વીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ

ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીએ વીમાધારકને અકસ્માતમાં પુરૂ વળતર ન ચુકવતા દાદ માંગી’તી

રાજકોટના રહેવાસી મનસુખભાઇ એચ. દેવડાએ પોતાની અને ફેમીલીના સભ્યો માટે ઘી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં.લી. પાસેથી આશરે ૨૦૧૧થી ૨૦૧૯ સુધી સતત (ક્ધટીન્યુ) મેડીકલેમ ઇન્સ્યુરન્સ પોલીસી લીધેલી હતી. મેડીકલ ઇન્સયોરન્સ પોલીસી સમય દરમિયાન તેઓનુ એકસીડન્ટ થતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધેલી હતી જે બદલ તેઓને અંદાજીત રૂ.૮૧ હજારનો ખર્ચ થયેલો હતો અને આ રકમ પરત મેળવવા માટે તેઓએ ઇન્સયોરન્સ કંપનીમાં કલેઇમાં દાખલ કરેલો હતો પરંતુ સદરહું કંપનીએ રૂ.૩૪,૧૫૪ ક્ધડીસન્સના બહાનાઓ બતાવી રકમ કાપી લીધેલી હતી. જે બદલ તેઓએ કંપનીને લીગલ નોટીસ પણ પાઠછેલી હતી. પરંતું કંપની દ્વારા કલેઇમ મુજબની રકમ ન મળતા તેઓએ રાજકોટ જીલ્લા ગ્રાહક તરકમર નિવારણ ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી તેમાં ઘી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં.લી. સમક્ષ ખોટી રીતે કાપેલ ઇન્સ્યોરન્સની રકમ રૂ.૩૪, ૧૫૪, ૧૮% ચડત વ્યાજ, દુ:ખ ત્રાસ વળતર રૂ.૧૫,૦૦૦ અને કાનૂની ખર્ચ રૂ.૨૦,૦૦૦ વસુલવા દાદ માંગી હતી. ફરીયાદ નિવારણ ફોરમમાં ચાલતા ઘી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં.લી.એ ખોટી રીતે અને પોલીસીની ટમ્સ એન્ડ ક્ધડીસન્સની વિરૂધ્ધ જઇ ગ્રાહકને પોલીસી ડર બતાવીને ઇન્સયોરન્સ કલેઇમની રકમ ખોટી રીતે કપાત કરેલી છે તેવુ રેકર્ડ પર આવ્યુ હતું આ કેસમાં એડવોકેટ ઘવલ દેવડાની રજૂઆત, પુરાવા અને દલીલો ધ્યાને લઇને ફોરમના પ્રમુખ એમ.વી. ગોહિલ અને સભ્ય એ.પી. જોશીએ ગ્રાહકની ફરીયાદ મંજુર કરીને ઘી ઓરીઅંટલ ઇન્સયોરન્સ કં.લી.ને. રૂ.૨૬,૨૮૦ ફરીયાદ દાખલ થયાની તારીખથી વાર્ષીક ૭ ટકાના ચડત વ્યાજે અને અરજીખર્ચ અને માનસીક દુ:ખત્રાસના રૂ.૧૫૦૦ દિવસ ૩૦માં ચુકવી આપવા હુકમ કર્યો છે.

Loading...