Abtak Media Google News

રાજકોટ ભાવનગર હાઇવે પર આજી ડેમ ખાતે આવેલ આદિપાર્શ્ર્વ જિનાલયે પર્વાધિરાન પર્યુષણની સુંદર આરાધના શાસન સમ્રાટથી નેમિ સુરીશ્ર્વરજી સમુદાયના પૂ. અતુલ્યશાશ્રી, સાધુ ત્રિદશયશશ્રીજી, વ્રતયશાશ્રીજી, અમરયશાશ્રીજી આદિ ૪ ઠાણાની નિશ્રામાં થઇ રહેલ છે. તા. રર ના મંગળવારે આદિશ્ર્વરદાદાની લાખેણી આંગી રચાઇ છે. અને મહાવીર જન્મ વાંચન ચૌદ સ્વપ્ન દર્શનની બોલી સુંદર રીતે કરવામાં આવી હતી. જેમાં કિશોરભાઇ દોશી, મુકેશભાઇ અજાણી, સુજીતભાઇ ઉદાણી, કિશોરભાઇ ગજેરા, હરેશભાઇ મીઠાણી, દીલીપભાઇ રવાણી, પ્રતિમાબેન શાહ, શીતલબેન નંદાણી, અલ્પેશભાઇ શાહ, વિપુલભાઇ અમશેડા, હાર્દિકભાઇ શાહ, અજયભાઇ શાહ, કમલેશભાઇ દોશી, સુરેશભાઇ બદાણી, કેતનાબેન, માલાબેન વોરા, મુકેશભાઇ મીઠાણીએ બોલીનો લાભ લીધો હતો. સ્વપ્ન દર્શન બાદ સંઘ સ્વામી વાત્સલ્યનો લાભ રિદાર્થ સિઘ્ધાર્થ મીઠાણીના જન્મ નીમીતે રીટાબેન મીઠાણીએ લીધો હતો.આ વિશે અતુલ્યશાશ્રીજીએ જણાવતા કહ્યું હતું કે આદિપાર્શ્ર્વ પ્રસાદમાં પર્યુષણ પર્વ નીમીતે ત્રિશલામાતાના ૧૪ સ્વપ્નો ની બોલી આજ રોજ આ જિનાલય ખાતે કરવામાં આવી રહી છે જેનો હાલ લોકો લાભ લઇ રહ્યા છે. અને પરમાત્માની ભવ્ય આંગી પણ રચવામાં આવી છે. આંગી વિશે વધુમાં જણાવતાં તેમણે કહ્યુ હતું કે આજે હિરાની લાબેણી આંગી રચવામાં આવી છે. જેના દશન લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત ત્રીશલામાતાના ૧૪ સ્વપ્નોની બોલીના મહત્વ વિશે પુછતાં તેમણે જણાવ્યું હતું કે ત્રિશલામાતાને ૧૪ સ્વપ્ન આવેલા કે જયારે મહાવીર ભગવાનનું ચ્યવન ત્રિશલામાતાના કુલમા થતું હતું તે દરમીયાન માતાએ ૧૪ સ્વપ્ન જોયા હતા તે સ્વપ્નોના દર્શન માટેનું મહત્વ અનેરું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.