Abtak Media Google News

સરપંચ અને વેપારી આગેવાનોએ કરેલી રજૂઆતથી બદલીનો હુકમ મોકુફ રહ્યો

શેરબાગ ગડુ ખાતે ચાર માસ પહેલાં જ નિમણુંક આપેલા મહિલા પીએસઆઇ દ્વારા કાયદો અને વ્યવસ્થા અંગે સુંદર કામગીરી કરી હોવા છતાં ટૂંકા સમયમાં જ બદલી થતા નારાજ બનેલા સરપંચ સહિતના રાજકીય આગેવાન અને વેપારી આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને કરાયેલી રજૂઆત બાદ બદલીનો ઓડ૪ર રદ કરાયો છે.

શેરબાગ ગડુ ખાતે પી.એસ.આઇ. તરીકે ચાર માસ પહેલાં જ ચાર્જ સંભાળી પી.એસ.આઇ. અલ્પાબેન ડોડીયાએ દા‚ની બદી સામે શખ્ત કાર્યવાહી કરી ગડુની દિવની બનેલી છાપ ભૂસી નાખી છે. બુટલેગરો સામે કડક કાર્યવાહીની જેમ જુગારના અડ્ડા બંધ કરાવી ટ્રાફિકની સુંદર વ્યવસ્થા કરાવતા રાજકીય આગેવાન, વેપારી અગ્રણીઓ અને ગ્રામજનોમાં લોકપ્રિય બનેલા પી.એસ.આઇ. એ.પી.ડોડીયાની બદલી થતાં સરપંચ બાબુભાઇ ગ્રામ પંચાયતના સભ્ય રાજેશભાઇ પરમારની આગેવાની હેઠળ વેપારી અગ્રણીઓએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા જૂનાગઢ પોલીસ વડા સૌરભસિંધ નિષ્ઠાપૂર્વક, ખંત અને ઉત્સાહ સાથે ફરજ બજાવતા પી.એસ.આઇ. એ.પી.ડોડીયાની બદલનો હુકમ રદ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.