Abtak Media Google News

ભારત સરકારના નાણામંત્રીએ બજેટ રજુ કરતી વખતે સંસદ સમક્ષ જાહેરાત કરી છે કે એલ.આઇ.સી.નું શેર બજારમાં લીસ્ટીંગ કરવામાં આવશે અને સરકાર પોતાની માલીકીનો એક હિસ્સો પબ્લીક ઓયર દ્વારા વેચે દેશે, સરકારના આ નિર્ણયના સામે એલ.આઇ.સી. કર્મચારીઓના રાષ્ટ્રીયસ્તરના સંગઠન ઓલ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસીએશન તથા બીજા સંગઠનોએ ભારે વિરોધ વ્યકત કર્યો છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં કાલે મંગળવારે બપોરના એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા એક કલાકની પ્રતિક કલાકની પ્રતિક હડતાલનું કર્મચારી સંગઠનો દ્વારા એલાન આપવામાં આવ્યું છે.

ઓલ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસો. સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરે છે. હાલમાં ભારત સરકાર એલ.આઇ.સી. માં ૧૦૦ ટકા માલીકી હકક ધરાવે છે. એલ.આઇ.સી. ના વિમા ધારકોની ધરેલું બચત દેશના વિકાસ અર્થે મુડીનું સર્જન કરી રહી છે. અને એ મુડીનો ઉપયોગ દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. એલ.આઇ.સી.નું માતબર પ્રદાન પંચ વર્ષીય યોજનાઓ, સામાજીક ક્ષેત્રોમાં ૮૦ ટકા સુધીનું મુડી રોકાણ, જે પાછલા ૬૮ વર્ષોથી અવિરત ચાલુ રહેલ છે. એને સરકારના આ પગલાથી મોટાો ફટકો પડે તેમ છે.

આજે એલ.આઇ.સી. દેશના જી.ડી.પી. ગ્રોથ કરતા ઘણીવધુ ઝડપતી વિકાસ કરી રહીછે. ચાલુ નાણાકીય વર્ષમાં વિતેલા છ મહીનામાં તો એલ.આઇ.સી. એ અસાધારણ ધંધાકીય  વિકાસનો વૃઘ્ધિ દર નોંધાવ્યો છે. જીવન વિમા ઉઘોગમાં ૭૩ ટકા ના બજાર હિસ્સા સાથે આજે એલ.આઇ.સી. પોતાના ખાનગી પ્રતિસ્પર્ધીઓની તુલનામાં મોખરાનું સ્થાન જાળવી રાખીને ખુબ જ આગળ નીકળી ચૂકી છે. એલ.આઇ.સી.નો નાણા ચુકવણીનો દર સમગ્ર વિશ્ર્વમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એવા સમયે કે જયારે ભારત સરકાર કરવેરાની ઘટતી જતી આવકના કારણે નાણા ભીડનો અનુભવ કરી રહી છે. ત્યારે એલ.આઇ.સી. માં સરકારના એક હિસ્સાને ખાનગી હાથોમાં વેંચી મારવાનું પગલું દેશના વિકાસ અર્થે પ્રાયોજીત સ્રોતોને ખાનગી કોર્પોરેટ ક્ષેત્રના લાભ તરફ વાળી દેવાનું વિઘાતક પગલું સાબીત થાશે. એલ.આઇ.સી. એ તાજેતરમાં જ સરકારને એના ૧૦૦ કરોડના મુડી રોકાણના બદલામાં છેલ્લાએક વર્ષનું ૨૬૧૧ કરોડનું ડીવીડન્ડ ચુકવ્યું છે.

દેશના અર્થતંત્રમાં રાષ્ટ્ર નિર્માતાનો રોલ નિભાવતી એલ.આઇ.સી. જેવી સંસ્થાને શેરબજારમાં લીસ્ટીંગ કરવાના ભાજપ સરકારની પગલાની વિરુઘ્ધમાં તા. ૩ ફેબ્રુઆરીએ સોમવારે બપોરના રીસેશ દરમ્યાન દશેભરની એલ.આઇ.સી. ની તમામ શાખાઓમાં સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને તા. ૪ ફેબ્રુઆરી મંગળવારે રીસેશ પહેલા એક કલાકની પ્રતિક હડતાલ કરવામાં આવશે તેમાં એલ.આઇ.સી. ના વર્ગ-૧, વર્ગ-ર અને વર્ગ-૩ ના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.