Abtak Media Google News

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટણીની રણનીતિ અંગે થશે મહત્વપૂર્ણ ચર્ચા

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપ અને વિરોધ પક્ષો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તેમાં પણ ચૂંટણીની તારીખો અને સમગ્ર માળખુ જાહેરથઈ જતા હવે ઉમેદવાર બાબતે ચર્ચા-વિચારણાઓ શરૂ થઈ છે. ભાજપે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી માટે ત્રણ સભ્યોની એક કમીટી બનાવી છે તો બીજી તરફ આજે વિરોધ પક્ષો દ્વારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.

વિરોધ પક્ષોના ૧૦ સભ્યોનું જૂ આજે મળવાનું છે જેમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને કઈ રીતે ચૂંટણીમાં ભાજપને પછાડવું તે બાબતની રણનીતિ પણ ઘડાશે. સોનિયા ગાંધીની આગેવાનીમાં વિપક્ષો રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એકઠાથયા છે. જેમાં મતોના તોડજોડનો મુદ્દો પણ સમાવી લેવામાં આવશે. વિપક્ષોનો આ ગઠબંધન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ચર્ચા-વિચારણા બાદ નામ જાહેર કરશે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે, ભાજપની જાહેરાત બાદ વિપક્ષ ઉમેદવાર અંગે વધુ સ્પષ્ટતા કરશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની આ બેઠકમાં એનસીપીના પ્રફુલ પટેલ, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, બહુજન સમાજ પાર્ટીના સતીષચંદ્ર મિશ્રા, ટીએમસીના ડેરેક ઓબ્રાયન, ડીએમકેના રાજયસભાના સભ્ય આર.એસ.ભારતી વગેરે જોડાવાના છે.

એક તરફ વિપક્ષ રાષ્ટ્રપતિ પદ બાબતે દોડધામ કરી રહ્યું છે. તો બીજી તરફ સત્તાપક્ષ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ બાબતે ખૂબ ગોપનીયતા જાળવી રહ્યો છે. ત્યારે આજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયથાય તેવી પુરેપુરી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ પદ માટે ૧૭મી જુલાઈના રોજ મતદાન વાનું છે અને ૨૦ જુલાઈના મત ગણતરી થશે. ત્યારે હવે ચૂંટણી આડે દિવસો ખુબ ઓછા હોવાથી  તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.