Abtak Media Google News

સ્વામી નિખિલેશ્વરનંદજીનું વિદ્યાર્થીઓને ઉદ્દબોધન

સ્વામી વિવેકાનંદ વિષયક કવીઝના વિજેતા વિદ્યાર્થીઓ અને આચાર્યોનું સન્માન

ડીજીટલ યુગમાં જેમ વિદ્યાર્થીઓ રોજ રાત્રીના પોતાનો મોબાઈલ ચાર્જ કરવા માટે મુકવો ફરજીયાત છે તેમ હવે આ યુગમાં વિદ્યાર્થીઓના મસ્તીષ્ક પણ રીચાર્જ થાય તે જરૂરી છે. આ મસ્તીષ્ઠ રીચાર્જ કરવા વિદ્યાર્થીઓ જેટલો સમય મોબાઈલ રીચાર્જ કરે તેટલો સમય પોતાના હાથમાં સ્વામી વિવેકાનંદજીનું  પુસ્તક રાખે અને તે વાંચે જેમાં સમાયેલી એક અલૌકીક ઉર્જા તેમને રામકૃષ્ણ આશ્રમ દ્વારા વિવેકાનંદ જન્મજયંતિ નીમિતે યોજાયેલી વિવેકાનંદ વિષયક કવીઝમાં રાજયભરની ૯૮૬ શાળાઓના ૮૮૧૫૯ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.સ્પર્ધામાં ૪૭ હજાર વિદ્યાર્થીઓએ ૫૦ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હતા.વિજેતાઓને સન્માનવા માટેનો એક કાર્યક્રમ આશ્રમના વિવેકહોલમાં  ૯મી ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો.જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક બોર્ડના અધ્યક્ષ એ જે શાહ તથા જસદણના રાણી સાહેબા અલૌકિકારાજે ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે ગુજરાત માધ્યમિક બોર્ડના અધ્યક્ષ એ જે શાહે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંત્રદજીના વિચારો આજના યુગમાં મુલ્યવર્ધીત શિક્ષણ ક્ષેત્ર માટે અતી મુલ્યવાન થછે નચિકેતા જેવું દ્રઢ મનોબળ હોય અને અનાસકિત હોય તો ધ્યેય હાંસલ કરી શકાય આ માટે પણ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા સરકાર આગળ આવી અને શિક્ષણાધીકારીઓ, આચાર્યો સહિતના તરફથી આ સ્પર્ધકોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા.આ તકે  એક જ શાળાના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ છેતેવુ આયોજન કરનારા આચાર્યોનુત્ર સન્માન પર કરાયું હતું.

પોતાના પ્રસગોચીત ઉદ્દબોધનમાં જસદણના રાણી સાહેબા અલૌકિકારાજેએ જણાવ્યું હતું કે તેઓ સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો વાંચીને પ્રભાવીત થયા હતા.આ પુસ્તકો પોતાની સાથે જ રાખવાથી તેઓ બહુજ લાભાન્વીત થયા છે તેમણે એવી પણ શીખ આપી હતી વિવેકાનંદજીને વાંચજો અમે પણ તેમના થકી જઆગળ વધ્યા છીએ.તમે સૌ પણ પ્રેરીત થાઓ.આ તકે દરેક જિલ્લામાંથી પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓનું શિલ્ડ એનાયત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું. અને વિવેકાનંદજીના પુસ્તકો પણ ભેટ આપવામાં આવ્યા હતાં. આ તકે વિવેક હોલમાં ૫૦૦ વધુ ભાવકગણ પણ ઉપસ્થિત રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.