Abtak Media Google News

ઇતિહાસની સૌથી મોટી ભરતી, હવે કર્મચારીઓ ઉપર કામનું ભારણ ઘટશે : એજીવીકેએસની રજૂઆતો સફળ નીવડી,  કર્મચારીના નવા સેટ અપ મુજબ વધારાની ૯૦૦ જગ્યા ઉભી કરાઈ

આગામી દિવસોમાં જુનિયર ક્લાર્કની પણ એક હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરાશે

પીજીવીસીએલ દ્વારા ઇતિહાસની સૌથી મોટી ભરતી કરવામાં આવી છે. જેમાં  ૧૧૬૩ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટને ઓર્ડર આપવામાં આવ્યા છે.આ ભરતીમાં કર્મચારીના નવા સેટ મુજબ વધારાની ૯૦૦ જગ્યા પણ ભરવામાં આવી છે. હજુ પણ આગામી દિવસોમાં જુનિયર ક્લાર્કની પણ એક હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવનાર છે.

પીજીવીસીએલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટના ઓછા સેટઅપ અને તેમાં પણ ખાલી જગ્યા હોવાના કારણે કર્મચારીઓ ઉપર કામનું ભારણ રહેતું હતું. જે મામલે એજીવીકેએસે કર્મચારીઓનું સેટ અપ વધારવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જેના પરિણામે પીજીવીસીએલમાં ૯૦૦ વધારાની નવી જગ્યા સહિત ૧૧૬૩ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવી છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની સફળ રજુઆતનું પરિણામ આજે આવેલ છે. પીજીવીસીએલના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં ટેક્નિકલ સ્ટાફની ભરતી શક્ય બનેલ છે અને આજે ૧૧૬૨ જેટલા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

૧૧૬૨ જેટલા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીના ઓર્ડર આજે કરવામાં આવેલ છે જેના થી અસહ્ય કાર્યબોજમાં ફરજ બજાવતા પીજીવીસીએલના ટેક્નિકલ સ્ટાફને મોટી રાહત મળશે. અને બીજાના  ઘરમાં ઉજાસ પાથરવાના કાર્યમાં વધુ સક્રિયતા આવશે. વધુમાં આગામી દિવસોમાં હજુ જુનિયર ક્લાર્કની પણ ૧ હજારથી વધુની ભરતી આવનાર છે. આ ભરતીથી પણ કર્મચારીઓના કામનું ભારણ મહદ અંશે ઘટશે અને કર્મચારીઓ ગુણવતા યુક્ત સેવા આપવા માટે સક્ષમ બનશે.

તમામ ટેક્નિકલ કર્મચારીઓના હિત માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સતત કાર્ય કરે છે તેની સૌથી મોટી સાબિતી આજે આપેલ છે.

જીએસઓ ૪ મુજબ ખૂટતો સ્ટાફરજુઆત મુજબ મંજુર કરવા માટે  સરકારશ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, સંઘના પ્રમુખ ભરતભાઇ પંડ્યા, કાર્યકારી પ્રમુખ વાસણભાઇ આહીર,  જીયુવીએનએલના એમ.ડી.શાહમીના હુસેન મેડમ જનરલ મેનજર મુન્શી,  પીજીવીસીએલના પૂર્વ એમ. ડી. સંદીપકુમાર,હાલના એમ. ડી. શ્વેતા ટીઓટીયા, જનરલ મેનેજર એ.આર. કટારા અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદ્દેદારો બળદેવભાઈ એસ. પટેલ, મહેશ એલ. દેશાણી અને વિજયસિંહ રાણાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.