Abtak Media Google News

મોરબી, થાન, વાંકાનેર, રાજકોટ ઉપરાંત ગુજરાતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના તેજસ્વી તારલાઓને સન્માનીત કરાશે: કાર્યક્રમની સંપૂર્ણ માહીતી સાથે આયોજકો ‘અબતક’ને આંગણે

સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન આવતી કાલે કરવામાં આવશે. સમાજના એકથી ૩ નંબર મેળવેલ તમામ વિઘાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ સમારોહમાં આશરે ર૧૦ વિઘાર્થીઓને સામેલ કરાયા છે. માત્રગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓને પણ સમસ્ત વરીયા પ્રજાપતિ ઓસ્કાર એવોર્ડથી સન્માનીત કરશે. આ સેવા સંસ્થા દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું પાર આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમને લઇ આયોજકોએ અબતકની મુલાકાત લીધી હતી.

સમસ્ત વરીયા પ્રજાપિત ઓરસ્કા એવોર્ડ શિક્ષણ સમીતી દ્વારા ગુજરાત રાજયમાં વસતા વરીયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી તારલાઓ માટે છેલ્લા ચાર વર્ષથી રાજકોટ ખાતે ભવ્ય ઓસ્કાર એવોર્ડ સમારોહનું આયોજન સમાજના દાતાઓ તેમજ સમીતીના સહયોગથી થાય છે. આ વર્ષનું આયોજન તા. ૪-૮-૧૯ ને રવિવારના રોજ શ્રી અટલ બિહારી બાજપેઇ ઓડીટોરીયમ, પેડક રોડ, ખાતે બપોરે ૧ થી ૭ માં આયોજીત થયેલ છે. આ કાર્યક્રમમાં મોરબી, થાન, વાંકાનેર, રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી વરીયા પ્રજાપતિ તેજસ્વી તારલાઓ ભાગ લેનાર છે. અને આ તમામ વિઘાર્થીઓને દાતાઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓથી સન્માનીત કરવામાં આવશે.

આ વર્ષનો ઓરસ્કા એવોર્ડ સમારોહ મોરબીના વરીયા પ્રજાપતિ સ્વ. આંબાભાઇ વેલાભાઇ નારણીયા તથા સ્વ. મણીબેન આંબાભાઇ નારણીયાની સ્મૃતિમાં આયોજીત થયેલ છે. આ કાર્યક્રમમાં રતીભાઇ આંબાભાઇ નારણીયા, ગોપાલભાઇ આંબાભાઇ નારણીયા, પરસોતમભાઇ આંબાભાઇ નારણીયા, મનજીભાઇ આંબાભાઇ નારણીયા, અમરશીભાઇ આંબાભાઇ નારણીયા, ઠાકરશીભાઇ નાગજીભાઇ નારણીયા નો મુખય સહયોગ મળેલ છે. ઉપરાંત ર૦ જુદી જુદી શૈક્ષણિક ચીજવસ્તુઓના દાતાઓનો સહયોગ મળેલ છે દાતા સ્વ. શીવાભાઇ મોહનભાઇ

નારણીયા હસ્તે શંકરાઇ શીવાભાઇ નારણીયા સુરત તરફથી આ કાર્યક્રમમાં ભોજન સમારંભનો સહયોગ મળેલ છે.

કાર્યક્રમમાં સમાજના સંતો મહંતો તેમજ વડીલ મુરબ્બીઓ તેમજ ઉઘોગપતિઓ, રાજકીય મહાનુભાવો તેમજ વિશેષ સન્માનીત પ્રતિભાઓની ઉ૫સ્થિતિ રહેશે. સમારોહનું ઉદધાટન મોરબીના જાણીતા ઉઘોગપતિ મહાદેવભાઇ અમરશીભાઇ પ્રજાપતિના વરદ હસ્તે થનાર છે. ચતુર્થ ઓસ્કાર એવોર્ડના અઘ્યક્ષ તરીકે શંકરભાઇ શીવાભાઇ નારણીયા સુરત તેમજ સહ અઘ્યક્ષ તરીકે મગનભાઇ ગંગારામભાઇ સવાડીયા થાનગઢને બહુમાન આપવામાં આવેલ છે.

ઓસ્કાર એવોર્ડ સમીતી દ્વારા છેલ્લા ૩ મહિનાથી ઉચ્ચ પરિણામ લઇને ઉર્તિણ થયેલા વિઘાર્થીઓનો ડેટા એકત્રિત કરવાનું કાર્ય કાર્યક્રમને સંબંધીત દાતાઓનો સંપર્ક કાર્યક્રમની તૈયારીઓ સ્થાનીક તેમજ બહારગામના તમામ જ્ઞાતિજનોમાં આમંત્રણ પત્રિકાઓનું વિતરણ સહીતની કામગીરી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ અનિલભાઇ અંદોદરીયા, ઉપપ્રમુખ નરેશભાઇ ધરોડીયા, મહામંત્રી હસમુખભાઇ વામજા, સંગઠન મંત્રી બળવંતભાઇ સવાડીયા, શાંતિભાઇ ધરોડીયા, મનોજભાઇ બદ્રખીયા, રજનીભાઇ ધરોડીયા, કાંતિભાઇ બારેજીયા જયેશભાઇ સવાડીયા સહીતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.