Abtak Media Google News

સ્વામી સત્યપ્રકાશજી અને જીતુસર સાથે ‘અબતક ચાય પે ચર્ચા’

ઓશોએ પોતાનું માઇન્ડ ઓપન રાખી લોકોને સાચુ જ્ઞાન આપ્યું હોવાનું અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન સ્વામી સત્યપ્રકાશજી અને જીતેસરે કહ્યું હતું.

અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત આદ્યાભકિત વિશે વિશેષ વાતચીત જીતેસરે જણાવ્યું કે પહેલાથી એવી માન્યતાઓ હતી કે સ્વામી હંમેશા મોટી જટા અને માળામાં જ હોય, પરંતુ ઓશો સમયથી સાથે વર્ષ પહેલા છે. સાથો સાથ જણાવ્યું કે દરેક સદગુરુ તેના સમયથી પહેલા હોય જ છે.

ઓશોએ દરેક લેવલે કોન્સીયસનેસ વાળા લોકો સાથે કામ કર્યુ માનવ જાત અને તેની સાયકોલોજી અને આજના ટાઇમમાં જયારે આટલી બધી ઇન્ફોરમેશન ટેકનોલોજી અવેલેબલ છે. તેના ઉપયોગ કરી અને જે લોકો લોજીકલ છે એના માટે એક નવો ધર્મ આપ્યે અને જે લોકો સ્પીરીરયુઅલમાં માનતા હોય તેમને પણ ઓશો દ્વારા ફરી રિવાઇવ થયો સાથો સાથ ઓશોએ જે કામ કર્યુ રીચ્યુઅલ એ સંપ્રદાય છે. એમાં કોઇ અવેરનેશ છે જ નહીં અને આત્મ તો દરેકમાં હોય છે. પણ તે ડેવલોપ કરવો પડે આત્મા દરેકમાં સુસુપ્ત અવસ્થામાં હોય છે. અને તેને ડેવલોપ કરવો પડે.

સત્યપ્રકાશજી સાથે ઓશોના રાજકોટ સાથેના સંભારણા વિશે વાત કરતા જણાવ્યું કે, ઓછો શરુઆતમાં રાજકોટમાં ૧૯૬૭ માં આવેલ.

તેમણે રાજકોટમાં ૩૩ પ્રવચનો આપેલા ૧૯૬૭ માં ઓશો  જયારે રાજકોટ આવ્યા ત્યારે સત્યપ્રકાશજી કોલેજમાં હતા. ત્યારે કોલેજમાંથી તેમને ઓશો રજનીશને સાંભળવા માટે લઇ ગયા. સત્યપ્રકાશજી તેમની કોલેજ સામે લાલબહાદુર શાસ્ત્રી વિઘાલય ખાતે પ્રવચનમાં ગયા જયાં ઓશો હતા ત્યાં પાછળ કૃષ્ણ ભગવાનનો ફોટો રાખેલ હતો. તે ફોટો ઓશોએ ઉતારવા માટે કહ્યું ત્યાંથી ફોટો કાઢી લીધો.Chai Pe Charcha

Chai pe Charchaત્યારબાદ તેમણે પ્રવચન આપ્યું પ્રવચન બાદ સત્પપ્રકાશજી ઓશોને મળવા માટે ગયા પરંતુ આયોજકોએ તેમને મળવા ન દીધા. ઓશો સવારે ૧૦ વાગ્યાની ફલાઇટ જવાના છે. તે સાંભળી સત્યપ્રકાશજી સાઇકલ લઇને એરપોર્ટ પહોચ્યા જયાં ઓશો બેઠા હતા ત્યાં જઇને બાજુમાં ઊભા રહ્યા એમને આભાષ થયો કે બાજુમાં કોઇ આવ્યું એટલે સત્યપ્રકાશજીસામે જોયું ત્યારે ઓશોએ ‘પ્રેમ હી પરમાત્મા હૈ’ લખી સહી કરી અને સત્યપ્રકાશજીની  આંખમાં જોયું.

ત્યારબાદ સત્યપ્રકાશજીને ઓશોને પગે લાગવાનું મન થયું. અને જયારે સત્યપ્રકાશજી ઓશોને નમવા લગયા ત્યાં તુરંત જ ઓશો ઉભા થઇ ગયા. બંને ખભા પકડીને ભેટી પડયા. ત્યારથી આજ સુધી સત્યપ્રકાશજી ઓશોમય થઇ ગયા. જીતુસર સાથે ઓશોમાં કંઇ વસ્તુ દેખાઇ તે અંગે વાત કરતા જાણવા મળ્યું કે ઓશોને તેવો પ્રથમ વાર મળ્યાં ૧૯૬૮ માં બોમ્બેમાં અને જીતુસર ત્યારે પાર્ટટાઇમ જોબ કરતાં હતા.

ભણવાની સાથે એમના જ શેઠ હતા. ઓશો તેમના ઘરે જ ઉતરતા એટલે ત્યારેના સમયે સ્ટેજ ડેકોરેશન ફુલો લાવવાના તેવા કાર જીતુસરને તેમના સાથીદારો કરતા હતા. અને ઓશો આવે એટલે સ્ટેજ પર જ બેસી જતાં પરંતુ ઓશો જયારે બેઠા હોય પાછળથી બુઘ્ધની મૂર્તિ જેવા લાગે આગળ એમના હાથ હલે પરંતુ બોડી તો બુઘ્ધ જેવું જ રહે.

ઓશોએ બધા ધર્મનો અભ્યાસ કર્યો છે. પોતાનું માઇન્ડ એમણે ઘણું ઓપન કર્યુ હશે અને લોકોને હંમેશા સાચી વસ્તુ પીરસે છે. આ અંગે પોતાનો વિચાર વ્યકત કરતા જીતુસરે જણાવ્યું કે ઓશોનું તો એવું છે કે હાથ લગાડે તે સોનું થઇ જાય. અને માત્ર ઇન્ડીયન માયસ્ટીક નહિ. પરંતુ ઓલ ઓવર વર્લ્ડના જેટલા માઇસ્ટ્રીક થઇ ગયા. બધા વિશે તે બોલ્યા, કોઇ કે જયારે પુછયું કે તમે બધી વ્યકિત વિશે કેમ બોલો છો? તો તે સમયે ઓશોએ જણાવ્યું કે તમારે જેનાથી મુકત થવું હોય તેને જાણી લેવું જરુરી છે તો જ તમે તેનાથી મુકતી મેળવી શકશો. લા.સ, પાયયાગોરસ બધા વિશે બોલ્યા છે.

ધર્મના જે ઠેકેદારો હતો તેઓનું માનવું હતું કે તેમનું હિત કયાંકને કયાંક ઘવાય છે તો આ વિશે જીતુસરે જણાવ્યું કે બધા લોકો વિરોધ કરે ત્યારે સમજવાનું કે જે જાણ છે તે સાચો છુ. ખાસ તો એમના આશ્રમમાં અલગ અલગ ૩પ ગ્રુપ હતા. ઓશોમાં એક ચુંબકીય તત્વ હતું. તે તે તત્વ શું હતું. તેના વિશે જીતુ સરે જણાવ્યું હતું કે કોઇપણ માણસ એલાઇટન થઇ જાય તો તેના ખુબ જ એનર્જી હોય છે. અને એ એનર્જી મેગ્નેટીક બની જાય.

લોકો તેમના તરફ ખેંચાઇને આવે છે સાસો ‘ધ ફિફય વે’બુક વિશે વાત કરતાં જીતુસરે જણાવ્યું કે જુના ત્રણ એશીયન્ટ માર્ગ હતા. એક માર્ગ ફકીરનો, એક મોન્કનો હતો અને યોગીનો હતો. તેમા ઘરબાર છોડીને જંગલમાં જવું પડતું પહેલા  એવું હતું કે જે માણસે સાધના કરવી હોય  તેને ઘરબાર છોડીને જવું જ પડતું હતું. ગુરુજી એક પહેલી વ્યકિત હતી જેને ચોથો માર્ગ શોઘ્યો.

એણે કીધું કે ઘરબાર છોડવાની જરુર નથી. ઘરબાર છોડયા વગર જ થઇ શકે. અને સંસાર છે તે તો રો મટિરીયલ છે. અને એનો ઉપયોગ કરીને જ માણસ એલાઇટન થઇ શકે જીતુસરે જણાવ્યું કે ચોથા માર્ગમાં શું છે? તેના વિશે જીતુસરે જણાવ્યું કે ગુરુજી એક એવી વ્યકિત હતો કે જેને ઘણી બધુ સાયન્ટીફીક, લોજીકલી, નેશનલ ઉપરાંત તેનું ઓડિયન્સ પણ યુરોપીયન કન્ટ્રી હતું

ઉપરાંત ઓશોએ કીધેલ છે કે યુરોપીયન ક્ધટ્રીમાં પ્રોગ્રેસ થયો. ગુરુજીની સીસ્ટમને લઇને થયો. આજે જેટલા એમ.બી.એ. નો સિલેબર્સ છે. એ બધા ગુરુજી બેઇઝ જ છે. ગુરુજીએ કોઇના રેફરન્સ લીધેલ ન હતા. ઓશોએ તમામ રેફરન્સ લીધેલા. એટલે આ બધી બાબતને ઇન્કલુડ કરીને જીતુસરે નામ આવ્યું ફીફય વે ખાસ તો ઓશોની જેટલી વાત કરવામાં આવે તે ઓછી છે. ઓશોએ વાસ્તવિકતાની વાત કરી છે કે ઇચ્છાઓ કામનાઓનો દંભ ન કરો. અને લોકોએ તેનું ઇન્ટરપ્રીટ ખોટું કર્યુ.

આમ લોકોમાં વિરોધ ઉભા થવા લાગ્યા ખરેખર ઓશોની ફીલોસોફી શું હતી તે જણાવતા જીતીસરે જણાવ્યું કે ઓશોની ફિલોસોફી એ છે એમનું કહેવું એવું છે કે વાસના ભોગવ્યા વગર મરે નહી. અને ભોગવવા માટે પણ એમને એમ ભોગવ્યા કરે તો પણ ન મરે. અને જયાં સુધી મેન્ટલી અને સાયકોલોજીકલી ફ્રી ના થાવ ત્યાં સુધી ઘ્યાનમાં જવું ઘણું મુશ્કેલ છે. કારણ કે જે ઇમોશન હોય તે કોન્સ્ટન્ટ હેરાન કરે છે.

એનાથી મુકત થવા માટે કન્ડીશન અપ્લાય કરવું જોઇએ. એટલે એમણે નવું સાયન્સ આપ્યું કે અવેરનેશના સાથે કાંઇપણ વાસનામાં ઉતરો તો ગભરાવ નહી કારણ કે બીજો કોઇ રસ્તો જ  નથી. વાસના ભોગવ્યા વગર વાસના મળશે નહિ અને એના લીધે લોકો ડરી ગયા. લોકો ત્યારબાદ એવો જ પ્રચાર કરવા માંડયા કે આ તો વાસનાને લઇને આગળ વધવાનું કહે છે.

કરપ્શન અંગે વાત કરતા અને ગરીબીની વાત કરતાં જીતુસરે જણાવ્યું કે તેમનું પોતાનું ઓશો સાથેનું એટ્રેકશન ત્યારે જ થયું જયારે તેઓ લેકચર સાંભળતા હતા અને ઓશો ગાંધીજી પર લેકચરે આપતા હતા. એટલે ત્યારે તેમણે કહ્યું કે ગરીબી એક રોગ છે.

અને ત્યારે બેઠા બેઠા સાંભળતા હતો. તેમની ફીલોસોફી ટોટલી સાચી હતી. ખાસ તો એવું લોકો માનતા હતા કે ગરીબ છે તો તે ઘ્યાનમાં જઇ શકે નહિ. ઉપરાંત તેઓ આશ્રમ જતા ત્યારે ઓશો કહેતા કે તમે વારે ઘડીયે કેમ આવો છો. તમને ઘ્યાન શિખવ્યું તો ઘ્યાન કરો. કારણ કે તમારે હજી પૈસા કમાવવાના બાકી છે.

જયાં સુધી હાથમાં પૈસા નહી આવે ત્યાં સુધી તમે મુકત નહી થઇ શકો. ઉપરાંત દાન અંગેની વાત કરતા જીતુસરે જણાવ્યું કે દાન આપીને મુકિત મેળવી એ વાત સાવ ખોટી છે. આમા ઓશોએ એક ખુબ જ મહત્વનો પોઇન્ટ કીધો છે કે દાન ગરીબોને આપો.

આ એક પૈસાદારની ચાલ છે કે ગરીબ લોકો વિરોધ ના કરે ગરીબ લોકોને ગરીબ રાખવાનો આ રસ્તો છે. બીજું એક એ કે ગરીબોને જેટલું આપવામાં આવશકે તેટલી તે લોકો મહેનત ઓછી કરશે. એટલા માટે ઓશો કહે છે કે ગરીબ ભુખે મરશે તો જ કામ કરશે અને તેની પ્રગતિ પણ ત્યારે જ થશે.

એમનો વિચાર કોઇને ધર્મ કરતાં રોકવાનો ન હતો. ઓશો અંગે મુડીવાદની વાત કરતાં જીતુસરે જણાવ્યું કે ઓશોની  ફિલોશોફી એવી હતી કે કોમ્યુનીઝમ છેે તે બેઝ માટે ઠીક છે પછી સમાજવાદ એ થોડું બેટર છે અને સર્વશ્રેષ્ઠ મુડીવાદ છે મુડીવાદથી સંપતિ ઉત્પન્ન થાય. અને મેડીયેક્રેઝી આવશે તેનાથી વધુ વ્યવસ્થીત થશે. ઇન્ડીયાને તો અત્યારે બધુ છોડી રિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરી જાતે પણ મળે એટલે પેલા પૈસા બનાવવા જોઇએ કારણ કે લોકો પાસે પૈસા હશે તો તે બીજાને આપશે.

રિલીજીયનમા હાલની રીચ્યુઆલીટી વિશે વાત કરતા જીતુ સરે જણાવ્યું કે રીચ્યુઆલીટી એક સમયે લાઈવ હતી. પણ હવે તે ડેડ થઈ ગઈ કારણ કે તેમાંથી અવેરનેશ નીકળી ગઈ છે. એ બધુ મીકેનીકલ થઈ ગયું જયારે લાઈવ હતુ ત્યારે વસ્તુ અલગ હતી.

આજના લોકો યોગ મેડિટેશન વિશે હેલ્થ પુરતુ વિચારતા થયા છે. તેના વિશે જણાવતા જીતુ સરે કહ્યું કે ઓશોનાં જેટલા મેડિટેશન છે. તેમાં બધી વસ્તુ ભેગી કરી નાખી છે. દરેક મેડિટેશન એક કલાકનું હોય તેમાં પેલા ૪૫ મીનીટ હોય તે કેવોટીક બ્રીથીંગ હોય, યાતો ડાન્સ હોય વાયબ્રેશન હોય તો ૪૫ મીનીટ માણસને થકાવી દે પછી અંતની જે ૧૦ મીનીટ હોય તો આ દાથી પંદર મીનીટમાં ૧૦ થી ૧૫ સેકન્ડ માટે જ માણસ રિયલ થોટલેશ થઈ જવાય આમ તમામ મેડીકલની પેલી ૪૫ મીનીટમાં કેરોટીક મેટર હોય છે.

જેનાથી માણસ થાકી જાય ત્યારબાદ સાચુ ધ્યાન થાય છે ખાસ તો પહેલા જે પાંચ કે દશ મીનીટ થોટલેસ થવાનો ટેસ્ટ મળે ત્યારબાદ જ ધ્યાનમાં ‚ચી પેદા થાય છે. રીચ્યુઅલમાં પોસીબીલીટી વિશે વાત કરતા જણાવ્યું કે વિય અવેરનેશ આ બાબત પોસીબલ છે. અવેરનેશ શબ્દ એ ખૂબજ મહત્વનો છે. કારણ કે ઘણી એવી વસ્તુ છે કે તે મીસ કોન્સેપ્ટ થઈ છે. ઓશોનાં કહ્યા પ્રમાણે ત્રની મેથડ પ્રમાણે કોઈ સેકસએકટમાં જાય તો તે ધ્યાનને ઉપલબ્ધ થઈ શકે ગૂ‚જીએ પણ કીધુ છે. ‘ફીકવન્સી ઓફ વાયબ્રેશન ઓફ સેકસ એનજી’ ફિકવન્સી ઓફ વાયબ્રેશન ઓફ મેડિટેશન બંને સમાન છે. પરંતુ બને છે. એવું કે લોકો તદન ઉલટુ લઈ લે છે.

એવા પણ ઘણા ગ્રુપ છે. જે ઓશોને બદનામ કરે છે. ઓશોએ બુક ઓફ સિક્રેટમાં જે મેથડ લખી છે.તેમાં એને શબ્દ વાપર્યો છે કે લીવર અને બીલવ આ બંને સેકસમાં ઉતરે તો મેડિટેશનમાં જઈ શકાય. ઓશોએ આ બુકમાં સંભોગથી સમાધી સુધીની પરિસ્થિતિ વર્ણવી છે. બે વ્યકિત વચ્ચે જયારે રીયલ પ્રેમ હોય તોજ તમામ સંભોગથી સમાધી સુધીની પ્રક્રિયા શકય બને આજે રિયલ પ્રેમની પરિભાષા લોકોની સમજાતી નથી.

ખાસ તો કયાંકને કયાંક લોકોને એવું થઈ ગયુ હતુ કે ઓશો ડિસ્ટ્રેક કરી રહ્યા છે. પરંતુ તે કેટલી હદે યોગ્ય તે વિશે જણાવતા જીતુ સરે જણાવ્યું કે ઓશોએ ઘણી જગ્યાએ કલીયારીટી કરી છે કે સાયન્સ અને ઈશ્વર એ કોઈ વ્યકિત નથી. લોકો જે સમજે છે. ઈશ્વરનામની વ્યકિત છે. ખાસ તો કોઈ વ્યકિતનું જયારે બીજા વ્યકિત તરફ એટ્રેકશન થાય એટલે તે વ્યકતી બીજી વ્યકતી માટે ઈશ્વર બની જાય છે. આજે તમામ ધર્મો એમકે છે.

આત્માજ પરમાત્મા છે પરંતુ હજી પણ તમામ લોકો કોઈ વ્યકિત કે મૂર્તીમાં ભગવાનને ગોતે છે તો ખરેખર આત્મા શું છે. તેના વિશે જીતુ સરે જણાવ્યું કે આત્મા છે તેજ સાચો ઈશ્વર છે. જેટલી માન્યતા ધારણ છે તે દૂર થશે તોજ ઈશ્વર સાથેનો સાક્ષાત્કાર થશે. ખાસતો મેડિટેશનની મેથડ આત્માના સાક્ષાત્કાર માટેની જ છે. ઓશો વેરી લોજીકલ અને વેરીમચ સાયન્ટીફીક છે. અને આ બધુ હોય તોજ લોકો આકર્ષિત થાય જેને ખરેખર રસ હોય.

જે લોકો પૂન પાઠ કરતા હતા તે અટકી ગયા કારણ કે પ્રજાપાઠથી તો કોઈ સંતોષ થયો નહિ. તો આ ચેન્જ તેમની માનસીકતાક પર જ આધારીત છે. કોઈ વ્યકિત માત્રને માત્ર ધ્યાન કર્યા કરે અને ઓશોને બિલકુલ વાંચે કે સમજે નહિ તો તે રિયલ ધાર્મિક ન થઈ શકે. ધ્યાનના પ્રકાર વિશે વાત કરતા જણાવ્યું કે ધ્યાન એ એક રેમેડી છે.બીજી કોઈ રેમેડી છે જ. નહિ ધ્યાન, મેડિટેશન અવેરનેશ તે બધુ એક જ છે.

એમણે ધ્યાનનાં બે ભાગ કરી નાખ્યા એકટીવ મેડિટેશન અને પેસીવ મેડિટેશન દરેકને પોત પોતાની ઈન્ડી વીજયુઅલ કરેકટરીસ્ટીક હોય છે. તે પ્રમાણે તે લોકો નકકી કરે કે તેમને એકટીવ મેડીટેશન ફાવશે કે પેસીવ મેડિટેશન જે લોકો ઈન્ટેલ એકસ્યુઅલ હોય તેમના માટે એકટીવ મેડિટેશન વધારે મહત્વ ધરાવે છે.

પણ ઘણા લોકો પેસીવ હોય. તે લોકો માટે પેસીવ મેડિટેશન ઉપયોગી છે. ગૂ‚જીએ અલગ અલગ ટાઈપ પર ઘણુ કામ કર્યું છે. ખાસ તો ઓશોને એક શબ્દમાં વર્ણવા જીતુ સરે જણાવ્યું કે ‘ધ્યાન મેડિટેશન’ ઓશો એમ નથી કહેતા કે મને પૂજો પરંતુ તે કહે છે. માત્ર ધ્યાન કરો.

ઓશોએ પોતાની જાતને ભગવાન તરીકે ડીકલેર કરી કારણ કે ખોટા લોકોનો સમુહ વધતો ગયો તેને નાથવા માટે ઓશોએ આવુ ડીકલેર કર્યું એટલે ૭૦ થી ૮૦% લોકો જતા રહ્યા જેમની જ‚ર નહતી ઓશોને કામ માટે એવા લોકોની જ‚ર હતી જે પોતાનો ઈગો છોડીને આવે એટલે એમણે ધ્યાનની મેથડ પણ અલગ બનાવી તોય ઓશો ખૂબજ લીબરલ હતા.

ઓશો આખી દુનિયા ફર્યા અને શામે પૂના સ્થાયી થયા તે વિશે જીતુ શરે જણાવ્યું કે ઓશો જયારે બોમ્બેમાં હતા ત્યા એટલા લોકો વધવા માંડયા કે ત્યાંના રેસીડેન્સ લોકોની કેમ્પ્લેન ખૂબજ વધી ગઈ. એટલે તેમણે થયું કે એવી કોઈ જગ્યાકે જયાં આશ્રમ જેવું બની શકે

.તેના માટે પહેલા તો ઓશોની નજર કચ્છ તરફ હતી. પરંતુ અમુક કારણોસર આ શકય બન્યું નહિ. ત્યારે પૂનામાં એક બંગલો હતો તે ચાલીસલાખમાં લીધો અને ત્યારબાદ આજુબાજુમાં જગ્યા મળી પરંતુ ત્યાં પણ જયારે જગ્યા ઘટી ત્યારે ઓશો અમેરિકા ગયા અને ત્યાં કયાંકને કયાંક એવી પરિસ્થિતિનું સર્જન થયું કે લોકો દ્વારા ઓશો ડિસ્ટર્બ થયા. હકિકતમાં એવું છે કે શ‚આતમાં ત્યારે ઈન્સીટયુટ હતી ત્યાં બાજુમાં એક લીંકન સ્કુલ હતી તો તેના ટીચર સાંભળવા આવ્યા માંડયા તો તે લોકોએ સન્યાસ લઈ લીધો.

સન્યાસ બાદ કપડાને માળા પહેરવા માંડયા અને સ્કુલમાં પણ તેજ કપડા પહેરીને લેકચર લેવા માંડયા અને આ ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા એટલે આ લોકો અમેરીકન કોર્ટમાં ગયા અને વિરોધ કર્યો ત્યારે કોર્ટે લોકોને ટ્રાન્સફર કરી નાખ્યા અને પછી લીંકનમાં સ્કુલનાં છોકરા વધતા ગયા ત્યારે ઓર્ડર આપણે કે ઓશો બાજુમાં નહિ જોઈએ ત્યારેથી ઓશોને હટાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા અને શીલાને પણ ખૂબજ પૈસા આવતા અને ત્યાં ગયા બાદ ઓશો સાડા ત્રણ વર્ષ મૌનમાં ગયા પછી તેમણે રજનીશ બાયબલ કરીને લેકચર કર્યા વ્યકિતને વ્યકતી સુધી પહોચવાની જે સફર છે. એ વસ્તુ ઓશો એ બતાવી છે તેના વિશે જીતુ સરે જણાવ્યું કે મેડિટેશન એક દવા છે.

કોઈપણ રોગ દૂર થઈ જાય છે. અને વ્યકિત તો જ સ્વતંત્ર થઈ શકે અબતકનો માધ્યમથી લોકોને સંદેશો આપ્યો કે ઓશો, ક્રિશ્ર્નમૂર્તિ એ અત્યારે સદગૂ‚ છે. ઓરિજનલ લીકેચર ઓરીજન વિડિયોથી લોકોને ઘણી પ્રેરણા મળી રહે છે. માણસ ધારે ત્યાં સુધી પહોચી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.