Abtak Media Google News

જૂનાગઢ ખાતે સર્વ પ્રથમ જાહેર અન્નક્ષેત્રનું દબદબાભેર આયોજન કરી સતત સાત દિવસ દરમિયાન ભજન-ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાશે

સોમવારે સતાઘાર જગ્યાના મહંત વિજયબાપુ, આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ તેમજ અનેક સાધુ સંતોના હસ્તે ધર્મધ્વજાનું આરોહણ

આપાગીગાની જગ્યા સત્તાધારઘામ તેમજ આપાગીગાનો ઓટલો-ચોટીલા દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે ગરવા ગીરનારની ગોદમાં મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે જૂનાગઢ ખાતે ૧૮ વરણના લોકોની  શ્રધ્ધા અને આસ્થા સમાન આપાગીગાના ઓટલા દ્વારા સમગ્ર જનતા માટે જાહેર અન્નક્ષેત્રનું આજથી જ શુભારંભ કરવામાં આવેલ છે. જેમાં દરેક સમાજના દરેક લોકોને પ્રસાદ લેવા માટેનું જાહેર જનતાને હદય પૂર્વકનું આમંત્રણ આપવામાં આવે છે. આ વર્ષે પણ સમગ્ર જૂનાગઢમા સર્વ પ્રથમ ભવનાથ ખાતે લાલ સ્વામીની જગ્યા, મહંત હરિગીરીબાપુ, ભગીરથ વાડીની સામે  મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે  જાહેર અન્નક્ષેત્રનું આયોજન  કરવામાં આવેલ છે.

જેમાં સમગ્ર દેશભરમાંથી સાધુસંતો મહંત મહામંડલેશ્ર્વર તેમજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ લોકો અહીંયા આગળ પુણ્યનું ભાથુ બાંધવા માટે આવતા હોય છે. મહાશિવરાત્રીના મેળા દરમ્યાન જયાં ભજન ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્યાં સત્તાધાર આપાગીગાની જગ્યા અને આપાગીગાનો ઓટલો દ્વારા પરમ પૂજય સદગુરૂ જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુના આર્શીવચનથી અઢારે વરણના દરેક સમાજના લોકો માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્નક્ષેત્ર તથા સંતવાણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં આપાગીગાના ઓટલા દ્વારા આ વખતે તા.૧૫-૨-૨૦૨૦ શનિવારથી જ ભોજનરૂપી મહાપ્રસાદની વ્યવસ્થાઓ કરવામાં આવશે, તેમજ તા.૧૭-૨-૨૦૨૦ સોમવારના રોજ  ધર્મધ્વજાનું  દેશભરમાંથી ઉપસ્થિત મહામંડલેશ્ર્વરો  સાધુ, સંતો મહંત અને મહાનુભાવને  હસ્તે કરવામાં આવશે અને અન્નક્ષેત્રનુ શુભ ઉદઘાટન કરવામાં આવશે જેની હાલના તબક્કે જોર શોરમાં  ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત જૂનાગઢ શ્યામધામ મધુરમ ટીંબાવાડી તેમજ જૂનાગઢ શહેર તેમજ જીલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના ગુર્જર ક્ષત્રિય કડીયા રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓની ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.