ગ્લોઈંગ સ્ક્રીન મેળવવા ‘ઓથ્રી’ ફેશ્યલ વર્લ્ડ લેવલે બેસ્ટ

ફેશ્યલથી સ્ક્રિન ટાઈટ રહે છે અને તુરંત ગ્લો મળે છે

દરેક માનુનીઓને ગોરૂ દેખાવાનો શોખ હોય છે. આ માટે ખાસ કરીને ચહેરા પર જાતજાતનાં ફેશ્યલ કરવામાં આવતા હોય છે. ગ્લોઈંગ સ્ક્રીન મેળવવા માટે ‘ઓર્થ્રી’ ફેશ્યલ વર્લ્ડ લેવલે બેસ્ટ ગણવામાં આવે છે. આ ફેશ્યલમાં સૌ પ્રથમ કિલન્ઝરથી ડેડ સ્ક્રીન રીમુવ કરવામાં આવે છે. પાંચ મિનિટ કિલન્ઝર કર્યા બાદ ટીશ્યુથી દૂર કરી સોફટ મસાજ કરવામાં આવે છે.જેનાથી રીલેકસ થવાય છે. અને નેચરલ ગ્લો આવે છે. મહિનામાં એક વખત ફેશ્યલ અવશ્ય કરાવવું જોઈએ. કારણ કે પ્રદુષણ અને ઓઈલી સ્ક્રીનથી આપણી ત્વચા ડેડ થતી હોય છે. ફેશ્યલ કરવાથી સ્કીન ટાઈટ રહે છે અને તુરંત ગ્લો મળે છે અમુક ફેશ્યલ ૩૦ વર્ષની ઉંમર પછી કરવામાં આવતા હોય છે. સેક્ધડ સ્ટેપમાં સ્ક્રબ કરવામાં આવે છે ૩ મિનિટ જેટલો સમય સ્ક્રબ કરવાથી ડેડ સ્કીન, બ્લેક હેડ્સ દૂર થાય છે. સ્ક્રબ કર્યા બાદ સ્કીનને સ્ટીમ આપવાની હોય છે.પરંતુ જો ડ્રાય સ્ક્રીન હોય તો સ્ટીમ ન આપી શકાય સ્ટીમ બાદ ચોખ્ખા પાણીથી ફેઈસ કિલન કરવાનો રહે છે. હવે મસાજ ક્રીમ લગાવવું જેથી રીલેકસ ફિલ થાય છે.

ફેશ્યલ બાદ ચહેરા પર કોઈ રીએકશન આવે તો ઘર પર જ ઈલાજ થઈ શકે છે. એટલે કે બરફ, દુધ કે કોઈ ઠંડી વસ્તુ લગાવવાથી ફાયદો થાય છે.

ફેશ્યલ કર્યા બાદ ૨૪ કલાક મોં ધોવાનું રહેતું જ નથી તેમજ ત્યારબાદ પણ માત્ર ચોખ્ખા પાણીથી જ ફેઈસ વોશ કરવાનો રહે છે. ફેશ્યલનું રીઝલ્ટ લગભગ ૩ કે ૪ દિવસ પછી જોવા મળતું હોય છે. પાર્લર ઉપરાંત મહિલાઓ ઘરે પણ પેક બનાવી ફેશ્યલ કરી શકે છે.

એટલે કે ટમેટું, હની, ચણાનો લોટ, બાજરાનો લોટ, મલાઈ, ગાયનું ઘી વગેરેનું ઘરે જ પેક બનાવી નેચરલ ફેશ્યલ તૈયાર કરી શકાય છે.

Loading...