Abtak Media Google News

કેતુ સોશ્યલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ અંતર્ગત ઓપન સૌરાષ્ટ્ર ડાન્સ અને એકટીંગ કોમ્પીટીશનનું આયોજન થયેલ છે.

જેનો સુ.નગર શહેરનો સેમી ફાઇનલ રાઉન્ડ તા.પ ના રોજ યોજવામાં આવશે. આ સ્પધા ડાન્સમાં જુનીયર સીનીયર એમ બે વિભાગમાં સોલો, ડયુએટ દઅને ગ્રુપમાં યોજવામાં આવશે જેમાંથી સીલેકટ થયેલ સ્પર્ધકોએ આગામી દિવસોમાં રાજકોટ ખાતે યોજનાર ફાઇનલ રાઉન્ડમાં ચાન્સ આપી વિજેતાને શિલ્ડ સર્ટીફીકેટ અને રોકડ પુરસ્કાર બોમ્બે બોલીવુડમાંથી આવેલ સેલીબ્રીટીના હસ્તે આપી સન્માનીત કરવામાં આવશે.

ઉપરાંત આગળ આ ક્ષેત્રે કામ આપી તેમને શોખની સાથે તેમને મહેનતાણુ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ફાઇનલ રાઉન્ડમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત ટીવી સીરીયલ હર ડાલ પે ઉલ્લુ બેઠા હૈ ના કલાકાર પ્રદિપ સોલંકી, મુંબઇ ગુજરાતી હિન્દી ફિલ્મ કોર્યોગ્રાફર ગુડુ રાણા બરોડા, મરાઠી વગેરે ઉ૫સ્થિત રહી સ્૫ર્ધકોને માર્ગદર્શન આપશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકોએ વહેલાસર તેમના નામ નોંધાવવા માટે હિતેષ ગણાત્રા  મો.  મં.  ૮૧૬૦૦ ૬૯૨૩૨ તથા જાગૃતિબેન ત્રિવેદી આકાશ મોબાઇલ શેરી, મિલન ટોકીઝને સામે નવુ મેટ્રો પાર્લરની સામે રનિજ્ઞવિતા એપાર્ટમેન્ટ એ-૧, પ્રથમ માળ સુ.નગર તેમ પ્રમુખશ્રી

કેતુ સોશ્યલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એક અખબારી યાદીમાં જણાવાયુ છુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.