. રકતદાન કરેલી જગ્યાએ જો લોહી જામી ગયું હોય તો તે જગ્યાએ બરફ લગાવવો અથવા તો હળવેથી થ્રોમ્બોફોમ મલમ લગાડવો અને છેલ્લે…ભૂખ્યા પેટે રકતદાન ન કરવું તથા જમીને તરતજ રકતદાન કરવું હિતાવહ નથી!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.