કોપોરેશનની હદમાં ભળતા જ પાણી, ગટર, રોડ રસ્તાની સુવિધા ઝડપથી મળતી થઇ જવાનો આશાવાદ

રાજકોટ શહેરમાં ભળેલા ગામડાઓ શહેર જેવી સુવિધાઓ ઝંખે છે

હાલ રાજકોટ ખાતે કુલ ૨૮૭ એમ.એલ.ડી.ના ૬ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત: આવનારા સમયમાં વધુ ફિલ્ટર પ્લાન્ટ ઉભા કરાઇ તેવી શકયતા: જો સુવિધા મળતી હોઇ તો કો.પોે.ને ટેક્સ ભરવામાં કોઇ વાંધો નથી

રાજકોટ શહેર દિન પ્રતિદિન વિકાસની તરફ કરણફાળ ભરી રહ્યું છે. રાજકોટમાં વર્ષ ૨૦૧૫માં વાવડી કોઠારીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ થોડા સમય પહેલા રાજકોટની કુદ આજુબાજુના ચાર ગામો ઘંટેશ્ર્વર, મુંજકા, મોટામવા, માધાપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના કદનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ચારેય ગામ રાજકોટ મહાનગરપાલિકામાં ભળતા હવે ગામનો વિકાસ સાધવાની જવાબાદરી મનપા છે. ચારેય ગામની અબતકની ટીમ દ્વારા મુલાકાત લેતા માધાપર, ઘંટેશ્ર્વર, મોટામવા ગામમાં પિવાના પાણીનો પ્રશ્ર્ન મુખ્ય છે. માધાપર ગામમાં પિવાના પાણી માટે  ઘરે ઘરે લાઇનો છે. પરંતુ શુધ્ધ ચોખ્ખું પાણી આવતું નથી. ઓછા ફોર્સ અને અશુધ્ધ પાણી આવવાની રાહ ઉઠી છે. ગામમાં પાયાની બિજ જરૂરીયાતો જેમ કે રોડ રસ્તા, સ્ટ્રીટલાઇટ, તુગર્ત ગટર સહિતની વ્યવસ્થાતો ઉપલબ્ધ છે. અબતક ટીમ દ્વારા ચારેય ગામની મુલાકાત લઇ પરિસ્થિતતીનો તાગ મેળવ્યો હતો.

નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૪ નવા ગામો માટે અત્યંત ઉપયોગી સાબીત થશે: ઉદીત અગ્રવાલ

હાલ રાજકોટમાં કુલ ૬ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે. જે શહેરનાં અનેક વિસ્તારોને પાણી પુરુ પાડવામાં મદદરૂપ સાબીત થઇ છે. વષોથી રાજકોટ પાણીની અછતનાં પ્રશ્ર્ને ઘણુ સહન કરવુ પડયુ છે. પરંતુ સૌની યોજનાને અમલી બનાવવા રાજકોટ માટે પાણી પ્રશ્ર્ન હવે સ્પનુ બની ગયુ છે. બીજી તરફ હવે જે ગામડાઓ કોર્પોરેશનમાં ભળ્યા છે, ત્યારે તેને પીવાના પાણીનું સુવિધા, મેટર રોડ, એલઇડી લાઇટ સહિતની સુવિધાઓ આપવામાં આવશે, જે અંગે તમામ આયોજન પણ કરવામાં આવ્યું છે. માત્ર ગામોનાં રહેવાસીઓએ કોર્પોરેશન તંત્રને સહકાર આપવો જરૂરી છે, અને જો લોકો પોતાની રીતે જ જયારે સ્વછતા જાળવશે. તો કોર્પોેરેશનની કામગીરીમાં પણ ઘટાડો થશે. બીજી તરફ લોકો કોર્પોરેશન ટેકક્ષ સમયાંતરે ભળતા થઇ તો રાજકોટ શહેર મોડેલ શહેર તરીકે વિકસીત થઇ શકશે. હાલ કોર્પોરેશન આજી અને ન્યારી ખાતે ૧૫૦ એમએલડીનાં બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટેની પ્રાથમીક મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આગામી ૩ વર્ષમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ભડેલા ગામોને પણ પાણીની સુવિધાએ પહોંચાડાશે. હાલ બેડી ખાતેથી પાણી જે ઉલેચવામાં આવે છે. તેનો ખર્ચ વધુ હોવાથી કોર્પોરેશન દ્વારા નવા પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છ.. અંતમાં તેઓએ જણાવ્યુ હતું કે, હાલ એ કહેવુ મુશ્કેલ છે કે કયા વિસ્તારો લાભાંષીત થશે, પરંતુ શહેરમાં અનેક વિસ્તારોને તેનો લાભ મળવા પાત્ર રહેશે.

કોર્પોરેશનમાં ભળેલા માધાપર ગામ પાણી પ્રશ્ન મુખ્ય ગામવાસીઓ

અબતક સાથેની વાતચીત દરમિયાન માધાપર ગામની મહિલાઓ એ જણાવ્યું હતું કે અમારું ગામ રાજકોટ શહેર માં તો ભળી ગયું છે. પરંતુ અમારા પ્રશ્નો યથાવત જ છે . ગામ માં રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઈટ પાણીના પ્રશ્નો છે.જેમાં પાણી નો પ્રશ્ન સૌથી વધુ જટિલ છે. પાણી ભરવા માંટે ગામ માં ચાર થી પાંચ લાઇન છે. જે મારફતે અમને પાણી ની લાઇન પર બેડા લઈ પાણી ભરવા જવું પડે છે.તેમાં પણ પાણી આવે તો આવે ઘણી વખત તો ચાર દિવસે પાંચ દિવસ એ પાણી આવે છે. અને આવે તો આખો દિવસ પાણી આવે છે.  અમારું ગામ રાજકોટ માં ભળ્યું છે. અમારા માટે મહત્વ ની બાબત કહેવાય પરંતુ સુવિધા ઓ મળતી નથી કચરો લેવા માટે ટીપરવાન આવતી નથી કચરો ગામ માં આવેલ હોકળા પાસે ઠલવાય છે. હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે. નથી ગામ માં કોઈ વાળવા આવતું કે નથી કોઈ ધ્યાન આપતુ. પાણી આવે તો પણ પીવા જેવું આવતું નથી અમને ઘરે ઘરે પાણી ની લાઇન નાખવા માં આવે તો અમારો પ્રશ્ન હલ થઈ જાય અમે વેરો તો ભરતા જ હતા પરંતુ મનપા માં ભળ્યા બાદ વધુ જો પાણી નો વેરો આવે તો પણ અમે ભરવા તૈયાર છીએ પરંતુ પાયાની તો સુવિધા મળે તેવી આમારી રજુઆત છે. અને અમને રાજકોટ માં માધાપર ભળ્યું છે. તો આશા છે કે રાજકોટ મારફત અમારા ગામ નો વિકાસ થશે.

ઘંટેશ્વરમાં રોડ-રસ્તા અને પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ કરાઇ તો વિકાસ પૂર ઝડપે થશે: પૂર્વ સરપંચ રધુવિરસિંહ જાડેજા

અબતક સાથેની વાતચીત દરમિયાન ઘંટેશ્વર ગામનાપૂર્વ સરપંચ રઘુવીરસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે અમારુ ગામ માં ઘણા વર્ષો થી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમ કે પાકા રોડ રસ્તા ભૂગર્ભ ગટરની વ્યવસ્થા સ્ટ્રીટ લાઈટ ની વ્યવસ્થા ઘરે ઘરે નળ માટે અમે ૨૦૦૩ માં રૂડા પાસે રજુઆત કરી હતી અને રૂડા દ્વારા અમને પાણીની લાઈનો નાખી આપી હતી. અને દરરોજ પાણી પૂરું પાડવા માં આવે છે.  ગામ માં સફાઈ કામગીરી મનપા દ્વારા કરવામાં ની શરૂઆત થઈ ગઈ છે. ગરબેજ કલેક્શન કરવા ટીપરવાન આવવા લાગી છે તેથી ગામ માં રાજકોટ મનપા માં ભળતા સુવિધાઓ વધશે તેવું લાગી રહ્યું છે.અમારા ગામ નો વિસ્તાર વધુ છે. તેથી નાગેશ્વર સોસાયટી સેનિક સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ પાણી ની લાઈનો છેલ્લા ૫ વર્ષ થી નાખવા માં આવી છે. ત્યાં ઉચાણ વાળી જગ્યા એ  થોડોક પાણી નો પ્રશ્ન છે પાણી ન આવવું ઓછું આવવું સહિત ના અને મુખ્ય પ્રશ્ન રોડ રસ્તા નો છે. હજુ તે પ્રશ્ન તેમ ને તેમ છે હવે ઘંટેશ્વર રાજકોટ માં ભળી ગયું છે તો અમને વિશ્વાસ છે કે રોડ રસ્તા નું કામકાજ શરૂ થઈ જશે. અને અમારા ગામનો વિકાસ થશે.

પાણીની લાઇન હોવા છતાં સમયસર વિતરણનો અભાવ: ગ્રામવાસી ઇતિરાજસિંહ જાડેજા

અબતક સાથેની વતચીત દરમિયાન ઘંટેશ્વર ગામ( નાગેશ્વર ) માં રહેતા ઇતિરાજસિંહ જાડેજા સહિત ના ગામ લોકો એ જણાવ્યું હતું કે રાજકોટ માં ૪ ગામ ભળ્યા છે તેમા અમારું ગામ ઘંટેશ્વર નો પણ સમાવેશ થયો તે અમારા માટે મહત્વ ની બાબત કહેવાય. અમારે ત્યાં પાણી ની લાઈનો તો છે ઘરે ઘરે નળ તો છે પરંતુ પાણી પૂરતું અને ચોખ્ખું પાણી આવતું નથી અને રોડ રસ્તા ની વાતો તો થાય છે પરંતુ હજી સુધી તેની કાર્યવાહી થઈ નથી. અમને રાજકોટ માં ગામ ભળ્યું છે ઘણી અપેક્ષા ઓ છે. કે રોડ રસ્તા અને પાણી ની વ્યવસ્થા સારી મળે. સ્ટ્રીટ લાઈટ ની વ્યવસ્થા તો છે. બસ બીજી પાયા ની સુવિધાઓ વધે અને પાણી નો પ્રશ્ન હલ થાયતે ખૂબ જ જરૂરી છે. પહેલા ૨  દિવસે ૩ દિવસે પાણી આવતું તે પણ ઓછું અને ખરાબ પીવા લાયક નહતું હવે પાણી નો પ્રશ્ન હલ થાય તેવી માંગ છે.

પાણી પ્રશ્નને સુલજાવી ગામનો વિકાસ થાય તેવો ગ્રામજનોનો આશાવાદ

ઘંટેશ્વર ગામ ની મહિલા ઓ એ અબતક સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે ગામ માં પાયા ની સુવિધાઓ જેમ કે રોડ રસ્તા ભૂગર્ભ ગટર વ્યવસ્થા ગામ માં પાણી નો ટાંકો સહિત ઘરે ઘરે પાણીની લાઈનો છે. થોડોક પાણી નો પ્રશ્ન છે કારણકે પાણી સમયસર નથી આવતું અને જો આવે તો ડોહળું પાણી આવે છે જો પાણી નો પ્રશ્ન હલ થઈ જાય અને અમને સમયસર પાણી મળી રહે તેવી આશા છે. અમારું ગામ રાજકોટમાં ભળ્યું તેનાથી ગામનો વીકાસ થશે એવું અમને લાગે છે. અમને ખબર કે રાજકોટમાં પાણીની સમસ્યા હતી પરંતુ નર્મદાના પાણી આવવાથી પાણી પ્રશ્ર્ન હલ થયો હવે અમારા ગામનો પાણી પ્રશ્ર્ન હલ થાય તો સારુ.

કોર્પોરેશને મુંજકા ગામમાં સાફ-સફાઇને લઇ વધુ ધ્યાન કેન્દ્રીય કરવાની જરૂરત: ગ્રામવાસીઓ

અબતક સાથે ની વાતચીત દરમિયાન મુંજકા ગામ ના રહેવાસી ઓ એ જણાવ્યું હતું કે અમારું ગામ રાજકોટ માં ભળ્યું એ તે માટે સરકાર નો આભાર માનીએ છીએ કારણકે અમને હવે  શહેર ને મળતી તમામ સુવિધા ઓ ધીમે ધીમે મળશે. ગામમાં ઘણા વખત થી પ્રાથમિક સુવિધાઓ જેમ કે લાઈટ પાણી  ભુગર્ભ ગટર સ્ટ્રીટ લાઈટ પાકા સિમેન્ટ ના રોડ રસ્તા ગામ માં શાળા સહિત ની તમામ સુવિધાઓ તો ઉપલબ્ધ છે. રાજકોટ માં અમારું મુંજકા ભળ્યા બાદ મનપા દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ગામ રાજકોટ માં ભળતા જ કચરો લેવા માંટે ટીપરવાન ની સુવિધા શરૂ થઈ ગઈ છે. પરંતુ સાફ સફાઈ કરવા આવતા નથી તેથી થોડિક કચરા ની સમસ્યા છે. પાણી તો પૂરતું આવે છે. અને ગામ ને હવે વિકાસ થશે તેવી આશા છે.

મોટામોવા ગામમાં પીવાના પાણીનો અભાવ: ગ્રામવાસીઓ

અબતક સાથે ની વાતચીત દરમિયાન મોટા મોવા ગામના રહેવાસીઓ એ જણાવ્યું હતું કે ગામ માં ઘણા સમય થી રોડ રસ્તા ગટર ની વ્યવસ્થા તોછે. પીવા ના પાણી માટે લાઈનતો છે પરંતુ પૂરતું પાણી મળતું નથી ૨ દિવસે એક વાર આવે આવે તો પણ થોડુંક અને ડોળું પાણી આવે છે ઘણી વખત રજુઆત કરી છે પરંતુ કોઈ હલ નહિ આવ્યો રાજકોટ માં ભળ્યું છે તો આમને આશા છે કે પાણી નો જે મુખ્ય પ્રશ્ન છે તે હલ થશે અમે વેરો ભરવા ત્યાર છીએ પરંતુ યોગ્ય સુવિધાઓ અમને મળે તો.. ગામ માં ટ્રાન્સપોર્ટસન ની સુવિધાઓ નથી એક સીટી બસ આવે છે પરંતુ તેનો કોઈ સમય નથી હોતો અમારું ગામ રાજકોટ માં ભળ્યું છે તો ગામ નો વિકાસ થશે અને તેની અસર સારી થશે. પાણીએ દરેક માટે જવદોરી છે. પરંતુ જો પાણીજ સારું શુધ્ધ ન આવતું હોય તો કેવી રીતે પાણી પીવું. જો પીવાના પાણીની સમસ્યાનો હલ થાય તે ખૂબ જ જરૂરી.

Loading...