સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમુદ્ર કિનારે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

શાસ્ત્રી કનુબાપુના વ્યાસાસને યોજાનાર કથા દરમિયાન શ્રીનાથજીની ઝાંખીના ૧૦ આલ્બમ રજૂ થશે

આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા તથા ટી.વી., સ્ટેજ, નાટક, આલ્બમ વગેરે સાથે સંકળાયેલ સૌરાષ્ટ્રની દિકરી હેમાલી સેજપાલનું સંચાલન

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સમુદ્રકિનારે કનુદાસ રાજયગુરૂજીના સુમધુર કંઠે તા.૭થી તા.૧૩ જાન્યુઆરી સુધી સાગર દર્શન હોલમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયેલ છે સરકારના નિતી નિયમોને અનુલક્ષીને ફકત યજમાન પરીવારની ઉપસ્થિતીમાં કથા શ્રવણ કરાવવામાં આવશે શ્રૌત્રાઓ સોશ્યલ મીડીયામાં આ કથાનું શ્રવણ કરી શકશે.

ગીર સોમનાથ મીડીયા સેન્ટરના સહયોગથી રઘુવીર ધામ આશ્રમ કોસમાડી અને સત્સંગ પરીવાર ઈન્ટરનેશનલ આયોજીત સોમનાથ મહાદેવ, શ્રી કૃષ્ણ ભગવાન નીજધામ તેમજ પવિત્ર ત્રીવેણી સંગમ પાસે આવેલ રામ મંદિરના સાંનિધ્યમા યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન ધીરૂભાઈ અને મીનાબેન મીસ્ત્રી પરીવાર ઉપસ્થિત રહેશે વિશેષ સહયોગ સોમનાથ ટ્રસ્ટ, દીપક કકકડ ડી.કે. ગુ૫ ગીર સોમનાથ, સુપ્રસીધ્ધ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા તેમજ સ્થાનીક આગેવાનો પત્રકારોનો સાથ સહકાર મળી રહેલ છે. સમગ્ર કથા દરમ્યાન શ્રીનાથજીની ઝાંખીના દસ આલબ્મ બહાર પાડવામાં આવશે.

ટીવી,સ્ટેજ,થીએટર,નાટક,આલબ્ધ સહિતમાં સંકળાયેલ તેમજ પ્રધાનમંત્રી પ્રોજેકટનો પ્રારંભ કરેલ હતો નામના મેળવેલ હતી તે સૌરાષ્ટ્રની દીકરી ધર્મસાથે સંકળાયેલ હોય તે હેમાલી સેજપાલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં સાત દિવસ ઉપસ્થિત રહેશે અને તે સંચાલન કરશે.

દીપક કકકડે જણાવેલ હતું કે, તા.૭/૧ ગુરૂવારે કથાનો પ્રારંભ થશે સાંજે ૩ વાગ્યે સોમનાથ મંદિરેથી સાગરદર્શન હોલ સુધી પોથી યાત્રા યજમાન પરીવાર સાથે પહોચશે ત્યારે કથાનું મંગલા ચરણ થશે તા.૮/૧ શુક્રવાર થી તા.૧૩૧ બુધવાર સુધી કથા દરરોજ સવારે ૯. ૩૦ થી ૧ વાગ્યા સુધી શ્રવણ કરાવાશે તા.૧૦ને રવિવારે કૃષ્ણ જન્મ,તા.૧૧/૧ કૃષ્ણ બાળ લીલા,તા.૧૨/૧ કૃષ્ણ કથા,તા.૧૩/૧ બધવારે પણહતી થશે શ્રૌત્રાજનો માટે યુટયુબ, ફેસબુક સહિતના સોશ્યલ મીડીયામાં આ કથા પ્રસારીત થશે.

Loading...