સૌરાષ્ટ્રમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સિમ્સ હોસ્પિટલ દ્વારા ઓપીડીનો પ્રારંભ

રાજકોટમાં બે માસમાં ઓપીડી બાદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટનું સફળ નિદાન સિમ્સ હોસ્પિટલ દ્વારા થશે

ટ્રાન્સપ્લાન્ટ માટે દર  બે માસના અંતરે ઓપીડીની સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યા

ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત ડો. ધીરેન શાહ ડો. આનંદ ખખ્ખર, ડો. મયુર પાટીલ દ્વારા નિદાન  અને માર્ગદર્શન

સૌરાષ્ટ્રમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રાજયની બહાર જવું પડતું હતું. પરંતુ અમદાવાદ ખાતે સાથેની સિમ્સ હોસ્પિટલ દ્વારા રાજકોટ ગીરીરાજ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે દર  બે માસના અંતરે ઓપીડીની સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સિમ્સ હોસ્પિટલની ટલમ દ્વારા રાજકોટમાં જ નિદાન અને પરામર્શ કર્યા બાદ દર્દીઓને અમદાવાદ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં આવશે.

સિમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં ડો. ધીરેન શાહ, લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ડો. આનંદ ખખ્ખર, અને કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડો. મયુર પાટીલ દ્વારા રાજકોટમાં ઓપીડી બાદ જરુરીયાત દર્દીઓને અમદાવાદ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરી આપવામાં આવશે. સિમ્બ હોસ્પિટલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં ૯ સફળ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે.

સાંજે ૩ લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ સફળ રીતે કરવામાં આવ્યું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ટાન્સપ્લાન્ટના દર્દીઓને રાજકોટમાં જ સારવાર માર્ગદર્શન મળી રહે અને જરુરીયાત દર્દીઓને અમદાવાદ ખાતે જ ટ્રાન્સપ્લાન્ટ કરી આપવાના સિમ્સ હોસ્પિટલનો ખાસ ઉદેશ છે.

દરેક ટ્રાન્સપ્લાન્ટ માટે સીમ્સ અન્ડર વન રૂફ વિકલ્પ: ડો. ધીરેન શાહ

અબતક સાથેની વાતચીતમાં સીમ્સ હોસ્પિટલના ડીરેકટર અને હાર્ટપ્લાન્ટ ટ્રાન્સફરના સર્જન ડો. ધીરેન શાહે જણાવ્યું હતું કે સીમ્સ હોસ્પિટલમાં ઓપીડીના પ્રોગ્રામની સફળતા બાદ રાજકોટના અને આસપાસના લોકોને ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રોગ્રામની શરુઆત કરવામાં આવી છે. ગુજરાતભરમાં હ્રદયરોગને લગતા દર્દીઓની સંખ્યાનું પ્રમાણ વધારે છે. સૌરાષ્ટ્ર માટે પાણીના બદલે ખાવામાં તેલનું પ્રમાણ વધુ હોવાથી સૌરાષ્ટ્રમાં હ્રદયરોગના દર્દીઓ જોવા મળે છે. હ્રદયરોગનો ઇલાજ માત્ર દવા પર રાખતા દર્દીઓ લાંબુ જીવી નથી શકતા પરંતુ દવાને બદલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો પરિણામ સારુ મળે છે. સીમ્સ દ્વારા સૌરાષ્ટ્રના લોકોમાં રહેલી ભ્રમણોઓને દુર કરવા માટે જ રાજકોટમાં ઓપીડીની શરુઆત કરવામાં આવી છે.

હાર્ટ, કીડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટના પરિણામો ખુબ સારા હોય છે. હાલ લોકો હોમિયોપેથી પર વધુ મહત્વ આપે છે. પરંતુ હોમિયોપેથી રોગને આગળ વધતા અટકાવશે પરંતુ રોગને નાથી નહિ શકે. લાઇફ સ્ટાઇલ એવી કરવી જોઇએ કે બિમારીઓ થાય જ નહિ, ખોરાક, કસરત, માનસીક તણાવ જેવા પરિબળો લાઇફ સ્ટાઇલ કાબુમાં ન રહિ શકે તે ખાસ ઘ્યાન રાખવું, અને આ સાથે રેગ્યુલર હેલ્થ ચેક અપ કરાવું જોઇએ. યુએસએ ૧૯૩૦ બાદ અવેરનેસ લાવ્યા બાદ હ્રદય બિમારીઓ નાબુદ કરી શકયા જો આ અવેરનેસ લાવી શકીએ તો જરુર આપણે હ્રદયરોગના પ્રમાણને ધટાવી શકીએ.

મેડીકલ ટુરિઝમ વિશે જણાવતા ડો. શાહે કહ્યું હતું કે ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીની જેમ અમદાવાદની કનેકટીવીટી જરુરી છે. જે રૂકે સમયમાં થઇ શકે તેમ છે. હાલ સીમ્સ હોસ્પિટલમાં હર એક ટ્રાન્સપ્લાન્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે. કનેકટીવીટી દ્વારા જ મેડીકલ ટુરિઝમ  કેળવી શકાય. અત્યાર સુધી નવ સફળ હાર્ટ પ્લાન્ટ કર્યા.

તમામ સુવિધાઓ સૌરાષ્ટ્રભરના લોકોને મળી રહે તે માટે જ રાજકોટ ગીરીરાજ હોસ્પિટલ ખાતે દર બે મહિને ઓપીડીનું આયોજન કરવામાં આવશે.

કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે લોકોમાં અવેરનેસ જરૂરી: ડો. મયુર પાટીલ

અબતક સાથેની વાતચીતમાં સીમ્સ હોસ્પિટલના ફીઝીશીયન ડો. મયુર પાટીલે જણાવ્યું હતું કે, હાલના સમયમાં કીડનીના રોગ પણ સામાન્ય થતા જાય છે. કીડની ફેઇલ થયા બાદ દર્દીને આજીવન ડાયાલીસીસ કરવું પડે છે. અથવા કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવુ પડે છે. ડાયાબીટીસની બિમારીને કારણે જ કીડની ફેઇબર વધી રહ્યું છે. પથરી અને બ્લડ ડોનેશનના કારણે પણ કીડની ફેઇલ થઇ શકે છે. જેના માટે ડાયાલીસીસ અને ટ્રાન્સપ્લાન્ટ જ વિકલ્પ રહે છે. જેમાં ડાયાલીસીસ  કરતા ટ્રાન્સપ્લાન્ટમાં કીડની આયુષ્ય વધારે હોય છે.રિજકેશનના ડરથી લોકો કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ટાળે છે. ડાયાલીસીસમાં હોસ્પિટલના ધકકા વધી શકે છે. પરંતુ કીડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા તમે તંદુરસ્ત અને નોરમલ જીવન જીવી શકો છોે. લીવીંગ ડોનર અને રિસીવ ડોનર કીડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે. કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે ૪ થી પ લાખનો ખર્ચ થાય છે. ડાયાલીસીસ કંટ્રોલ રાખી તકેદારી કરી શકાય.

રેગ્યુલર તબીબી ચેકઅપ ખુબ જરૂરી: ડો. આનંદ ખખ્ખર

અબતક સાથેની વાતચીતમાં સીમ્સ હોસ્પિટલના પ્રોગ્રામ ડીરેકટર ડો. આનંદ  ખખ્ખરે જણાવ્યું હતું કે, લીવર ટ્રાન્સપ્લાન્ટ બે કારણોથી કરવામાં આવે છે. દારૂના સેવનથી લીવર ટ્રાન્સપ્લાન્ટની જરુર પડે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇપણ ડોનરમાંથી લીવર લઇ શકાય છે. જેનું કારણ માત્ર એ જ છે કે લીવર ફરીથી વિકસીત થઇ શકે છે. લીવર ડોનેશનમાં કોઇપણ મુસીબત વગર કરી શકાય છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ર૦ થી રર લાખનો ખર્ચ થઇ શકે છે.

જેના માટે ઘણી સરકારી અને ખાનગી સહાયો દર્દીઓએ મળી રહે છે.લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ ૯૦ ટકા દર્દીઓ માટે સારી રીતે પોતાની લાઇફ મળી શકે છે. લીવરને લગતા રોગોને નાથવા રેગ્યુલર ચેકઅપ જરુરી છે. સીમ્સ હોસ્પિટલ કવાર્ટરની કેર સાથે ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વનું સેન્ટર છે.

Loading...