Abtak Media Google News

હાલમાજ ગુજરાતની અનેક તાલુકા પંચાયતમા અઢી વષઁના શાસનકાળ બાદ ફરી નવા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી થઇ હતી ત્યારે મોટા ભાગની તાલુકા પંચાયતમા ભાજપે પોતાનો કબ્જો જમાવી કોગ્રેસને ધોબી પછાડ આપી હતી જ્યારે ધ્રાગધ્રા-હળવદ વિધાનસભામા પણ કઇક આવુ જ બન્યુ હતુ જ્યા હળવદ તાલુકા પંચાયતમા કોગ્રેસ પાસેથી ભારતીય જનતા પાટીઁએ સત્તા આચકી લઇ કોગ્રેસને ભો ભેગી કરી નાખી હતી ત્યારે ધ્રાગધ્રા તાલુકા પંચાયતમા કોગ્રેસે પોતાનુ શાસન યથાવત રાખ્યુ હતુ જોકે અહિ પણ બાજી પલટવામા કઇ વધુ સમય લાગે તેમ ન હતો પરંતુ સ્વ: પરાક્રમસિંહ ઝાલાના પુત્ર કુળદીપસિંહ ઝાલા દ્વારા કોગ્રેસને તાલુકા પંચાયતની સત્તા યથાવત રખાવવા પાછળ મોટુ યોગદાન હતુ. ત્યારે એકાદ મહિના પહેલા કોગ્રેસના હાથે માંડ-માંડ બચેલી ધ્રાગધ્રા તાલુકા પંચાયતમા વિરોધ્ધનો વંટોળ પેદા થયો છે.

જેમા પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી બાદ ગત દિવસોમા ન્યાય સમિતીના ચેરમેનની વરણી થવાની મીટીંગ તાલુકા પંચાયતના ટીડીઓ સમક્ષ યોજી હતી જેમા લીલાબેન ભામત દ્વારા ચેરમેનની દરખાસ્ત મુકી હતી જે બાબતે સભ્ય મોતીભાઇ છાશીયા ચાલુ મિટીંગ દરમિયાન બોલાચાલી થતા ટીડીઓ દ્વારા મીટીંગ બરખાસ્ત કરાઇ હતી પરંતુ બાદમા બરખાસ્ત થયેલી મીટીંગને પાછળથી યોજી ન્યાય સમિતીના ચેરમેન તરીકે શારદાબેન રાઠોડની વરણી કરતા સભ્ય મોતીલાલ છાશીયા દ્વારા વિરોધ્ધ કરતા ટીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને લેખીતમા મીટીંગ રદ કયાઁ બાદ પોતાની ગેરહાજરીમા ન્યાય સિમીતાના ચેરમેનની વરણી થવાની લેખીત રજુવાત કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.