Abtak Media Google News

સુજલામ-સુફલામ યોજનાની સમીક્ષાને લઈ બે દિવસ અગાઉ આર.ઓ. બેઠક બોલાવી લેવાઈ.

દર માસે ત્રીજા બુધવારે મળતી રેવન્યુ ઓફિસરોની બેઠક ચાલુ માસે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ બે દિવસ અગાઉ બોલાવી છે. આ બેઠકની સાથે-સાથે સુજલામ-સુફલામ અભિયાનનો પણ રીવ્યુ કરવામાં આવશે.

જાણવા મળતી વિગતો મુજબ જિલ્લામાં રેવન્યુ ઓફિસરોની કામગીરીની સમીક્ષા માટે દર માસના ત્રીજા બુધવારે આર.ઓ મીટીંગ બોલાવવામાં આવે છે. જેમાં જિલ્લા કલેકટર દ્વારા કામગીરીનો રીવ્યુ કરવામાં આવે છે પરંતુ રાજય સરકારના સુજલામ-સુફલામ અભિયાનની સમીક્ષા માટે સોમવારે તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હોય જિલ્લા કલેકટર દ્વારા અઠવાડીયામાં બે-બે વાર અધિકારીઓને હેડ કવાર્ટરનો ધકકો ન થાય તે માટે સોમવારે જ સુજલામ-સુફલામ બેઠકની સાથે સાથે આર.ઓ. મીટીંગ બોલાવી છે.

વધુમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ અગાઉની પોતાની પ્રથમ આર.ઓ. બેઠકમાં તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને પડતર કામગીરીનો સ્વૈચ્છિક ટાર્ગેટ સોંપયો હોય સોમવારે યોજાનારી આર.ઓ. મીટીંગમાં જિલ્લા કલેકટર દ્વારા તમામ અધિકારીઓ પાસેથી ટાર્ગેટ મુજબની કામગીરી થઈ છે કે કેમ ? તેનો હિસાબ માંગવાથી સાથે સાથે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.