સેમસંગ ગેલેક્સી M30, M20 અને M10 પર 10,000 રુપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદવાની તક

118
opportunity-to-buy-at-less-than-rs-10,000-on-samsung-galaxy-m30,-m20-and-m10
opportunity-to-buy-at-less-than-rs-10,000-on-samsung-galaxy-m30,-m20-and-m10

જો તમને પણ સેમસંગની એમ સીરીઝના ફોન પસંદ છે, તો સેમસંગે તમારા માટે એમેઝોન પર ગેલેક્સી એમ સીરીઝ સેલનું આયોજન કર્યું છે. આ સેલમાં સેમસંગના એમ-સીરીઝના ત્રણ ફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમા ગેલેક્સી એમ 30, ગેલેક્સી એમ 20 અને ગેલેક્સી એમ 10 પર છૂટ મળી રહી છે. આ સેલમાં ડિસ્કાઉન્ટ અને એક્સ્ચેન્જ ઑફર સાથે પણ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ.

ગેલેક્સી એમ 30 વિશે સૌ પ્રથમ વાત કરીએ તો આ ફોન 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ ડિસ્કાઉન્ટ ગેલેક્સી એમ 30 ના બંને પ્રકારો પર મળી રહ્યું છે. આ સેલ હેઠળ ગેલેક્સી એમ 30 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 13,990 અને 128 જીબી સ્ટોરેજ સાથે 16,909 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઉપરાંત આ બન્ને ફોનમાં નો કોસ્ટ ઇએમઆઈ પણ ઉપલબ્ધ છે અને બંને વેરિએન્ટ્સ સાથે 7800 રુપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે.

ગેલેક્સી એમ 20 ફોનમાં 3 જીબી રેમ અને 32 જીબીને ભારતમાં 10,990 રુપિયામાં લોન્ચ કર્યો હતોપરંતુ હવે તેને 9990 રૂપિયા માટે ખરીદી શકાય છે. આ ફોનના બંને વેરિયન્ટ્સ પર 1000 રુપિયાનુ ડિસ્કાઉન્ટ અને 7,800 સુધી એક્સ્ચેન્જની ઓફર છે.

ગેલેક્સી એમ 10 એમ સીરીઝમાં આ સૌથી સસ્તો ફોન છે. ગેલેક્સી એમ 10 ભારતમાં 8,990 રૂપિયામાં રજૂ કરાયો હતો.

પરંતુ હવે તેને 7,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઉપરાંત બીજી બાજુ જિયો તરફથી ડબલ ડેટા ઑફર્સ પણ મળી રહી છે. વોડાફોન તરફથી 3,750 સુધી કેશબેક મળી રહ્યું છે.

Loading...