Abtak Media Google News

ઉદધાટન પ્રસંગે તજજ્ઞ અમ્પાયર અમિષ સાહેબા અને પિયુષ ખખ્ખર રહ્યા ઉ૫સ્થિત

સૌરાષ્ટ્ર ક્રિકેટ  એસોસીએશન દ્વારા તા.ર૪ થી ર૬ મે દરમ્યાન અમ્પાયરો માટે સેમીનાર કમ વર્કશોપનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડીયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સેમીનામાં આશરે ૮૫ લોકો જેમાં ૪ થી પ મહિલાઓ પણ જોડાઇ છે. પહેલા બે દિવસ તા.ર૪ અને રપ ના રોજ વર્કશોપ અને તા.ર૬ ના રોજ અમ્પાયરોની સ્ટેટ પેનલની પરીક્ષા લેવામાં આવશે.

અનુભવી અને જાણીતા અમ્પાયર અમિષ સાહેબા અને પિયુષ ખખ્ખર બન્ને બીસીસીઆઇના સીનીયર અમ્પાયર છે. અમિષ સાહિબા ઘણા આંતરરાષ્ટ્રીય અને સ્થાનીક મેચોમાં અમ્પાયરીંગનો વ્યાપક અનુભવ ધરાવે છે. પિયુષ ખખ્ખર પણ અમ્પાયરીંગનો વિશાળ અનુભવ ધરાવે છે. અને બીસીસીઆલના ઘણા મહત્વપૂર્ણ મેચોમાં તેની પસંદગી થઇ છે.

સેમીનારના ઉદધાટન પ્રસંગે બીસીસીઆઇના ભૂતપૂર્વ સચિવ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના નિરંજન શાહે તમામ સ્પર્ધકોને આવકાર્યા હતા. અને તેમણે જણાવ્યું હતું કે મહિલા સ્પર્ધકો જોડાઇ તે ખુબ જ આશ્ર્ચર્યજનક છે. તેમણે ક્રિકેટમાં કઇ રીતે રમવું તે સમજાવ્યું હતું. આજે ક્રિકેટ વધુને વધુ લોકપ્રિય બની રહી છે તાજેતરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કયુૃ હતુ અને મેગા સફળતા મળી હતી.

તેમણે એમ પણ ઉમેર્યુ હતુ કે અમ્પાયરની ગ્રાઉન્ડ પર સતત ચેતવણી અને અત્યંત સાવધ રહેવું જોઇએ. તેમની સતર્કતાવી જ સાચા નિર્ણયો આવવા જોઇએ. તેમણે સ્પર્ધકોને પણ જણાવ્યું હતું કે માનસિક તંદુરસ્તી સાથે શારીરિક તંદુરસ્તી રાખવી જરુરી છે. જે લોકો શારીરીક રીતે ફીટ અને સાવધ છે. તે અભ્પાયરીંગ કરી શક છે તેમણે ઇગ્લીશ ભાષાનું મહત્વ તેમજ ક્રિકેટ અને અન્ય કોમ્યુનીકેશનમાં ઇગ્લીશના જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું.

તેમણે દરેક સ્પર્ધકોને અમ્પાયર તરીકે કારકીર્દી બનાવવા શુભેચ્છા પાઠવી હતી.

સ્વાગત પ્રવચનમાં અમિષ સાહિબાએ દરેક સ્પર્ધકને જીવનનું મુલ્ય અને આનંદ માણવા તેમજ અમ્પાયરનું મુલ્ય સમજી કારકીદી બનાવવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.