Abtak Media Google News

ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી બોર્ડ દ્વારા આયોજીત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૦ ની પરીક્ષા તા.૨૪-૦૮-૨૦૨૦ ના રોજ યોજાનાર છે.  આ પરિક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા કે.એમ. જાનીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ગુજકેટ ૨૦૨૦ની પરીક્ષાનાક કેન્દ્રો આદર્શ ઇગ્લીશ મિડીયમ સ્કુલ, દા.સુ ગર્લ્સ હાઇસ્કુલ, એસ.એન.ડી.ટી. હાઇસ્કુલ, તેમજ સેન્ટ કર્વે હાઇસ્કુલ રામના ખંભાળીયા જેવા કેન્દ્રોની આજુબાજુ ૧૦૦ મીટર હદ વિસ્તારમાં તા.૨૪-૦૮-૨૦૨૦ ના રોજ સવારના ૯-૦૦ થી બપોરના ૧૬-૩૦ કલાક સુધી કોપીયર મશીનો દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્યવસાય કરતા ધર્ંધાીઓને કોપીયર મશીનો બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રમાં કોઇએ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઇલ ફોન કે અન્ય કોઇ કોમ્યુનિકેશનના ઇલેકટ્રોનિકસ સાધનો/ ઉપકરણો સો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવેલ છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.