Abtak Media Google News

પારિવારીક વાતાવરણમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ પર રાસ રમી શકે તેવી વ્યવસ્થા, લાખેણા ઈનામોની વણઝાર

ખોડલધામ નવરાત્રી મહોત્સવ સાઉથઝોન દ્વારા સર્વજ્ઞાતિ બહેનો માટે આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારીક વાતાવરણમાં બહેનો જ રમી શકે તે માટે અતિઆધુનિક જેબીએલની મ્યુઝીક સિસ્ટમ રાખવામાં આવી છે, ૧૦૦૦૦૦ વોટની અતિઆધુનિક સાઉન્ડ સીસ્ટમ અને પ્રસિધ્ધ ટીવી સીંગરની ટીમ જમાવટ કરશે.

આજે ‘અબતક’ની મૂલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતુ કે, ખોડલધામ નવરાત્રી મહોત્સવ સાઉથ ઝોન દ્વારા શેઠ હાઈસ્કુલ ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ મેઈનરોડ ખાતે તા.૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન રાત્રે ૮ થી ૧૨ કલાક સુધી સર્વ જ્ઞાતિની બહેનો માટે જાઝરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સુપ્રસિધ્ધ સીંગર વિશાલ વરુ, ચિંતન ત્રીવેદી, સોનલ ઠાકોર ગરબાની રમઝટ બોલાવશે. તેમજ ઓરકેસ્ટ્રા તરીકે રવિ સાનિયાની ટીમ જમાવટ કરશે. રાસ મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રીના નવે નવ દિવસ દરમિયાન પ્રિન્સ અને પ્રિન્સેસને તેમજ વેલ ડ્રેસ તથાકિડસ માટે પણ ઈનામોની વણઝાર રાખવામાં આવી છે. રોજની ૩૦ ગીફટ આપતું એકજ રાસ ઉત્સવ બની રહેશે.

ખોડલધામ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ વર્ષે પણ સુરક્ષા માટે બાઉન્સર તેમજ સિકયુરીટી વ્યવસ્થા કરી છે. આઉપરાંત સીસીટીવી કેમેરા અને સ્વયં સેવકોની ફોઝ મેદાનમાં નૈતાન રહેશે. આયોજન સમિતિ દ્વારા વિશાળ પાર્કિંગ રાખવામાં આવ્યું છે. જેથી કોઈ અગવડતા ન રહે. સાઉથ ઝોન નવરાત્રી મહોત્સવના પાસ મેળવવા માટે દેવપરા શાક માર્કેટ સામે, એકોર્ડ મોલની બાજુમાં કોઠારીયા રોડ, રાજકોટ ખાતે તથા મો. ૯૮૨૪૨ ૪૧૭૮૭ પર સંપર્ક કરવો. ખોડલધામ સાઉથ ઝોન નવરાત્રી મહોત્સવમાં સુધીરભાઈ ઠુંમર, ચંદુભાઈ ઘેલાણી, કેતનભાઈ પટેલ, જીતુભાઈ સીયાણી, વલ્લભભાઈ પરસાણા, નાગજીભાઈ શેરડીયા, પરસોતમભાઈ ગઢીયા, અશોકભાઈ નસીત, મહેશભાઈ પીપળવા, દિવ્યેશભાઈ ખુંટ મહેશભાઈ લકકડ, શૈલેષ હાપલીયા, ગીરીશ સતાસીયા, હિમાંશુ આસોદરીયા, સંજય ગજેરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.