જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટીશનનું આયોજન

838
Organized Healthy Baby Competition by JCI Rajkot Silver
Organized Healthy Baby Competition by JCI Rajkot Silver

૩ સપ્ટે.એ ચેકઅપ અને તા.૫ સપ્ટે.એ ઈનામ વિતરણ કરાશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી ‘હેલ્ધી બેબી’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ સ્પર્ધા ‘પરીવાર’ અને ‚દ્ર ફાઉન્ડેશનના સહયોગથી તા.૩ સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેની વિગત આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સ્પર્ધા અંતર્ગત બાળકોને ૧ થી ૩ અને ૩ થી ૫ એમ બે વયજૂથ માટે ‘બોયઝ’ અને ‘ગર્લ્સ’ એમ બે વિભાગમાં ‘હેલ્ધી બેબી’, ‘કયુટ બેબી’, ‘બ્યુટીફૂલ આઈઝ બેબી’, ‘વેલ ગૃમ્ડ બેબી’ અને ‘હેલ્ધી હેર બેબી’ એમ ૫ શ્રેણીઓ હેઠળ તપાસવામાં આવશે અને બધી શ્રેણીઓ મળીને કુલ ૬૦ થી વધુ એવોર્ડસ તેમજ અન્ય ઈનામો આપવામાં આવશે. ઉપરાંત દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ, આકર્ષક રિટર્ન ગિફટ તથા ટવીન્સ અને ત્રિપ્લેકસને પણ વીષીઠ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.સ્પર્ધકોનું ‘ચેક-અપ’ નિષ્ણાત ડોકટર્સ અને બ્યુટીશીયન્સ દ્વારા જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૯ થી સાંજે ૬ સુધી સ્પર્ધકને અગાઉથી અપાયેલ એપોઈન્ટમેન્ટ મુજબ થશે અને ઈનામ વિતરણ ૫ સપ્ટેમ્બરના રોજ બપોરે ૨:૩૦ થી ૭ હેમુગઢવી હોલ ખાતે થશે. સંસ્થાની વિશ્ર્વસનીયતા જાળવવાના હેતુસર આ હરીફાઈમાં સંસ્થાના સભ્યોના બાળકો કે તેમના ‘બ્લડ રીલેટીવ્ઝ’ના બાળકો ભાગ લઈ શકશે નહીં. સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ તેમજ અન્ય વિગતો માટે રુબીકોન ઈલેકટ્રોનીકસ, ડો.યાજ્ઞિક રોડ, હોટલ ઈમ્પિરિઅલ પેલેસની સામે સવારે ૧૧ થી ૧ અથવા સાંજે ૫ થી ૮ દરમ્યાન સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત સ્પર્ધાના ફોર્મ રાજકોટની અન્ય ૧૫ જેટલી સ્થળો પર ઉપલબ્ધ છે.જેની વિગત  ૂૂૂ.facebook.com/jcirajkotsilver પરથી મળી શકશે.  સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ જેસી મધુર નર્સિયન, અતુલ આહ્યા કેતન પાવાગઢીના માર્ગદર્શન હેઠળ વાઈસ પ્રેસિડેન્ટ પરેશ ‚પારેલીયા, હીના નર્સીયન, નુ‚દીન સાદીકોટ, કેયૂર પરમાર, રાકેશ વલેરા, યુસુફ શામ, જીજ્ઞેશ ગોવાની અને પ્રશાંત સોલંકી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...