Abtak Media Google News

ગુરૂવારે પ૦થી વધુ કંપનીઓ ૩પ૦ થી પણ વધુ જગ્યાઓ માટે  એન્જિનિયરોની ભરતી કરશે : આટલા મોટા પાયે એન્જિનિયરોની ભરતી

એક જ દિવસમાં થાય તે સૌરાષ્ટ્રના તકનીકી ઇતિહાસ માટે જવલંત ઘટના રર૦૦ થી પણ વધુ એન્જિનિયરો જોબફેરમાં ભાગ લેશ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસિટી (જી.ટી.યુ)  દ્વારા રાજકોટમાં પ્રથમ વાર તા. ર મે ૨૦૧૯ને ગુરુવારના રોજ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ અને (કેડ) સેન્ટરના રાજકોટ સંયુકત ઉપક્રમે મેગા જોબફેરનું ભવ્ય આયોજન વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ, રાજકોટ ખાતે થઇ રહ્યું છે.

4 18

સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક એવા જી.ટી.યુ. ના કુલપતિ ડો. નવીનભાઇ શેઠ, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષદભાઇ મણીઆર, સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરે જણાવ્યું હતું કે જી.ટી.યુ. છેલ્લા બે વર્ષથી ચાંદખેડા કેમ્પસમાં જોબફેરનું આયોજન કરે છે. આ વર્ષે પ્રથમવાર રાજકોટ ઝોનનો સેન્ટ્રલાઇઝ જોબફેર વી.વી.પી. એન્જીનીયરીંગ કલેજ ખાતે યોજાશે. જેમાં ચાર બ્રાંચના મેગા જોબફેર થવા જઇ રહ્યો છે. તેમાં મીકેનીકલ ઇલેકટ્રીકલ, સીવીલ અને ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ સામેલ છે. તેમજ ડીગ્રી અને ડીપ્લોમાં બન્નેના વિઘાર્થીઓ આ જોબફેરમાં ભાગ લેવાના છે. જેમાં આજ સુધી રરર૪ વિઘાર્થીઓનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે અને તેમાં ઓટોમોબાઇલના-૧૩૬, મીકેનીકલના-૯૯૩, ઇલેકટ્રીકલના-પપપ, સીવીલના-૫૪૦ વિઘાર્થીઓ આ જોબફેરમાં ભાગ લઇ રહ્યા છે.

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ખાતે ઇન્ટરવ્યુ માટે સ્પેશ્યલ પોઇન્ટ નકકી કરવામાં આવેલ છે જેમાં એક ટીચીંગ અને નોત-ટીચીંગ સ્ટાફ પણ રાખવામાં આવનાર છે. અને ઇન્ટરવ્યુમાં ભાગ લેનાર વિઘાર્થીઓ માટે બેસવાની, ઝેરોક્ષ રુમ તથા કેન્ટીનમાં નાસ્તાની તેમજ ઠંડા પાણીની ખાસ વ્યવસ્થા કોલેજ દ્વારા કરવામાં આવેલ છે. તેમજ વિઘાર્થીઓને પળેપળની માહીતી મળી રહે તે માટે સેન્ટ્રલ માઇકની વ્યવસ્થા પણ રાખવામા આવેલ છે.

વિશેષ માહીતી આપતા જણાવ્યું હતું કે આ મેગા જોબફેરમાં પ૦ થી પણ વધુ ઇન્ડસ્ટ્રીઝએ આવવા માટે ક્ધર્ફોર્મેશન આપી દીધું છે. જેમાં ૩પ૦ થી પણ વધુ ઇજનેરોને નોકરી મળશે અને તે પણ માત્ર એક દિવસમાં તેથી એટલું ચોકકસ કહી શકીએ કે, આટલા મોટા પાયે એન્જીયરોની ભરતી એક જ દિવસમાં થાય તે સૌરાષ્ટ્રના તકનીકી ઇતિહાસ માટે જવલંત ઘટના લેખાશે.

ભારતની નામાંકીત ઇન્ડસ્ટ્રીઝ વી.વી.પી.માં નોકરીઓ આપવા માટે આવવાની છે તેમાં ડીજીટીલ ઇેલેકટ્રોટેક,  જેજેપીવી સોલર, પ્રેસીમેકસ, સિઘ્ધિવિનાયક મોટર્સ, અમ્બર એન્જીનીયરીંગય, ગેલેકસી ચેઇન્સ, સુપર ટેક ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ એરોસ્પેન ડીફેન્સ, મેકપાવર,પાવર ટ્રેક સોલાર, મહાવીર સી એન.સી શ્રીજી બિલ્ડર્સ, આઇડીયલ પમ્પસ, ડાયનામીક એન્જીનીયરીંગ  વગેરે તેમજ અન્ય કંપનીઓ આવી રહી છે અને ઇન્ટરવ્યુ બાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયેલ જી.ટી.યુ. જ પસંદગી પામેલ તમામ ઇજનેરોની જાહેરાત કરશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જી.ટી.યુ.ના પદાધિકારી, સીએડીડી (કેડ)ના અધિકારીઓ, વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર, પ્લેસમેન્ટ કમીટીના ક્ધવીનર ડો. જીજ્ઞેશ જોશી, રાશીબેન જોબનપુત્રા, ડો. જે.વી. મહેતા, ડો. રુપેશ રામાણી, ડો. સચિન રાજાણી, પ્રો. સાગર વિરાણી, પ્રો. દેવાંગ પરમાર, પ્રો. કુણાલ ખીમાણી, પ્રો. વિજય મહેતા તેમજ વી.વી.પી. ના સમગ્ર કર્મચારીગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

જીટીયુ જોબફેર ના ઉદધાટન પ્રસંગે જીટીયુના ડો. નલીનભાઇ શેઠ પ્રેરક ઉ૫સ્થિત  રહેવાના છે. તેમ અબતકની મુલાકાતે આવેલા ડો. જીજ્ઞેશ જોષી (ક્ધવીનર પ્લેસમેન્ટ સેલ) અને ડો. રુપેશ રામાણી (કો-ક્ધવીનર) તથા જયેશભાઇ સંઘાણી (પ્રેસ કો. ઓર્ડીનેટર) એ એક મુલાકાતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.