સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર વિકાસની તક

એસવીયુએમ-૨૦૨૦ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ

૧૪મી સુધી ચાલનાર વેપાર મેળામાં અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ઉમટી પડશે: પ્રથમ દિવસે વેપાર મેળામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

એકમોને સેમ્પલ શોમાં આવેલા પ્રતિનિધિઓના માધ્યમથી વિદેશમાં પહોંચાડવા તક

આગામી ૨૦૨૫ સુધીમાં ૫૦૦૦ વિદેશી ડેલીગેટસો મહેમાન બને તેવો લક્ષ્યાંક: પરાગ તેજુરા

સૌરાષ્ટ્ર વેપાર-ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ ફેરમાં ૧૭ દેશોએ લીધો ભાગ

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ઈન્ટરનેશનલ ટ્રેડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના કુલ ૧૭ દેશોમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા લોકો ઉપસ્થિત રહ્યાં હતા કે જે આગામી પાંચ દિવસ સુધી રાજકોટ તા સૌરાષ્ટ્રની નામાંકીત ઈન્ડસ્ટ્રીમાં વિઝીટ કરી રાજકોટ અને સૌરાષ્ટ્રની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રીત કરશે અને તેમને જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓ માટે માહિતી પણ મેળવશે. કાર્યક્રમમાં ચિફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેનાર દિપક વોરા, ઉજાગરસિંગ, નિયોમી વિલીયમ્સ, પીટર કુક સહિત ખુબ મોટી સંખ્યામાં વિદેશી લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને આ આયોજનને સફળ પણ ગણાવ્યું હતું.

એસવીયુએમના પ્રેસીડેન્સ પરાગભાઈ તેજુરાએ તેમના વ્યાખ્યાનમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આ એસવીયુએમનું સાતમું એડિશન છે અને મુખ્ય મુદ્દો વિશ્વની કોમ્યુનિટીને રાજકોટ સુધી લઈ આવી આ કાર્યક્રમ કરવાનો ૨૦૧૫માં જ્યારે નક્કી થયું ત્યારે ખૂબજ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને પાંચ ડેલીગેટ્સ જ આવ્યા હતા. પરંતુ હાલ એસવીયુએમ નેટવર્ક ૫૦ દેશો સુધી સ્પાયેલ છે અને ૧૫૦૦ જેટલા વેપારીઓ રાજકોટ અને સૌરાષ્ટ્ર સો જોડાયેલા છે. પ્રથમ વખત ઈરાનના પ્રતિનિધિત્વ મંડળ પણ રાજકોટના આંગણે એસવીયુએમમાં ઉપસ્થિત રહ્યું હતું. આ અંગે પરાગભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈરાન રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી ખુબ મોટો વ્યવહાર કરવા માંગે છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, હાલ ૧૭ દેશો એસવીયુએમમાં ભાગ લઈ ર્હયાં છે પરંતુ આગામી ૨૦૨૫ સુધીમાં ૫૦૦૦ વિદેશી લોકો સૌરાષ્ટ્ર અને રાજકોટ ખાતે બાયલેટરલ ટ્રેડમાં જોડાશે. એસવીયુએમ દ્વારા જે ટ્રેડ શોનું આયોજન કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ છે કે, સનિક લોકોને વિદેશ સુધી પહોંચાડવા જે માટે વિદેશી આવતા પ્રતિનિધિ મંડળ ખુબ સહકાર આપી રહ્યાં છે.

આ તકે ઉપસ્થિત રહેનાર યુનાઈટેડ કિગ્ડમના હાઈકમિશનર પીટર કુકે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે રાજકોટમાં આવ્યા તો તેમનો આનંદનો પાર રહ્યો ન હતો. તેમનું માનવું છે કે, રાજકોટમાં જે ઉદ્યોગ સાહસિકતા જોવા મળી રહી છે તે અન્યની સરખામણીમાં તદન અલગ છે અને ખુબ મજબૂતાઈભરી છે. તેઓએ જણાવ્યું કે, બ્રિટીશ હાઈ કમિશન નિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. આંકડાકીય માહિતી મુજબ તેઓએ જણાવ્યું કે, ઓકસ્ફર્ડ યુનિવર્સિટીના સર્વે મુજબ વિશ્વમાં સાતમું સૌથી વધુ વિકસીત શહેર હોય તો તે રાજકોટ છે. આનાથી તે વાતની સ્પષ્ટતા થાય છે કે, રાજકોટમાં ઉદ્યોગપતિઓ ખુબજ સાહસી છે અને તેઓ તેમના ઉદ્યોગને વિકસીત કરવા તમામ પ્રકારનું જોખમ પણ ઉઠાવે છે. રાજકોટની કંપનીઓ વૈશ્વિકસ્તર પર જવા માટે અત્યંત કર્મશીલ છે. ગુજરાત અને વિદેશમાં સૌરાષ્ટ્ર  અને રાજકોટના વેપારીઓ વેપાર કરે તે માટે અનેકવિધ પ્રકારના બિઝનેશ ડેવલોપમેન્ટ માટેના પ્રોજેકટો હાથ ધરવામાં આવે છે. જેનો લાભ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. વિદેશી દેશો ભારતમાં અને સવિશેષ ગુજરાતમાંથી એગ્રીક્લચર સહિત ટેકનોલોજીનો ઉપયોગ કરતા નજરે પડે છે કે જે આગામી દિવસોમાં વિકાસના દ્વાર ખોલશે.

એસવીયુએમ વ્યાપારને વિકસીત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ભારત અને ઝાંબીયા વચ્ચેના જે વ્યાપારિક સંબંધો છે તે મજબૂત એસવીયુએમ મારફતે થયું છે. ઝાંબીયામાં એજ્યુકેશન, હેલ્થ અને ટ્રેડ ક્ષેત્રને વધુ વિકસીત કરવા માટે ભારતની મદદ ખૂબ જ સારી રીતે મળી રહી છે ત્યારે રાજકોટ ખાતે આયોજીત ઇન્ટરનેશનલ ટ્રેડ શો ભારત અને ઝાંબીયા વચ્ચે એક મજબૂત સંબંધ સ્થાપિત કરશે અને ભારતને પણ તેનો ફાયદો મળશે.

દેશના આર્થિક વિકાસ માટે એમએસએમઈ ક્ષેત્ર અત્યંત મહત્વપૂર્ણ: એમ્બેસેડર ડો. દિપક વોરા

સ્પેશ્યલ એડવાઈઝર ટુ ધ પ્રાઈમ મીનીસ્ટર લીસોટો, ગ્યુએના-બીસાવ, સાઉ સુદાન સ્પેશ્યલ એડવાઈઝર લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલોપમેન્ટ કાઉન્સીલ લેહ એન્ડ કારગીલ

‘અબતક’ સાથેની વિશેષ મુલાકાતમાં લીસોટો, યુએના બીસાવ તથા દક્ષિણ સુદાનના સ્પેશ્યલ એડવાઈઝર ટુ પ્રાઈમ મીનીસ્ટરની પદવી ભોગવનાર ડો.દિપક વોરાએ ‘અબતક’ની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, એમએસએમઈ ક્ષેત્ર દેશના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. સમગ્ર વિશ્વ ઉપર રોબોટોએ પોતાનું સામ્રાજય સાબીત કર્યું છે. જેમાં સિંહ ફાળો મનુષ્યનો છે. કહેવામાં આવે છે કે, દરેક ક્ષેત્રમાં રોબોટ મુખ્ય કાર્ય કરે છે પરંતુ એકમાત્ર એમએસએમઈ અને એસએમઈ એકમાત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં રોબોટનો પગપેશારો કોઈ દિવસ નહીં ઈ શકે. જેી ભારત દેશે તેના આર્થિક વિકાસ માટે એમએસએમઈને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. આ તકે માહિતી આપતા તેણે જણાવ્યું હતું કે, ભારતનો લીટરેસી રેસીયો ૮૫ ટકાનો છે અને આગામી દિવસોમાં ભારત દેશ જે ગરીબીની સમસ્યાી પીડાય છે તેમાંથી તેને પુર્ણ: મુક્તિ મળશે. કોઈપણ દેશને મજબૂત હવા માટે ૩ મુદ્દાઓ અત્યંત જરૂરી છે જેમાં પ્રથમ શિક્ષણ, અર્થ વ્યવસ્થા અને મહિલા ઉતન જો ત્રણ ક્ષેત્રમાં કોઈ એક દેશ પોતાની યોગ્યતા પુરવાર કરે તો દેશનો વિકાસ પુરઝડપે ઈ શકે છે. ભારતભરમાં ૬૫ મીલીયન એસએમઈ અને એમએસએમઈ  ક્ષેત્ર કાર્યરત છે. જ્યારે વિશ્વસ્તર પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો ૬૫૦ મીલીયન એમએસએમઈ યુનિટો રહેલા છે. એમએસએમઈ ક્ષેત્રને વધુ વિકસીત કરવા માટે નવા વિચારોની જરૂરીયાત ખુબ વધુ પ્રમાણમાં રહેલી છે. ત્યારે ભારત દેશ અને તેમાં વસતા ઉદ્યોગપતિઓએ મુખ્યત્વે સેલ્ફ રિલાયન્સ, સેલ્ફ કોન્ફીડન્સ અને સેલ્ફ ડિસ્ટીંગ્ટ રહેવું અત્યંત જરૂરી છે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, ભારતમાં એફડીઆઈનો ભાગ અત્યંત મહત્વપૂર્ણ છે અને વડાપ્રધાન દ્વારા જે ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન જોવામાં આવ્યું છે તે પુર્ણ: શક્ય બનશે.

ભાષાની સાથે સાથે લોકોની માનસિકતા પણ જાણવી અત્યંત જરૂરી: રિટાયર્ડ આઇએએસ ઉજાગરસિંહ

રિટાયર્ડ આઈએસ અધિકારી એવા ઉજાગરસિંહે ‘અબતક’ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિ કોઈ એક મકસદી મળતું હોય છે પરંતુ તેનો અભ્યાસ અને તેની ઓળખ લોકો દ્વારા યોગ્યતાપૂર્વક કરવામાં આવતી ન હોવાી ઘણી ખરી તકલીફોનો સામનો તેમના દ્વારા કરવામાં આવે છે. વૈશ્વિક સ્તર પર જ્યારે લોકો બે દેશો વચ્ચે વ્યાપારીક સંબંધ કેળવે છે. ત્યારે ઘણી ખરી વખત ભાષાની તકલીફો જોવા મળતી હોય છે. પરંતુ ભાષાની સાથો સાથ લોકોની માનસીકતાને પણ ઓળખવી અને તેની પારખવી અત્યંત જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોઈ વ્યક્તિને ઓળખવા તેમની ભાષા ઓળખવી જરૂરી નથી. ત્યારે જે રીતે ભારત દેશ વિભિન્નતા ભર્યો દેશ છે તેમાં કોઈપણ દેશ વ્યાપાર સંબંધે આવતા હોય તો તેઓને ઘણી ખરી સહાયતા પણ મળતી રહે છે. ત્યારે એસવીયુએમ ઈન્ટરનેશનલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને દેશના વિકાસમાં સિંહ ફાળો ભજવશે.

Loading...