Abtak Media Google News

ર.૫૦ લાખ ઉપાડી પણ લીધા : બાકીના રૂ.૧.૫૦ કરડો જમીન સંપાદન અધિકારીએ સીઝ કરાવ્યા માસ્ટર માઇન્ડ શારીક પઠાણ અને સુનિલ મકવાણાની ધરપકડ : એક દિવસના રિમાન્ડ પર

રેલવે દ્વારા સંપાદિત કરાયેલી જમીનના મૂુળ માલિકોના નામે બેન્કમાં બોગસ ખાતા ખોલાવીને જમીન સંપાદન કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરનારે વળતર માટે અરજી કરીને  બનાવટી ખાતામાં રૂ.૨ કરોડ જેટલી રકમ જમા કરાવ્યા બાદ રૃ.૫૦ લાખ ઉપાડી લેવાના પ્રકરણમાં માસ્ટર માઇન્ડ અને કલેકટરાલયમાં અગાઉ ડેટા ઓપરેટર રહી ચૂકેલ સહિત બેની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળળ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોડાદરા ખાતે આવેલી જમીન ૨૦૧૩માં રેલવે વિભાગ દ્વારા ટ્રેક બનાવવા માટે સંપાદિત કરી હતી. આ જમીનનું કલેકટરાલયના જમીન સંપાદિત વિભાગમાંથી વળતર મળતું હોવાથી કલેકટરાલયમાં જ ડેટા ઓપરેટર તરીકે કામ કરતા શારીક પઠાણે પરેશ માછી, સુનિલ મકવાણા અને મહેન્દ્વ કહારે એક પ્લાન બનાવ્યો હતો.  આ ચારેયે ભેગા મળીને જેમની જમીન સંપાદિત થતી હતી,તે પિતા-પુત્રના નામે બેન્કમાં બોગસ એકાઉન્ટ ખોલાવ્યું હતું.

અને બીજી બાજુ જમીન સંપાદનની કચેરીમાં વળતર મેળવવા માટે અરજી કરી હતી.જુન-૨૦૧૮માં અરજી મંજુર થતાં પિતા-પુત્રના નામે ખોલાવેલા બેંક એકાઉન્ટમાં વળતર પેટે રૂ.૨ કરોડ જમા થઇ ગયા હતા.જેમાંથી રૂ.૫૦ લાખ ઉપાડી પણ લીધા હતા.

દરમિયાન જમીન સંપાદન અધિકારીને આ બાબતની જાણ થતાં તરત જ બોગસ એકાઉન્ટમાં પડેલા રૂ.૧.૫૦ કરોડ સીઝ કરાવી દીધા હતા. બાદમાં આ ટોળકી વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી.આજે આ કેસમાં માસ્ટર માઇન્ડ શારીક પઠાણ અને સુનિલ મકવાણાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.