Abtak Media Google News

કાર્યક્રમમાં ટીવી શો ‘આપ કી અદાલત’ના રજત શર્મા ઉપસ્થિત રહેશે

ફ્રેન્ડસ કલબ દ્વારા તા.૧૦ને પહેલા નોરતાથી આશીર્વાદ પાર્ટી પ્લોટ, કોસ્મોપ્લેક્ષ સિનેમાની બાજુમાં, કાલાવડ રોડ ખાતે અર્વાચીન ફેમીલી નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો તથા વૃદ્ધાશ્રમના વડિલો મહેમાન બનશે.

કાર્યક્રમનું ઉદઘાટન મનોજ અગ્રવાલ (રાજકોટ શહેર પોલીસ કમિશનર), રોહિત તિવારી, ચંદ્રશેખરસિંહ દ્વારા કરાશે. દિપ પ્રાગટય મહંત રજનીશગીરીબાપુ, જીમ્મીભાઈ અડવાણી, રાજુભાઈ લોટીયા દ્વારા કરવામાં આવશે.

‘અબતક’ની મુલાકાતે આવેલા ફ્રેન્ડસ કલબના આગેવાનોએ કાર્યક્રમની વિશેષતા અંગે જણાવ્યું હતું કે, તેઓ તા.૧૭ને બુધવારના નવરાત્રી મહોત્સવમાં ઈન્ડિયા ટીવીના ચેરમેન તથા એડિટર રજત શર્મા ઉપસ્થિત રહેશે. તેઓ ટીવી શો ‘આપ કી અદાલત’ના હોસ્ટ છે. આ કાર્યક્રમમાં કેવલ રાઠોડ પ્રસ્તુત ઓરકેસ્ટ્રા રાજકે જનતા તથા બાળકોને ગરબે રમાડશે. આ તકે પ્રોગ્રામર અનાથ બાળાઓ તથા દિવ્યાંગ બાળકો માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રીમાં રમવા સૌથી વધારે ખુશી દિવ્યાંગ બાળકોના ચહેરા ઉપર જોવા મળશે. ખુશી આપવા માટે ફ્રેન્ડ કલબ હંમેશા તત્પર હોય.

માતાજીના નવલા નોરતાને સફળ બનાવવા માટે ફ્રેન્ડ કલબના ચેરમેન લીનાબેન ટી.વખારીયા, વાઈસ ચેરમેન જયેશભાઈ કતીરા, પેટ્રન ડો.મનીષ ગોસાઈ, પ્રમુખ વજુભાઈ, મંત્રી વિપુલભાઈ રાઠોડ, સંદિપભાઈ, મહામંત્રી ભરતભાઈ પિત્રોડા, સહમંત્રી સમીરભાઈ, મહિલા પ્રમુખ જયશ્રીબેન જેઠવા, મહિલા ઉ.પ્ર.ખુશાલીબેન ત્રિવેદી, મહિલા મંત્રી નિકીતાબેન પટેલ, મહામંત્રી રેખાબેન ચૌહાણ, બંસરીબેન સોની જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.