Abtak Media Google News

છેલ્લા ૩૨ વર્ષથી દિન-રાત ધમધમતું એકમાત્ર ઓશો ધ્યાન મંદિર

વસંત પંચમી ઉત્સવ, વેલેન્ટાઈન દિવસ, ધ્યાનભકિત, શિવતાંડવ ધ્યાન ઉત્સવ સહિતના આયોજનો

ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયના ઉત્સવો, વિશ્ર્વ દિવસ વગેરે. રાજકોટમાં રાત અને દિવસ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્ર્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા ૩૩ વર્ષથી અવાર નવાર ઉત્સવ ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરી રહ્યા છે.

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર દરરોજ સવારે નિયમિત ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૬:૩૦ થી ૮:૧૫ સંઘ્યા ધ્યાન છેલ્લા ૩૨ વર્ષોથી એક પણ દિવસ ચુકયા વગર સામુહિક ધ્યાન કરવામાં આવે છે.

ધ્યાન, ઓશો સાહિત્ય તથા સન્યાશ માટે છેલ્લા ૩૨ વર્ષથી ખુલ્લુ રહેતું વિશ્ર્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પરથી સાહિત્ય પ્રદર્શન પરથી ઓશોના હિન્દી, અંગ્રેજી તથા ગુજરાતીમાં પુસ્તકો, હિન્દી તથા અંગ્રેજી પ્રવચનોની, ધ્યાનની, સંગીત, કિર્તનની, ઓડીયો-વિડીયો સીડી, ડીવીડી, તથા પેન ડ્રાઈવ, નાનાથી મોટા લેમીનેટેડ ઓશોના ફોટોગ્રાફ, વિવિધ પ્રકારની ઓશોના લોકેટવાળી ૫૫ વેરાયટીમાં માળા, બધા જ ધ્યાન, કંપલીટ ઓશોના કિર્તનો, સંગીતની હાર્ડ ડીસ પણ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ઉપલબ્ધ છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર રહેવા જમવાની વ્યવસ્થા, પુસ્તક લાયબ્રેરીની વ્યવસ્થા, પિરામીડની વ્યવસ્થા સામુહિક ધ્યાન સિવાયના સમયમાં ૨૧ દિવસ, ૯૦ દિવસ સ્પે, ધ્યાન કરવાની વ્યવસ્થા, દરેકમાં અગાઉથી નોંધણી ફરજીયાત છે.

આગામી કાર્યક્રમોમાં પુનમની શિબિરોનું આયોજન સ્વિત્ઝરલેન્ડના સ્વામિ પ્રેમ મૂર્તિ કરવાના છે તથા ગુ‚ નાનક જયંતિ, ચેટી ચાંદ તથા ગુરુ ગોવિંદસિંહ જયંતિ નિમિતે યોજાય રહેલી શિબિરનું આયોજન ઓશો સન્યાસી હિનામાં તથા સ્વામિ દિલીપભાઈ ચંદવાણીએ કરેલ છે. શિબિરોનું ઉત્સવોનું તથા વિશેષ કાર્યક્રમનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરવાના છે. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર (ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ) ઓશો સન્યાસી તથા પ્રેમીઓ દ્વારા શિબિરો, ઉત્સવો, વિશેષ કાર્યક્રમો યોજી શકે છે.

જેના માટે અગાઉ જાણ કરવાની રહેશે. ૨૦૧૯નાં આગામી કાર્યક્રમ તથા શિબિરમાં ૧૦/૨/૨૦૧૯ રવિવારે વસંત પંચમી ઉત્સવ, ૧૪/૨/૨૦૧૯ ગુરુવારે વેલેન્ટાઈન ઉત્સવ દિવસ, ૧૯/૨/૨૦૧૯ મંગળવારે પુનમ (છત્રપતિ શિવાજી રવિદાસ જયંતી) ઓશો ધ્યાન ઉત્સવ ધ્યાન ભકિત, ભોજનનો ત્રિવેણી સંગમ, ૪/૩/૨૦૧૯ સોમવારે મહાશિવરાત્રી, શીવ તાંડવ ધ્યાન ઉત્સવ, ૮/૩/૨૦૧૯ શુક્રવારે વિશ્ર્વ મહિલા દિવસ, ઓશો સન્યાસીની તથા મહિલાઓનું સન્માન, વિશેષ ઉત્સવ તથા ૨૦/૩/૨૦૧૯ બુધવાર પુનમ (હોળી) ઓશો ધ્યાન શિબિર સન્યાસ ઉત્સવ ઉજવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.