Abtak Media Google News

અધિકારી, પદાધિકારી અને છાત્રોની વિશાળ ઉપસ્થિતિ: સેલવાસમાં ચાલતા ટ્રેનીંગ સેન્ટર વિશે માહિતી અપાઈ, નવા કોર્ષ શ‚રૂ કરવાની હિમાયત

સેલવાસ ટાઉનહોલમાં યુટી લેવલ સ્કીલ ડેવલોપમેન્ટ મિશન દ્વારા કૌશલ્ય વિકાસને લઈને ઓપન હાઉસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, હોટલ એસોસીએશન, માર્કેટ એસો., ચિવ ઉધોગ વિભાગ, શિક્ષાસચિવ, સચિવ આદિવાસી કલ્યાણ વિભાગ, વહિવટી તંત્ર, જિલ્લા પંચાયત અધ્યક્ષ, નગરપાલિકા અધ્યક્ષ તેમજ વિદ્યાર્થીઓ અને અતિથિ એસ.એસ.યાદવની ઉપસ્થિતિ રહી હતી.

પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના અંગે જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શ‚આત અતિથિઓના સ્વાગત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના નોડલ ઓફિસર, આઈ.ટી.આઈના આચાર્યોએ યોજનાનો પરીચય આપ્યો હતો.

શિક્ષાસચિવ પુજા જૈને કૌશલ્ય વિકાસ યોજના અંગે વિસ્તૃત માહિતીઆપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાદરાનગર હવેલીમાં યોજનાનું પ્રથમ ટ્રેનીંગ સેન્ટર શ‚ થઈ ચુકયું છે જે સેલવાસ ચાર રસ્તા પર કાવેરી સ્વીટસના ઉપરના માળે આવેલ છે. આ સેન્ટર પર રોલ હાઉસ સ્પીકીંગ અટેન્ડેન, ડ્રાફટ મેઈન, મિકેનીકલ, ડેટા એન્ટ્રી ઓપરેટરની ટ્રેનીંગ આપવામાં આવશે.

દાદરાનગર હવેલીમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ સ્કૂલ ડ્રોપઆઉટ તેમજ બેરોજગાર યુવાનોને ટુંકી મુદતની ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ તેઓ તાત્કાલિક નોકરી મેળવી શકશે. કાર્યક્રમમાં ટ્રેનીંગ સેન્ટરમાં ચાલતા ફોર્સ જેવા કે હાઉસ સ્પીકીંગ અટેન્ડેન્ટ, ગ્રીટ ઓફિસર, ડ્રાફટમેન, મિકેનીકલ ડેટા એન્ટ્રી ઓપરેટર, પીટર ફ્રેબ્રિકેશન, વેલ્ડીંગ ટેકનીશ્યન, આઈ.ટી. કોર્ડીનેટર, ટેલર, જેમ અને જેલી કેચપ પ્રોસેસીંગ, ઓટો રીક્ષા ડ્રાઈવરની ઉપસ્થિત સૌએ સરાહના કરી હતી.

આ ઉપરાંત અન્ય કોર્સ ચાલુ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી. ટેકસ ટાઈલ મશીનો ઓપરેટર, ઈન્જેકશન મોલડીંગ મશીન ઓપરેટર, માર્બલ પોલીશ મશીન ઓપરેટર, કન્ટકશન સેકટરના સટરીંગ, શૌર્ય ઉર્જા ક્ષેત્ર, ઈલેકટ્રોનિકલ પીએલસી કાર્ડ રીપેરીંગ સહિતના કોર્ષ શ‚રૂ કરવાની હિમાયત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.