Abtak Media Google News

બ્રહ્માંડના રહસ્યો જાણવા તરફ નાસાને મોટી સફળતા

૩૩ કરોડ કિમી દુર આવેલા બેનુની સપાટી પરથી માટી, ધૂળ અને ખડકોના સેમ્પલ એકત્ર કરાયા

ઓસિરિસ રેકસ યાન સૂક્ષ્મ ગ્રહથી ૨૫૦૦ ફુટની ઉંચાઈએ રહી નમૂનાની ચકાસણી કરી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ પૃથ્વી પર પરત ફરશે

બહ્માંડમાં ઘણાં રહસ્યો હજુ વણઉકેલ્યાં છે. પુથ્વીની ઉત્પતિ,આકાશગંગા, બ્લેક જેવા મુહારવો પર સંશોધન કરવા વૈજ્ઞાનિકો પણ સદૈવ જીજ્ઞાશુ રહેતા હોય છે. ત્યારે આ તરફ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાને મોટી સફળતા હાથ લાગી છે. જેના થકી બહ્માંડના રોચક તથ્યો જાણવામાં મોટી મદદ મળશે.

નાસાના ઓસિરિસ રેકસ નામના અવકાશ યાને ૩૩ કરોડ કિમી દુર આવેલા સૂક્ષ્મ ગ્રહ ‘બેનુ’ની સપાટી પર પહોંચી ઇતિહાસ રચ્યો છે. આ અવકાશયાન બેનુ ગ્રહની સપાટી પરથી માટી, ધુળ અને ખડકોના સેમ્પલ એકત્ર કરી સૂક્ષ્મગ્રહથી ૨૫૦૦ ફ્રુટની ઉંચાઇએ અનેક દિવસો વિતાવશે અને નમૂનાની ગુણવતો અને પ્રમાણની ચકાસણી કરી વર્ષ ૨૦૨૩ની ર૪મી સપ્ટેબરે પુથ્વી પર પરત ફરશે.

નેશનલ એરોનોટિકલ એન સ્પેશ એડમિનિસ્ટેશન નાસાના આ સ્પેશફાકટે અંતરીક્ષની ઔતિહાસિક મુલાકાત કરી છે. મોટી મોટી બિલ્ડીગોની સમાન ચટ્ટાનોની વચ્ચે ઓસિરિરત રેકસ યાન બેનુની સપાટી પર ઉતર્યુ હતુ. આમ કરનાર વિશ્વનો પ્રથમ દેશ જાપાન હતો ત્યાર બાદ બીજો નંબર અમેરિકાએ મેળવ્યો છે.

યાન દ્વારા નમૂના મેળવવાના સાડાચાર કલાકના પ્રયાસમાં અલગ અલગ પદ્ધતિઓ અજમાવાઇ હતી. જેમાં ત્રણ તબકકાનો સમાવેશ છે. પ્રથમ તબકકામાં લગભગ બે વર્ષ માટે યાન ભ્રમણકથામાં રહ્યું હતું. ત્યારબાદ સુક્ષ્મગ્રૃહ પર ઉતરી બેનુની સપાટીને સ્પર્શ કરી હતી. એ પછી ખૂબ જ પ્રેશરાઇઝેડ નાઇટ્રોજન છોડવામાં આવતા સપાટી પર રહેલી ધુળ, રજકણ સહિતની વસ્તુઓ ઉપર ઉઠી હતી. જેને નમૂના રૂપે યાને એકત્રિત કર્યા હતા પરંતુ આ નમૂના માટે આપણે ૨૦૨૩ સુધી રાહ જોવી પડશે. કારણ કે આ યાન સપ્ટેમ્બર, ૨૦૨૩માં પુથ્વી પર પરત ફરશે.

યુનિવસીટી ઓફ એરિજોનાની લીડ સાયન્ટિસ ડાન્ટે લોરેટાએ આ સફળતાની ખુશી વ્યકત કરતા કહ્યુ કે મને વિશ્ર્વાસ નથી થઇ રહ્યો કે, અમારું મિશન સફળ રીતે પાર પડી ચૂકયું છે.

ઓસિરિસ રેકસે બેનુંની સપાટીને સ્૫ર્શી ત્યાં અમારી ટીમ ખુશીથી ઉછળી પડી હતી. તેમણે જણાવ્યું કે, પુથ્વી પર જીવનની શરૂઆત કઇ રીતે થઇ? તેના રહસ્યો અંગે પણ આ નમૂનાથી જાણ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ખગોળશાસ્ત્રીઓનું માનવું છે કે, આ સુક્ષ્મ ગ્રૃહ બેનુની ઉત્પતિ પુથ્વીના એસ્ટ્રોઇઝ સાથે ટકરાવાથી જ થઇ  હતી. આ કળી અંગે રોચક તથ્થો જાણવા મળશે.

ઉલ્લેખનીય છે કે નેશનલ એરોનોટિકલ એન સ્પેશ એડમિનિસ્ટેશન નાસાના આ સ્પેશફાકટે અંતરીક્ષની ઔતિહાસિક મુલાકાત કરી છે. મોટી મોટી બિલ્ડીગોની સમાન ચટ્ટાનોની વચ્ચે ઓસિરિરત રેકસ યાન બેનુની સપાટી પર ઉતર્યુ હતુ.

બહ્માંડમાં ઘણાં રહસ્યો હજુ વણઉકેલ્યાં છે. પુથ્વીની ઉત્પતિ,આકાશગંગા, બ્લેક જેવા મુહારવો પર સંશોધન કરવા વૈજ્ઞાનિકો પણ સદૈવ જીજ્ઞાશુ રહેતા હોય છે. ત્યારે આ તરફ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાને મોટી સફળતા હાથ લાગી છે. જેના થકી બહ્માંડના રોચક તથ્યો જાણવામાં મોટી મદદ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.