રાજમાર્ગો પરથી એસટીડી-પીસીઓની કેબીનો ત્રણ દિવસમાં દૂર કરવા આદેશ

૨૧ કેબીન ધારકોને નોટિસ ફટકારતું કોર્પોરેશન

શહેરના જાહેર રોડ તથા અન્ય જાહેર સ્થળોએ આવેલ ગેરકાયદેસર એસટીડી-પીસીઓની કેબિનો ટ્રાફિકને નડતરૂપ થતી હોય તેમજ કેટલાક સ્થળોએ ન્યુસન્સ થતુ હોય, આવી ૨૧ જેટલી ગેરકાયદેસર કેબિનો દુર કરવા કમિશનર દ્વારા આદેશ આપવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ કેબિન હોલ્ડર્સને દિન-૩માં આ પ્રકારની કેબિનો દુર કરવા નોટીસ પાઠવવામાં આવી છે. ત્રણ દિવસમાં કેબિન હોલ્ડર્સ દ્વારા કેબિનો જાતે દુર નહી કરવામાં આવે તો  મહાપાલિકા દ્વારા તેઓના ખર્ચે અને જોખમે  કેબિનો દુર કરવામાં આવશે.