Abtak Media Google News

મહિલા મિલન કલબ દ્વારા નવરાત્રી નીમીતે માઁ ના સથવારે-૨૦૧૮ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રતિવર્ષની માફક માઁ જગદંબાની આરાધનાર્થે તા. ૨૦-૧૦ ને શનિવારના દિવસે બાલભવનના નરભેરામ ગ્રાઉન્ડના પટાગણમાં સાંજના ૪.૩૦ કલાકે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, દાતાઓ, મહાજનના હોદેદારો બાલભવનના હોદેદારોઓ, સમાજ શ્રેષ્ઠીઓ તમામની ઉ૫સ્થિતિમાં માઁ જગદંબાની મહાઆરતી કરી પ્રોગ્રામને ખુલ્લો મુકવામાં આવશે.

આ આયોજનમાં બાળકો અને બહેનો માટે દાંડીયા રાસનું પારીવારીક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદી જુદી વય જુથના ગ્રુપમાં સ્પર્ધા રાખવામાં આવી છે.

જેમાં ગ્રુપ-૧ માં પ થી ૧૦ વર્ષના મેમ્બર બાળકો ગ્રુપ-ર માં ૧૧ થી ૧૬ વર્ષના મેમ્બર બાળકો તથા ગ્રુપ-૩ માં પ થી ૧પ વર્ષ ગેસ્ટ બાળકો ગ્રુપ-૪ માં ૧૭ થી ૩પ વર્ષની ઉમરના મેમ્બર બહેનો તેમજ ગ્રુપ-પમાં ૩૬ થી પ૦ વર્ષના મેમ્બર બહેનો તથા ગ્રુપ-૬ માં પ૧ થી ઉપરની ઉમરના મેમ્બર બહેનો ભાગ લઇ શકશે. તેમજ ગ્રુપ-૭ માં ૧૭ થી ૪૦ વર્ષની ઉમરના ગેસ્ટ બહેનો તથા ગ્રુપ-૮ માં ૪૧ વર્ષથી ઉપરની ઉમરના કોઇપણ ગેસ્ટ બહેનો ભાગ લઇ શકશે.

આ સંસ્થાનું મુખ્ય આકર્ષણ બહેનોને ત પાસની સાથે લાણી આપવામાં આવે છે.

આમ પ વર્ષથી ૭૦ વર્ષ સુધીના તમામ ખેલૈયાઓ રીતે કલાત્મક પરિધાન વસ્ત્રોમાં તેઓની કલા-સંસ્કૃતિને નિ:શુલ્ક બાલભવનના નરભેરામ ગ્રાઉન્ડમાં રાસોત્સવને માણી શકશે. જેમાં વિજેતાઓને મહીલા મીલન કલબ દ્વારા આકર્ષક ગીફટ પુરસ્કાર આપી નવાજવામાં આવશે.

જેમાં બેસ્ટ પરફોર્મન્સમાં બાળકોને પ્રિન્સ-પ્રિન્સેસ બિરુદ તથા બેસ્ટ વેલડ્રે પ્રિન્સ-પ્રિન્સેસ બિરુદ અપાશે. તેમજ દરેક ગ્રુપમાં બહેનોને પણ પ્રિન્સેસ બનાવી ઉ૫સ્થિત પોલીસ કમિશ્નર દાતાઓ હોદેદારો અને સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે ખેલૈયાને ઇનામો અર્પણ કરવામાં આવશે.

આ રાસોત્સવના પાસ તથા લાણીનું વિતરણ લોહાણા મહાજન વાડી કાલાવડ રોડ તા. ૨૨,૨૩ /૯ ને શનિવાર-રવિવારના રોજ સાંજ ના  ૪.૩૦ થી ૬.૩૦ વાગ્યા સુધી કરવામાં આવશે. તો તમામ બાળકો તથા સભ્ય બહેનો તેમજ ગેસ્ટ બહેનોએ પોતાના પાસ લોહાણા મહાજન વાડી કાલાવાડ રોડ ખાતેથી હોદેદારો પાસેથી તથા રીટોબન જોબનપુત્રા, કોટકના નિવાસ સ્થાનેથી તથા સંસ્થાના હોદેદારઓ કારોબારી સભ્યો પાસેથી મેળવી શકશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે મહીલા મિલન કલબના પ્રમુખ રીટાબેન કોટક, ઉપપ્રમુખ રંજનબેન પોપટ, મંતી ભાવનાબેન શિંગાળા, જયોતિબેન ગણાત્રા, લતાબેન રાયચુરા, જયોત્સનાબેન માણેક વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ મહીલા મીલન કલબના પ્રમુખ રીટાબેન કોટકની યાદીમાં જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.