ભેળસેળ કરનારાને માત્ર દંડ કરાય છે, ફોજદારી પગલા કેમ લેવાતા નથી?

સૌરાષ્ટ્રમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માઝા મૂકી છે ત્યારે

ભેળસેળમાં દંડના કિસ્સા પણ પાશેરામાં પૂણી સમાન

રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ઠાલવે છે રોષ

સૌરાષ્ટ્રમાં ખાદ્યપદાર્થોમં ભેળસેળે માઝા મુકી છે. ત્યારે ભેળસેળ કરી લોકોના જીવન અને આરોગ્ય સાથે ચેડા કરનારાઓનો માત્ર દંડ કરાય છે. ફોજદારી પગલા કેમ લેવાતા નથી તેવો રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે સવાલો ઉઠાવ્યા છે.

ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિના અગ્રણી અને આર.ટી.આઈ. એકટીવીસ્ટ એડવોકેટ મનોજભાઈ બી. કોટડીયાએ જણાવ્યું છે અમોને માહિતી અધિકાર કાનૂન તળે મળેલ વિગતો મુજબ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાધ્ય પ્રદાર્થોમાં થતી ભેળસેળની પ્રવૃત્તિએ રોકેટની ગતિએ ઝડપ પકડી છે.

નાગરીકોને ઉંચા ભાવે ભેળસેળ યુકત પદાર્થો ખોટી માહિતી અને ટ્રેડમાર્ક દર્શાવી વેચવામાં આવે છે. આવા પદાર્થોથી બાળકોથી માંડી વૃધ્ધોમાં કેન્સરની બિમારીનું તત્વ વધે છે. કોરોનાએ આ વિસ્તારોમાં માઝા મુકી છે. અને મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.

તાજેતરમાં રાજકોટના અર્જુનદાસ ચેતનદાસ ધનવાણી સામે ભેળસેળનો કેસ ચાલી જતા અદાલતે બે દિવસ પહેલા ફૂડ સેફટીએન્ડ સ્ટાંડર્ડ એકટની જોગવાઈ પ્રમાણે એક મહિનાની સખ્ત જેલ સજા અને રૂપીયા એક હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. આકિસ્સો ભેળસેળનાં દરરોજ બનતા હજારો પૈકીનો પાશેરામાં એક પૂણી સમાન છે. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અંગે કેટલાક વેપારીઓ, ઉત્પાદકો દંડાયા હતા. જેમાં એરપોર્ટ પાસે પરમાર વિનય ભુરજીભાઈ રોજમેટલ બદામ, સંતકબીર રોડ પર શ્રીરામ ડેરી ફાર્મનો પનીરમાં ભેળસેળ બદલ દંડ કરાયો હતો.

આ ઉપરાંત એસ્ટ્રોન ચોકમાં ભાવેશ નથવાણી ગોળ સીંગ ચીકીમાં,સહકાર સોસાયટી પર સંતોષ સીઝનના કુનાલ અશોક નથવાણીનો ગોળ દાળીયાની ચીકીમાં ભેળસેળ બદલ દંડ કરાયો હતો તેમ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું હતુ.

રાજકોટની હોટલોમાંથી વાસી ખોરાકનો મોટો જથ્થો મળ્યો ’તો

હોટલ પેલેટેનીયમ, રાજકોટ, વીસી બટેટા, રાંધેલું શાક, વાસી લોટ સહિત ૧૯ કિલો ખાધ્ય સામગ્રી, હોટ એન્ડ મોર રેસ્ટોરેન્ટ રાજકોટ, વાસી સોસા અને ૫ કિલો ચિકન, બજરંગ ફરસાણ, રાજકોટ ગાયત્રી, રેસ્ટોરેન્ટ, રાજકોટ, લાબેલા ગાંઠીયા, રાજકોટ, રસીકભાઈ ચેવડાવાળા રાજકોટ, મધુભાઈ ચેવડાવાળા, ગોરધનભાઈ ચેવડાવાળા,રાજકોટને ત્યાંથી વાસી ગાંઠીયા તથા દાઝીયા તેલમાં કરવામાં આવેલ ફરસાણનો મોટો જથ્થો પકડાયેલો હતો.

ઉપલેટા-ગોંડલના વેપારીઓ દંડાયા

મનોજ રાજુભાઈ નંદાણીયા-ઉપલેટાનાં દુધના વેપારી સામે ભેંસના દુધમાં મિલાવટ માટે રૂ.૪૦ હજારનો દંડ, ખોડીદાસ સ્વીટ એન્ડ ફરસાણ, ચરખડી ગોંડલનાં વેપારી સામે દૂધની મીઠાઈ અને મીઠા માવાના ભેળસેળમાં મિલાવટ માટે રૂ.૨૫ હજારનો દંડ, મુકેશભાઈ જમનભાઈ બાલધા ગોમટા ગોંડલના વેપારી સામે કોરોલા મિલ્ક પ્રોડકટના દૂધમાં મિલાવટ માટે રૂ.૨૫ હજારનો દંડ તંત્ર દ્વારા ફટકારવામાં આવ્યો હતો. ભેળસેળ સામેની લોકહિતની ઝુંબેશને લોકહિતમાં શેરીઓ અને ગલ્લીઓમાં શરૂ કરવાની ઝુંબેશમાં જોડાવા મનોજ બી. કોટડીયા મો.નં. ૯૮૨૪૨ ૮૨૧૬૨/ ૮૨૦૦૨ ૮૧૭૧૭નો સંપર્ક કરવા જણાવાયું છે.

Loading...