Abtak Media Google News

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ફેમિલી ફાર્મર અભિયાનને મળ્યો બહોળો પ્રતિસાદ

ઓર્ગેનિક ચીજ-વસ્તુઓનું ચલણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે ત્યારે લોકોને ઘણી વખત એવી પણ શંકા ઉદભવિત થાય છે કે, શું ખરાઅર્થમાં ઓર્ગેનિક ચીજ-વસ્તુઓ મળી શકે કે કેમ ? અને જો ઓર્ગેનિક ચીજ-વસ્તુઓ મળે પણ છે તો શું તેની હોમ ડિલીવરી શકય છે ખરા ત્યારે આ પ્રશ્ર્ન પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.

સુરતનાં લોકો કે જેણે ઓર્ગેનિક શાકભાજીઓ, ખાંડ સહિત કોઈ ચીજ-વસ્તુઓ મેળવવી હોય તો તે ચીજવસ્તુઓનાં તેમનાં ઘરનાં આંગણે જ એટલે કે હોમ ડિલીવરી સ્વરૂપે મળી રહેશે.

માત્ર ઓર્ગેનિક ખાનાર લોકોએ તેમની જરૂરીયાત મુજબનો ઓર્ડર વેબસાઈટ ઉપર મુકવાનો રહેશે.

અનેક નામી-અનામી સંસ્થા દ્વારા સુરત સ્થિત સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટને આવકારવામાં આવી રહ્યાં છે.

કારણકે તેમનાં દ્વારા જે ફેમિલી ફાર્મર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેનાથી છેવાડાનાં માનવીને પણ ઓર્ગેનિક ફુડનો લાભ મળી રહેશે. ફેમિલી ફાર્મર અભિયાનને ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી તથા ૨૫ રાજયોનાં પ્રતિનિધિઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા અને ઓર્ગેનિક ખાદ્ય સામગ્રીનાં વપરાશ માટે તેઓએ એક સ્વર કાઢયો હતો.

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં ચેરમેન મથુરભાઈ સવાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તેમનો લક્ષ્યાંક છે કે, ઓર્ગેનિક ખેતપદાર્થો, શાકભાજી, ફ્રુટ જેવી ચીજ-વસ્તુઓ સુરતવાસીઓનાં ઘર સુધી પહોંચાડવામાં આવે જે કોઈ ગામડાઓમાં ખેડુતો ઓર્ગેનિક ફાર્મીંગ કરી રહ્યા છે તેઓ પાસેથી તેમની ચીજ-વસ્તુઓ ખરીદવામાં આવશે અને તે ફેમિલી ફાર્મર અભિયાન અંતર્ગત સુરતનાં રહેવાસીઓનાં ઘર સુધી પહોંચાડાશે.

જે કોઈ ખેડુતો ઓર્ગેનિક ફાર્મીંગ તરફ આગળ વધી રહ્યા છે તેઓનાં પદાર્થોને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે કે જે ફેમિલી ફાર્મર અભિયાનનાં પણ ભાગીદાર બન્યા છે. જો ખેડુત એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા તપાસમાં પાસ થશે તો જ તેમનું નામ ફેમિલી ફાર્મર અભિયાનમાં નોંધાશે અને ત્યારબાદ જ તેઓ ઓર્ગેનિક ચીજ-વસ્તુઓનું આદાન-પ્રદાન કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.