Abtak Media Google News

વિવિધ ધાર્મિક સેવા પ્રકલ્પોના ભાગ‚પે યુવા સેના ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી ૨૮ ફેબ્રુ.એ સામુહિક રાંદલ માતાના લોટા તેડવાનું આયોજન ક્રવામાં આવી રહ્યું છે. અનેક ટ્રસ્ટ દ્વારા પર લોટા તેડવાનું આયોજન છે. આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવામાં આવશે. જે માટે ટ્રસ્ટ કાર્યાલય મીલપરા ૪ ખાતે નામ નોંધાવી દેવા માટે ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

રાંદલ માતાજીના લોટા ઉત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ક્રવામાં આવેલ છે.જેમાં યુવા સેના ધૂન ભજન મંડળની બહેનો દ્વારા ધૂન ભજન, રાંદલ સ્વરૂપા ગોરણીમાતાઓનાં પગ ધોવાનો કાર્યક્રમ, માતાજીના ઘોડાખુંદવા, ગોરણીઓને માતાજીનો પ્રસાદ તેમજ આકર્ષક ગીફટ વિ.નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.