Abtak Media Google News

સરકાર અમરેલીને કોરોના ટેસ્ટીંગ લેબ આપવામાં ઓરમાયું વર્તન કરતી હોવાના આક્ષેપ

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલી સિવિલ ખાતે પ્રતિક ઉપવાસ પર બેસ્યા હતા. કોરોના ટેસ્ટ લેબ મામલે પરેશ ધાનાણીએ હોસ્પિટલ બહાર જ ધરણા કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ધરણા પર બેસે તે પહેલા જ સિટી પોલીસે તેઓની અટકાયત કરી હતી.

અમરેલીમાં કોરોના લેબની માંગ મામલે ગઈકાલે રવિવારથી વિપક્ષ નેતાઓએ ધરણા કરશે તેવી જાહેરાત કરી હતી. કોરોનાના કહેરમાં સુરતથી અમરેલી તરફ ધસારો વધ્યો છે. પરેશ ધાનાણીએ આ મામલે કહ્યું હતું કે, પહેલા સુરતથી પેસેન્જર આવતા હતા, હવે પેશન્ટ આવે છે. એક અઠવાડિયામાં અમરેલીની હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી છલકાઈ જશે. સરકાર અમરેલીને કોરોના ટેસ્ટીંગ લેબ આપવામાં ઓરમાયું વર્તન કરી રહી છે. બે દિવસમાં કોરોના લેબ નહીં મળે તો આ ધરણા ચાલુ રહેશે.રાજુલા- સાવરકુંડલાની હોસ્પિટલને અપગ્રેડ કરવા વિપક્ષના નેતાએ સરકાર પાસે માંગ કરી છે.

Img 20200712 Wa0007

અમરેલી જિલ્લાને અન્યાય થઇ રહ્યો હોવાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકીય ગણાવ્યા હતા. લેબોરેટરી ચાલુ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી જરૂરી હોવા છતાં હજુ સુધી અમરેલીની હોસ્પિટલ લેબોરેટરીને કોરોના ટેસ્ટિંગ માટેની મંજુરી માટેની અરજી પણ કરી નથી. ધારી વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી હોવાના કારણે રાજકીય લાભ ખાંટવા માટે પરેશ ધાણાની આ મુદ્દો ઉપાડ્યો હોવાની વાત પણ નાયબ મુખ્યમંત્રીએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.