Abtak Media Google News

દેશમાં બેંકોના હજારો કરોડો હજમ કરી જનાર નિરવ મોદી અને વિજય માલ્યા જેવા દગાબાજ ફરીથી ઉભા ન થય તે નિશ્ર્ચિત કરવા નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને રૂ.૫૦ કરોડી વધુના બાકીદારોના પાસપોર્ટની વિગતો ૪૫ દિવસમાં એકઠી કરવા આદેશ આપ્યો છે.

જે બાકીદાર પાસે પાસપોર્ટ નહીં હોય તેણે પાસપોર્ટ ન હોવાનું ડિકલેરેશન આપવું પડશે. જે બાકીદારોના ફોર્મમાં પાસપોર્ટની વિગતો નહીં હોય તેની પાસેી વિગતો મેળવવામાં આવશે. બેંકોને ધુંબા મારી દેશ છોડી ભાગી જતા કૌભાંડીઓને ભારતમાં જ રોકી રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૪૫ દિવસમાં ૫૦ કરોડી વધુના બાકીદારોની પાસપોર્ટની વિગતો એકઠી કરી લેવાશે. ત્યારબાદ લાગતી વળગતી સંસને તે આપી દેવાશે જેી ભારત છોડી ઉડી જતા કૌભાંડીઓને પકડી શકાય.

પંજાબ નેશનલ બેંકના ૧૨૭૦૦ કરોડના ગફલાી દેશ હચમચી ગયો છે. ત્યારબાદ સફાળી જાગેલી સરકારે એકાએક નિયમો કડક કર્યા છે.ડિફોલ્ટરો ઉપર તૂટી પડવા નવા કાયદા ઘડવામાં આવ્યા છે. તાજેતરમાં જ ઈકોનોમીક ઓફેન્ડરો માટે નવું બીલ પારીત કરવામાં આવ્યું છે.પંજાબ નેશનલ બેંકના કૌભાંડ પાછળનો મુખ્ય ભેજાબાજ ઝડપાયો

પંજાબ નેશનલ બેંકના ૧૨૭૦૦ કરોડના ગફલામાં કીત મુખ્ય ભેજાબાજ વિપુલ ચાટાલીયાની સીબીઆઈએ ધરપકડ કરી છે. આ વ્યક્તિ ગીતાંજલી ગ્રુપ ઓફ કંપનીનો વાઈસ પ્રેસીડેન્ટ છે. કેસના કુલ ૧૯ પૈકીનો આ મહત્વનો આરોપી માનવામાં આવે છે. સીબીઆઈએ અત્યાર સુધીમાં કુલ ૨ અલગ અલગ એફઆઈઆર દાખલ કરી છે. પ્રમમાં નિવર મોદી અને તેની પત્ની અમી તેમજ ભાઈ નિશાત અને મામા મેહુલ ચોકસીનું નામ છે. જયારે બીજી એફઆઈઆરમાં મેહુલ ચોકસી અને ગીતાંજલી જેમ્સના અન્ય શખ્સોનું નામ છે. વિપુલ ચાટાલીયા આરોપીઓ સો વિદેશ નાશી છૂટયો હતો. અલબત તેની મુંબઈ એરપોર્ટ પરી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.