જયારે સમજ-સાવધાની વધશે ત્યારે જ આપણે સુરક્ષિત રહી શકીશું: પૂ. નમ્રમુનિ મ.સા.

કોવિડ-૧૯ વિષય પર યુનિસેફ, ડબલ્યુ એચઓ. હેલ્થ મિનિસ્ટર, માઇનો રિટિ મિનિસ્ટર અને ધર્મગુરુઓની વીડિયો કોન્ફરન્સ મળી

જયારે સમજ વધશે, ત્યારે સાવધાની વધશે અને ત્યારે જ આપણે સુરક્ષિત રહી શકીશું તેમ વિડિયો કોન્ફરન્સમાં રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.એ જણાવ્યુ છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઇને ભય અને મૃત્યુનો આતંક ફેલાવી રહેલી મહામારી કોવિડ-૧૯ સામે લડવા તેમજ આ મહામારીનો ખાતમો બોલવવા યુનિસેફ અને ડબલ્યુએસઓ દ્વારા મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપજી, નવાબ માલિકજી અને ધર્મગુરુઓ સાથે ચર્ચા કરવા મીટિંગ આયોજીત કરવામાં આવી હતી.

આ કોન્ફરંસ કોલમાં યુનિસેફના પદાધીકારીઓ ડબલ્યુએચઓના પદાધિકારીઓ અને મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેપ ટોપેજી, માઇનોરીટી મિનિસ્ટર નવાબ માલિકજી, હેલ્થ ડિપોર્ટમેન્ટના પ્રદીપભાઇ વ્યાસ, આઇએચ સુજાતા સૌનીક સાથે ધર્મગુરુઓ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, આચાર્ય આઇએસએે ફાઉન્ડેશનના કલ્પના મનીયાર, કિશ્ર્ચન સંપ્રદાયના બીશપ ડીસિલ્વાજી, બૌધ સંઘના ભંતેજી શાંતિરત્ન, બ્રહ્મકુમારી સંસ્થાથી કમલેશજી બ્રહ્મકુમારી, આર્ટ ઓફ લિવિંગથી દર્શક હથીજી, મુસલમાન સંપ્રદાયના મૌલાના હાફિઝ સયેદ એથર અલીજી, મૌલાના મહોમદ દર્યાબાદિજી, ડોકટર ઝાહીર કાઝીજી, ડોકટર સલીમ ખાનજી અને મૌલાના હાફિઝ મહોમદ નદીમ સિદ્દિકીજી, પોતાના અભિપ્રાયોની રજુઆત કરતાં વિશેષ‚પેજોડાયાહતા.

આ અવસરે, હેલ્થ મિનિસ્ટર રાજેશ ઠોપેજીએ કહ્યું કે, કોરોના જાતિ, ધર્મ, ઉંચ, નીચ, ગરીબ, અમીર, ઉમર કાઇ નથી જોતો અને માટે જો કોઇને કોરોના થાય, તો વ્યક્તિએ ખલીને સરકારને જણાવું જોઇએ, આવી સમજ દરેક ધર્મગુરુઓએ તેમના ભકતોને આપવાનો અનુરોધ કર્યો. યુનિસેફના રાજેશ્ર્વરી ચંદ્રશેકરજીએ સ્કૂલના બાળકો માટે ઘરે બેઠા અભ્યાસ કેવી રીતે કરાવી શકાય, યુવાનોને કરીયરનો નિર્ણય કરવા સુવિધાઓ કેવી રીતે પહોંચાડી શકાય અને ડિસેન્ટર મેનેજમેન્ટ વિષય પર વાત રજૂ કરી ડબસ્યુએચઓના ડોકટર રાહુલ શીમ્પેજીએ ભારતભરમાં કોવિડ ૧૯ના દર્દીઓની કેટલી સંખ્યા થઇ છે તેને ચાર્ટ્સના મધ્યમે જાણ કરાવ્યા બાદ માઇનોરિટી મિનિસ્ટર નવાબ મલિકજીએ સહુને એકજુટ થઇને કોરોના સામે લડવા તેમજ કોરોના સાથે જીવતા શીખી જવાનું મંતવ્ય આપ્યું હતું. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ ફરમાવ્યું કે, જયારે સમજ વધશે, ત્યારે સાવધાની વધશે અને ત્યારે જ આપણે સુરક્ષિત રહી શકશું. ‘સ્પિટ ફ્રી ભારત’ જેવા અભિયાનો દેશભરમાં શરૂ‚ થશે ત્યારે જ આપણે બધા કોરોનાથી બચી શકશું,  આ ફરમાવી સ્પિટ ફ્રી ભારતનો મેસેજ એક વિડિયો કિલપ દ્વારા દર્શાવ્યો હતો.

આચાર્ય દેવાનંદીજીએ આ અવસરે સહુને જાતિવાદ ભૂલીને જીવનને સંયમિત રાખીને માનવતામાં જોડાઇ જવાની તાકીદ આપી હતી. મૌલાનાજીએ આ મહામારી કયાં સુધી ચાલશે? આ પ્રશ્ર્નના ઉત્તરની રાહ જોઇ રહેલા આખા હિન્દુસ્તાનની આતુરતાને દશાવી હતી. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના દર્શક હથીજીએ મહામારીને ત્રીજું વિશ્ર્વયુદ્ધ તરીકે ઓળખાવીને સ્કૂલ કોલેજમાં એની માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર કરવાની વાત કરી હતી.

સિંધ સંપ્રદાય રામ સિંઘ રાઠોડજીએ લોકલ ડોકટર્સની સુરક્ષા માટે પી.પી.કીટની માંગણી કરીને કહ્યું હતું કે, સેવા માટે જયાં કોઇ નહીં પહોંચે ત્યાં અમે પહોંચી જશું. જયારે આઇઓસએસએ ફાઉન્ડેશનના કલ્પના મશીયારએ સદગુરુ દ્વારા સ્વયંને સુરક્ષિત રાખવાની જિમ્મેદારીના ઉપદેશને વર્ણવતા કહ્યું હતું કે, આ દુવિધાને આપણે તકમાં પણ પરિવર્તિત કરી શકીએ છે. તો બીજી તરફ ઇસ્કોનના ગોકુલેશ્ર્વરદાસજીએ ઇશ્કોનમાં ચાલતા ૩ પ્રયોઝલ્સની જાણકારી આપી હતી.

અંતમાં આઇએએસ સુજાતા સૌનીકજીએ એન્ટી સ્પિટ્ટીંગ અભિયાનને સહકાર આપતા સરકારી ધોરણે ચલાવવાની અરજી કરવા સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના વકતવ્ય દરમિયાન દર્શાવેલ વિડિઓને સરકારી સુત્રોના મધ્યમથી જન-જનને બતાવવાના ભાવો રજૂ કર્યા હતા. પૂને આરોગ્ય સેવાના ડોકટર આશારામજીએ સકારાત્ક ભાવો દર્શાવતા કહ્યુ હતુ કે, સરકાર અને દરેક સંસ્થા જો એકજુટ થઇને કામ કરશે તો આપણે સહુ અવશ્ય આ જંગ જીતશું. આ રીતે, વિવિધ પંથ અને સંપ્રદાયના હોવા છતાં દરેક ધર્મગુરુઓને એકમતે સહુને એકજુટ થઇને આ મહામારીને નાથવા માનવતાનો ધર્મ બજાવવાનો અનુરોધ કર્યો હતો.

Loading...