Abtak Media Google News

સંતો-મહંતોના હસ્તે દરેક ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ તેમજ ભેટ પુજા અપાશે: નામાંકિત લોકગાયિકા પુનમ ગોંડલીયા અને ગાયક વિશાલ વરૂ

ઓરકેસ્ટ્રા સાથે માતાજીની આરાધના કરાવશે: પ્રથમ ગરીબ મંડળને રૂ.૧૧,૧૧૧, દ્વિતીય ગરબી મંડળને રૂ ૭,૭૭૭ અને તૃતિય ગરબી મંડળને રૂ૫,૫૫૫નું પુરસ્કાર અપાશે

આપાગીગાના ઓટલાની સેવાના સુવાસથી સમગ્ર ભારત સહીત દેશ વિદેશના અનેરી ખ્યાતિ પ્રાપ્ત કરનાર ૧૮ કોમ (વરણ)તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રઘ્ધાનું કેન્દ્ર આપાગીગાનો ઓટલો દ્વારા માં દુર્ગાના નોરતાના પ્રસંગે દિવ્યાતિદિવ્ય ભવ્યાતિ ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતાથી આસો સુદ-૧૦ તા. ૮-૧૦ મંગળવાર દશેરા સુધી દરરોજ બ્રહ્મદેવો દ્વારા સવારથી બપોરે સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યા ચાલુ હોય છે. આ ધાર્મિક મહોત્સવની ઉજવણી તા. ૮-૧૦ મંગળવારથી સવારે ૯ વાગ્યાથી કરવામાં આવશે. જેનું બિડુ હોમવાનો સમય તા. ૮-૧૦ મંગળવાર બપોરના ૪.૧૫  કલાકનો રાખવામાં આવેલ છે. દશેરાના દિવસે સવારે ૧૦ કલાકેમાં ભગવતીના અન્નકોટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.  ત્યારબાદ અન્નકોટ પ્રસાદનું ઉ૫સ્થિત દરેક માં ભગવતીના સ્વરુપ દિકરીઓનેતેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે દરેક ગરબી મંડળના સંચાલકોને દરેક ગરબી મંડળની બાળાઓને દરેક ધર્મપ્રેમી માતાઓ બહેનો, ભાઇઓ, યુવાનો બાળકોને તેમજ દરેક કાર્યકતા ભાઇઓ-બહેનોને પણ પધારવા માટે અનુરોધ કરાયો છે.

જગત જનની અખિલ બ્રહ્માંડની અધિશ્ર્વરી માતાના નવલા નોરતાની ઉજવણીમાં સમગ્ર ધર્મપ્રેમી જનતા ભકિતમય બની ચુકી છે. ત્યારે આપાગીગાના ઓટલ પણ નવરાત સુધી સતત ધાર્મીક આયોજનનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ તમામ ધર્મ મહોત્સવનો રોજે રોજ લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી જનતા ઉ૫સ્થિત રહી લાભ લઇ રહેલ છે ત્યારે આપાગીગાના ઓટલો ના મહંત નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુએ આગામી દશેરાના દિવસે યોજાનારા ખાસ વિવિધ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ તેમજ પ્રસાદી સ્વરુપે રોકડ (ભેટપૂજા) આપવાના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. આ સમગ્ર મહોત્સવ દરમિયાન રોજે રોજ ઉ૫સ્થિત તમામ ભાવિકજનો માટે વિશેષ મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. આ નવરાત્રી નિમીતે ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર જીલ્લો તેમજ તેમજ સૌરાષ્ટ્રની દરેક ગરબી મંડળની બાળાઓ તેમજ કાર્યકર્તાઓને વિશેષ મહાપ્રસાદની ખાનસ વ્યવસ્થા કરવામાં આવી છે. આપાગીગાના ઓટલે આયોજીત આ દિવ્ય મહોત્સવમાં દરેક ગરબી મંડળની બાળાઓને તા. ૮-૧૦ મંગળવાર (દશેરા) ના દિવસે સવારે નવ કલાકે નરેન્દ્રબાપુ, આપાગીગાના ઓટલો, ચોટીલા તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પધારેલા અન્ય સંતો મહંતોના હસ્તે લાહણી વિતરણ તેમજ રોકડ (ભેટ પુજા) પ્રસાદી સ્વરુપે આપવામાં આવશે.

દશેરા નિમીતે આયોજન આ મહાયજ્ઞ અને સમગ્ર કાર્યક્રમની શરુઆત તા. ૮-૧૦ મંગળવાર સવારે ૯ કલાકથે જઇ જશે. તો તમામ ભાવિકો ભકતોએ સવારે ૯ કલાકે સમયસર આપાગીગાના ઓટલે પહોંચી ને ધર્મમહોત્સવનો લાભ લેવા તથા બપોરેના આ નિમિતે વિશેષ અન્નકોટ પ્રસાદ તેમજ ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ નવરાત્રી મહોત્સવમાં તા. ૮-૧૦ મંગળવાર (દશેરા) ના આયોજન નીમીતે માતાજીની આરાધના કરવામાં આવશે. આ આયોજનમાં ભાગ લેનાર ગરબી મંડળમાંથી પ્રથમ ગરીબીને રૂ ૧૧૧૧૧/-, દ્વીતીય ને રૂ ૭૭૭૭/- અને તૃતીયા ક્રમાંકને રૂ૫૫૫૫/- પુરસ્કાર ઇનામ આપવામા આવશે. પરંતુ આ ઇનામ મેળવવા માટે તમામ ગરબી મંડળને પોતાનું રજીસ્ટ્રેશન સવારે ૧૦.૩૦ પહેલા કરાવી લેવાનું રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવનારા દરેક દિકરીઓને લ્હાણી તેમજ રોકડ ભુટ પુજા આપવામાં આવશે.

આ મહોત્સવમાં તા. ૮-૧૦ મંગળવાર (દશેરા) નીમીતે સવારે ૯ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી ગુજરાતના નામાંકિત લોક ગાયિકા પુનમ ગોંડલીયા અને લોક ગાયક વિશાલ વરુ ઓરકેસ્ટ્રા સાથે માતાજીની આરાધના કરાવશે.

દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલય મહોત્સવના મહાયજ્ઞ બાદ બીડુ હોમવાનો તેમજ પુર્ણાહુતિનું આયોજન તા. ૮-૧૦ મંગળવાર સાંજે ૪.૧૫ કલાકે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક જગ્યાઓના સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.