સિટી વુમન્સ કલબનાં સભ્ય બહેનો માટે બે ધમાકેદાર કાર્યક્રમનું આયોજન

78

સોમવારે નવુનકોર નાટક સ્નેહનાં સગપણ રજુ થશે જયારે ૨૧મીએ હરિસિંહ સોલંકી અને ચંદ્રેશ ગઢવીનો હાસ્ય દરબાર: સભ્ય બહેનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ સીટી વુમન્સ કલબનાં સભ્ય બહેનો માટે સપ્ટેમ્બરમાં બે ધમાકેદાર કાર્યક્રમનું હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૬/૯/૨૦૧૯ને સોમવારે બપોરે ૩:૩૦ કલાકે નવું નકોર નાટક રાજકોટમાં પહેલી જ વાર પ્રસ્તુત સ્નેહના સગપણ એટલે સ્નેહનાં સંબંધો વચ્ચેનાં ટકરાવ અને પ્રેમની અનોખી કહાની રજુ થશે. સંબંધોનાં પાનખરમાં લાગણી ખીલવતું એક સામાજીક અને ફુલ કોમેડી નાટક જેના લેખક નવિન સિંગલ, દિગ્દર્શક શિવમ નેપથ્ય, કલાકારો અક્ષય પટેલ, નિશીથ નાયક, અનુષ્કા દીધે, શિવમ મેવાડા, દેલીપંચાલ, અમર કુબાવત, ખુશી સોની, આશા સાધુ જેવા આઠ કલાકારો દર્શકોને જલ્સા કરાવશે અને પોતાની કલાને પણ બિરદાવશે. આ નાટકમાં બે ટીવી કલાકારો પણ સભ્ય બહેનોને મજા મજા કરાવશે. સપ્ટેમ્બરનો બીજો કાર્યક્રમ તા.૨૧/૯/૨૦૧૯નાં રોજ સભ્ય બહેનો માટે હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩:૩૦ કલાકે હાસ્યની ફુલઝડી હાસ્ય દરબાર યોજાશે. જેમાં બરોડાનાં બેતાજ બાદશાહ જેનું ગુજરાત નહીં પણ બોમ્બેમાં પણ જેમને નામના મેળવી છે તેવા હરિસિંહ સોલંકી તથા રાજકોટનાં એક ટોપ કલાકાર ચંદ્રેશ ગઢવી બહેનોને પેટ ભરીને હસાવશે. આ બંને કલાકારો હાસ્યનાં બાદશાહ છે જે મન મુકીને હસાવશે. રાજકોટ સીટી વુમન્સ કલબ એટલે ફકત લેડિઝ સંચાલિત કલબ જેના દરેક કાર્યક્રમ હેમુગઢવી હોલમાં રાખવામાં આવે છે.

સંસ્થાનાં પ્રમુખ અને કમિટી મેમ્બર્સ સાથે મળીને આ કલબને આગળ લાવવા માટે પ્રયત્નો કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન મીનાબેન વસા, ઉપપ્રમુખ ઈન્દીરાબેન ઉદાણી, વાઈસ ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટરી દિનાબેન મોદી, દર્શનાબેન, કલ્પનાબેન પારેખ, પ્રિતીબેન ગાંધી, નીતા મહેતા વગેરેએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...