Abtak Media Google News

હંસવાહીની એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ રાજકોટ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્યય કોન-૧૮: વિજયભાઈ રૂપાણી અને નીતિન પટેલની ખાસ ઉપસ્થિતિ

ટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ રાજકોટ હોસ્પિટલ દ્વારા કોલેજ કેમ્પસ ખાસે તા.૨૧ અને ૨૨ એપ્રીલના રોજ નેશનલ કોન્ફરન્સ સ્વાસ્થ્યય કોન-૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનું સંપૂર્ણ આયોજન ઓલ ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ પેરા મેડિકલ એસો.ના પ્રેસીડેન્ટ ડો.મેહુલ રૂપાણી તા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ રાજકોટ હોસ્પિયલના પ્રિન્સીપાલ ડો.લીના શુકલના માર્ગદર્શન હેઠળ ઈ રહેલ છે. સ્વાસ્થ્ય કોન-૧૮માં ભારતભરના લગભગ ૧૫૦૦ આયુર્વેદ શાખાના યુજી તેમજ પીજીના વિર્દ્યાીઓ શિક્ષકો, તબીબો ભાગ લેશે અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિિ તરીકે ગુજરાત રાજયના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી ખાસ ઉપસ્તિ રહેશે અને આયુષ મંત્રાલયના સ્પેશ્યલ સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટક, સી.સી.આઈ.એમ.ના પ્રેસીડેન્ટ ડો.વનીા મુરલીકુમાર, કમિશનર ઓફ હેલ્ મેડિલક સર્વિસના કમિશનર ડો.જયંતી રવી, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગરના વાઈસ ચાન્સેલર ડો.સંજીવ ઓઝા, સીસીઆઈએમના મેમ્બર ડો.ભરત બોઘરા, ડો.વિક્રમ ઉપાધ્યાય, ડો.જુલીયા અંસારી તા એસડીએમ હસનના પ્રિન્સીપાલ ડો.પ્રસન્ના રાવ ખાસ ઉપસ્તિ રહેશે.

સ્વાસ્થ્ય કોન-૧૮માં વિષય નિષ્ણાંત તરીકે તિલક આયુર્વેદ મહાવિદ્યાલયના પ્રો.ડો.મીહિર હાજરનવીસ, ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના પ્રો.ડો.અર્પણ ભટ્ટ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદિક ન્યુદિલ્હીના પ્રો.ડો.મંગલાગૌરી રાવ તા આઈ.પી.જી.ટી. એન્ડ આર.એ.જામનગરના પ્રો.ડો.હિતેશ વ્યાસ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. સ્વાસ્થ્ય કોન-૧૮નો મુખ્ય વિષય નેસે સિટી ઓફ દિનચર્યા ઈન પ્રિસેન્ટ ઈરા છે. જેના સંબંધે તજજ્ઞો પોતાના મંતવ્યો રજૂ કરશે.

પ્રિવેન્શન ઈઝ બેટર ધેન કયોર આ સુત્રને ઘર ઘર સુધી પહોંચાડવા માટે આયુર્વેદના તબીબો તજજ્ઞોને આયુર્વેદની પ્રણાલી પર વધુ ભાર મુકવા માટે અને જાગૃતતા લાવવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદિક રિસર્ચ એન્ડ હોસ્પિટલ ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

યુજીના વિર્દ્યાીઓ પોતાના મંતવ્ય કોન્ફરન્સ ખાતે જ પોસ્ટરનું નિર્માણ કરીને જ કરશે. વધુમાં આ એક અત્યંત નવી જ સ્પર્ધા રૂપે વિર્દ્યાીઓને દિનચર્યા વિષય પર ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવી રજૂ કરવા પ્રોત્સાહિત કરવાના હેતુરૂપ આયોજન યેલ છે અને વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવશે. નેશનલ કોન્ફરન્સ સ્વાસ્થ્ય કોન-૧૮ની વધુ વિગત માટે કોન્ફરન્સના ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી ડો.સતિષ એચ.એસ. ૯૬૨૪૬ ૫૩૭૩૩૩, ડો. મૈત્રય મણીયાર ૯૯૭૨૪ ૫૪૪૪૨ પર સંપર્ક કરવો. નેશનલ કોન્ફરન્સ સ્વાસ્થ્ય કોન-૧૮માં રજીસ્ટ્રેશન માટે એન્ડ્રોઈડ એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.