Abtak Media Google News

અલગ-અલગ ૮ સ્થળોએ ગેરકાયદે ખડકાયેલા ઓટલા અને છાપરાના દબાણો હટાવાયા

Operation-Otla-Crack-On-Racecourse-Ring-Road-And-Palace-Road
operation-otla-crack-on-racecourse-ring-road-and-palace-road

કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા આજે શહેરનાં વોર્ડ નં.૨ અને ૭માં રેસકોર્સ રીંગ રોડ તથા પેલેસ રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માર્જીન પાર્કિંગની જગ્યામાં ૧૦ સ્થળોએ ગેરકાયદે ખડકાયેલા ઓટલા, છાપરા અને બેનર સહિતનાં દબાણો દુર કરવામાં આવ્યા હતા.

Operation-Otla-Crack-On-Racecourse-Ring-Road-And-Palace-Road
operation-otla-crack-on-racecourse-ring-road-and-palace-road

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં રેસકોર્સ રીંગ રોડ પર નાથ કોમ્પ્લેક્ષ, કેવેન્ટર્સ, શિવશકિત ટી સ્ટોલ, આદર્શ સોસાયટી કોર્નર, રૂદ્ર પ્રયાગ, જય બજરંગ હોટલ, રેસકોર્સ પ્લાઝા, યુનિયન બેંક અને પંચમુખી પાણીપુરી જયારે પેલેસ રોડ પર વર્તમાનગર-૨માં માર્જીનની જગ્યામાં ખડકાયેલી આદર્શ, લાકડાની ગ્રીલ, ચાની કેબિન, ચાનો થડો, રોડ પરનું સાઈનબોર્ડ પડતર સામાન, ઓટાનું બાંધકામ તથા છાપરા સહિતનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. દબાણ હટાવ વિભાગ દ્વારા રૂા.૧૬,૩૦૦ જયારે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા રૂા.૨૮૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.