Abtak Media Google News

વોર્ડ ઓફિસ ખાતે છાશ, પાણી અને મંડપની વ્યવસ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશ

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ૨ દિવસ સુધી હિટવેવની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૪૮ કલાક સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં તાપમાનનો પારો ૪૩ ી ૪૫ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ હિટવેવનો ભોગ ન બને તે માટે વોર્ડ ઓફિસ ખાસે છાશ, પાણી અને મંડપની વ્યવસ કરવા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે, આગામી ૨ દિવસ રાજકોટમાં હિટવેવની સંભાવના જણાય રહી છે. જેમાં તાપમાનનો પારો ૪૩ ી ૪૫ ડિગ્રી સુધી પહોંચે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે જેના કારણે ૪૮ કલાક સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉનાળાની સીઝનમાં અલગ અલગ ત્રણ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં યલો એલર્ટમાં મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચતો હોય છે. જયારે ઓરેન્જ એલર્ટમાં મહત્તમ તાપમાનનો પારો ૪૩ ી ૪૫ ડિગ્રી સુધી અને રેડ એલર્ટમાં તાપમાન ૪૫ ડિગ્રીને પાર તું હોય છે.

સામાન્ય રીતે ગુજરાતમાં એપ્રિલ માસના અંતમાં અને મે માસમાં કાળઝાળ ગરમી પડતી હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાના આરંભી જ સૂર્ય નારાયણ કાળઝાળ બની ગયા છે.

ગઈકાલે રાજયના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આગામી બે દિવસ સુધી હિટવેવની આગાહી વચ્ચે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બપોરના સમયે જ‚રી કામ વિના ઘરની બહાર ન નીકળવા પણ શહેરીજનોને તાકીદ કરવામાં આવી છે.

હાલ મહાપાલિકામાં વેરામાં વ્યાજમાફી અને વેરા વળતર યોજના ચાલી રહી હોય કરદાતાઓનો ધસારો વધુ પ્રમાણમાં રહે છે.

આવામાં કોઈ વ્યક્તિ હિટવેવનો ભોગ ન બને તે માટે આજી જ વોર્ડ ઓફિસ અને સિવિક સેન્ટર ખાતે છાશ, પાણી અને પર્યાપ્ત માત્રામાં મંડપની વ્યવસ કરવા મ્યુનિ.કમિશનર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.