Abtak Media Google News

કુલ જગ્યાને બદલે વિષયના આધાર પર પ્રાઘ્યાપકોની ભરતીનો નિર્ણય લેવાતો રોષ: ૩૦ દિવસમાં નિર્ણય નહિ આવે તો રાજયની યુનિવર્સિટીમાં ઉગ્ર આંદોલન

યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા દેશભરની યુનિવર્સિટી કોલેજોમાંથી પ્રાઘ્યાપકોની ભરતીમાં અનામત પ્રથા નાબુદ કરવાની પેરવી કરવામાં આવતા અનામત હેઠળ આવતા વિઘાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિઘાર્થી વિકાસ સંઘ દ્વારા આજરોજ કાર્યકારી કુલપતિને આવેદન આપી વિઘાર્થીઓની રજુઆત વડાપ્રધાન સુધી પહોચાડવાની માંગણી કરવામાં આવી હતી.યુજીસી દ્વારા અઘ્યાપકોની ભરતી કુલ જગ્યાના બદલે વિષય મુજક કરવાનો નિર્ણય લઇ અનામત પ્રથા નાબુદ કરવાને લઇ કારસો રચાયો હોવાનું અનામત હેઠળ આવતા વિઘાર્થી વિકાસ સંગઠનો માની રહ્યા છે. જેને લઇ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિઘાર્થી વિકાસ સંઘ દ્વારા નારાઓ લગાવીને કુલપતિ ડો. કમલ ડોડીયાને આવેેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Gujrat News | Rajkot
gujrat news | rajkot

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી જગ્યાના આધાર અનામત આપી પ્રાઘ્યાપકોની ભરતી કરવી તેવો નિર્ણય સુપ્રીમ કોર્ટે લીધો હતો. જેમાં ૨૦૦ જગ્યાની ભરતી થવાની હોય તો ચોથી જગ્યા ઓબીસી માટે, સાતમી જગ્યા એસ.ટી. માટે, ૧પમી જગ્યા સેડયુલ કાસ્ટ માટે અને ૩૩મી જગ્યા દિવ્યાંગ માટે અનામત રહેતી હતી જો કે ગત પ માર્ચના યુજીસી એ અલ્હાાદ કોર્ટમાં ચુકાદાનો હવાલો આપી વિષય કેડરના આધારે અઘ્યાપકોની ભરતી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. યુજીસીના આ પરિપત્રને લઇને ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે વિઘાર્થી વિકાસ સંઘના પ્રમુખના જણાવ્યા અનુસાર યુજીસીનો પરિપત્ર તાત્કાલીક ધોરણે રદ કરવ માંગણી કરવામાં આવી છે. જો આવું નહીં થાય તો ૩૦ દિવસમાં રાજયભરની યુનિવસીટીઓમાં એસ.સી. એસ.ટી.  અને ઓ.બી.સી. વિઘાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.