Abtak Media Google News

“લૂંટારાની જીપનો પોલીસ જીપે ઉભી બજારે પીછો કરતા ફિલ્મી સ્ટંટ જેવા દ્રશ્યો સર્જાયા પરંતુ પોલીસે આરોપીઓને પકડી જ પાડ્યા !”

મહેસાણા જિલ્લાના પ્રથમ પગરણ માં જ જયદેવને ખ્યાલ આવી ગયો હતો કે ” ગોળ હોય ત્યાં માખ્યુ તો આવે જ” તે ન્યાયે ઉંઝા શહેરના મોટા આર્થિક કારોબારને કારણે ગુન્હા ખોરી તો વધારે હતી જ પરંતુ ગુન્હેગારો પણ લગભગ બહારના આંતરજિલ્લા ગુન્હેગારો જેમ કે અગાઉના પ્રકરણો શ્રીમાન-૪૨૦, બાતમી, ખંડણી અને જ્ઞાતિ ઓથે-ગુનેગખોરીના પ્રકરણોમાં જણાવ્યા પ્રમાણે બહારના જિલ્લાના જ ગુનેગારો ઉંઝામાં આવી મોટા પાયે કામ ઉતારી જતા હતા.

એક દિવસ સવારના નવ વાગ્યે પીઆઈ જયદેવ સવારનું નિત્યકાર્ય પતાવીને ભગવાનને અગરબતિ કરી રહ્યો હતો. દરમ્યાન તેના મોબાઈલ ફોનમાં રીંગ વાગી જયદેવે જોયુ તો એમ.એલ.એ. ઉંઝા એટલે કે સરકારના પ્રધાનશ્રી ખુદનો ફોન હતો. જયદેવે વિવેક પુર્વક ‘નમસ્કાર’ કહ્યુ આથી તેમણે સીધુ જ કહ્યુ ” સવાર સવારમાં શું કરો છો ?  “જયદેવે કહ્યુ અગરબતિ કરીને ભગવાનને પ્રાર્થના કરૂ છુ કે “બકો સન્મતી દે ભગવાન આથી એેમ.એલ.એ જણાવ્યુ કે હાલ બે મીનિટ પહેલા રેલ્વે સ્ટેાન રોડ તાલુકા પંચાયત પાસે એક આંગડીયો રેલ્વે ટ્રેનનાં મોટો દલ્લો લઈને આવ્યો હતો તેને ગુનેગારોએ જીપમાં આવી રોડ ઉપર જ મારમારી લુંટ કરી નાસી છુટયા છે. ઉપરાંત તેમણે તેમને મળેલા ત્રુટક ત્રુટક જીપના નંબર પણ આપ્યા.

આથી જયદેવે મોબાઈલ ફોનથી સિધ્ધો જ મહેસાણા જિલ્લા પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક સાધી મળેલ માહિતી આપી સમગ્ર જિલ્લામાં નાકાબંધી ચાલુ કરી દેવા જણાવ્યુ અને તુર્તજ કંટ્રોલ ઈન્ચાર્જ વાયરલેસથી સમગ્ર જિલ્લાનો પોલીસ સ્ટેશનોને સ્ટેટ કંટ્રોલરૂમને પણ આ મેસેજ મોકલી દીધો.

તે જ સમયે જોગાનું જોગ મહેસાણા તાલુકા પીઆઈ ભીમાવત જીપમાં બેસીને મહેસાણા ચાર રસ્તા પાસે બીજા માળે આવેલ પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તેમણે આ સંદેશો જીપ્ના વાયરલેસ સેટ ઉપર સાંભળ્યો અને જીપને પોલીસ સ્ટેશને લઈ જવાને બદલે દુધ સાગર ડેરી પસાર કરીને ઉંઝા હાઈવે ઉપર આવી નાકાબંધી ચાલુ કરી દીધી.

આ બાજુ જયદેવ પોતે તો તુરત તૈયાર થઈ ને મેદાનમાં આવી ગયો પરંતુ સેકન્ડ મોબાઈલ જે ઓલરેડી પેટ્રોલીંગમાં ચાલુ જ હતી તેને પણ નાકાબંધીમાં લગાડી દીધી.

ત્રીજી તરફ આ બનાવ રેલ્વે સ્ટેશનથી ઉંઝા બજારમાં આવતા જાહેર રોડ ઉપર તાલુકા પંચાયત કચેરી સામે જ બનેલો જે તાલુકા પંચાયતના એક જાગૃત કર્મચારી જે બારીમાંથી રોડ ઉપરનો આ બનાવ નજરે જોતા હતા તેમણે તુર્તજ તાલુકા પંચાયતના ટેલીફોન ઉપરથી ઉંઝા પી.એસ.ઓ.ને આ બનાવની જાણ કરેલી. જેથી પી.એસ.ઓ.એ તે કર્મચારીના નામ, ટેલીફોન નંબર સહિતની જાણવા જોગ નોંધ સ્ટેશન ડાયરીમાં કરેલી.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

જયદેવ તાબડતોબ હાઈવે ઉપર પહોંચ્યો દરમ્યાન રસ્તામાં જાગૃત જનતાએ ગુન્હામાં વપરાયેલ જીપના પાકકા નંબર મેળવી લીધેલા તે જયદેવને આપતા તેણે આ જીપ્ના નંબર વાયરલેસથી જિલ્લા કંટ્રોલને આપ્યા પણ આ સંદેશો ચાલતો હતો તે મહેસાણા ટાઉના પ્રવેશ માર્ગ ઉપર નાકાબંધી કરી રહેલા પીઆઈ ભીમાવતે સાંભળ્યો અને જોગાનું આ નંબરવાળા ગુનેગારોની જીપ તેની નજર સામે જ આવતા તેણે તે જીપ રોકવા પ્રયત્ન કર્યો પરંતુ આટલો માલ મળ્યો હોય પછી આરોપીઓ એમ સહેલાઈથી થોડા રોકાય ? ભામાવતે તેની જીપથી ગુનેગારોનો પીછો કર્યો, ગુનેગારોને ભીંસ તો પડી જ આથી તેમણે જીપને હાઈવે ઉપર સીધા જવાને બદલે જીપને મહેસાણા ટાઉનમાં ઘુંસાડી, પોલીસની ચારે બાજુ નાકાબંધી ચાલુ હોય અને ભીમાવત પુરઝડપે જીપનું સાયરન વગાડતા ઉભી બજારે પીછો કરતા હોઈ, કોઈ ફીલ્મના સ્ટંટ દ્રશ્યો જેવો માહોલ સર્જાયો. ભીમાવતે આરોપીઓને ચેલેન્જ કરવા સર્વિસ રીવોલ્વર કાઢી હવામાં એક ભડાકો કરતા જ ગુનેગારોના “જાક મોકળા થઈ ગયા” આથી ગુનેગારોએ જીપને એક સાંકડી ગલીમાં ઘુંસાડી પણ બંધ શેરી હોય આરોપીઓ જીપ ઉભી રાખીને આડેધડ નાસવા માંડયા, પરંતુ પોલીસે બરાબરનો પીછો કરેલો હતો. મુખ્ય આરોપી જે જીપ ચલાવતો હતો તેણે આંગડીયાનો થેલો ઉપાડીને એક બંગલામાં ઘુસ્યો પણ પોલીસ લગોલગ જ હોય તે થેલો લઈને અગાસી ઉપર ચડી ગયો, ભીમાવત અને તેની ટીમે આ બિલ્ડીંગને બરાબર ઘેરી લેતા મુખ્ય આરોપી જબ્બરસિંહ રાઠોડ રહે અમદાવાદ વાળાએ પોતા પાસે રીવોલ્વર હોવા છતા હાથ ઉંચા કરી દેતા પોલીસને મોટી સફળતા મળી. આરોપીને પુરેપુરા અને સીલ પેક થેલા સહિતનો મુદામાલ આરોપી અને વપરાયેલ વાહન પણ કબ્જે કર્યાનો સંદેશો જયદેવને મળતા જયદેવ ઉંઝા પોલીસ સ્ટેશનમાં આવ્યો.

જયાં ભોગ બનનાર આંગડીયા પેઢીના સંચાલક ફરીયાદ કરવા આવી જ ગયા હતા. જયદેવે પોતાના રૂબરૂની તેમની ફરીયાદ લુંટ અને ઘાડની રૂપીયા પંદરેક લાખનો મુદામાલ લુંટમાં ગયાની લખીને પી.એસ.ઓ. ને ગુન્હો દાખલ કરવા આપી.

જયદેવ માટે મુશ્કેલી હવે શરૂ થવાની હતી. મહેસાણા તાલુકા પીઆઈએ જયદેવને કહ્યુ બાપુ થેલો સીલ પેક જ રાખ્યો છે. આરોપીની પુછપરછ ચાલુ છે. પરંતુ આ થેલાનું પંચનામુ તમે આવો પછી કરીશુ. આથી જયદેવે કહ્યુ તે તો તમારી રીતે કરી નાખોને ? આથી તેણે કહ્યુ કે એફ.આઈ.આર અને આ કબ્જે મુદામાલ અંગે કોઈ કોન્ટ્રાડીકશન ઉભુ ન થાય તે માટે તમે આવો પછી જ કરીશુુ. પરંતુ જયદેવે કહ્યું કે જેમ અને જેવુ છે તે પંચનામુ તમે કરી જ નાખો મારે હજુ સનિક જગ્યાનું પંચનામુ વિ. બાકી છે અને માનો કે કાંઈ કોન્ટ્રાડીકશન થશે તો હું  બેઠો છું ને ? તમ તમારે કરી નાખો. જે કાંઈ હશે તે તપાસ દરમ્યાન વિરોધાભાસ દુર કરી દઈશુ ! તેમ છતા જયદેવ મહેસાણા પહોંચ્યો ત્યાં સુધી આ મુદામાલ તેમ જ પડયો હતો.

જયદેવે મહેસાણા તાલુકા પોલીસવતીની કાર્યવાહી ચાલુ કરાવી ત્યાં મહેસાણા વિભાગનાં નાયબ પોલીસવડા આવી ગયા. તેમણે જયદેવને કહ્યુ “તમે આમ તો આ વિસ્તારમાં સાવ નવા છો છતા તમને ગુન્હા શોધવામાં ખુબ જ સારી સફળતા મળે છે. ઉંઝાનો કોઈ ગુન્હો શોધાયા વગરનો રહેતો જ નથી, તમને સારી જશ રેખા છે ” આથી જયદેવે કહ્યુ “ના એવુ નથી ખરેખર તો જનતા અને પોલીસની જાગૃતતાનું પરીણામ છે. હું તો ફકત રીમોટ ચલાવુ છું. પોલીસ અને જનતાનું સંકલન, સીક્ષસેન્સનો ઉપયોગ ને કારણે અને ઈશ્ર્વર કૃપાએ ધાર્યુ પરીણામ આવે છે.” આથી નાયબ પોલીસવડા મહેસાણાએ કહ્યુ  “તે તો હશે, પણ આ લુંટ ધાડનો ગુન્હો ઉંઝામાં બન્યો છે તેથી તેનું વિજીટેશન તો તમારા વિસનગર નાયબ પોલીસવડા જ કરશે, કેમ ? “આથી જયદેવે કહ્યુ” તે તો નિયમ પ્રમાણે વડી કચેરી હુકમ કરતી હોય છે. “આથી તેમણે જયદેવને કહ્યુ “તમે જિલ્લા પોલીસવડાને કહી શકો તેમ છો કે કોને વિજીટેશન સોંપવુ. જયદેવે કહ્યુ મારો નિયમ છે કે “ઉચ્ચ અધિકારીને માગ્યા સિવાય સલાહ આપવી નહિ.” દરમ્યાન જિલ્લા પોલીસવડા અને પછી વિસનગર નાયબ પોલીસવડા પણ આવી ગયા. તેમણે જયદેવ અને ભીમાવતને તેમણે કરેલી ત્વરીત કાર્યવાહીને કારણે મળેલ સફળતાના અભિનંદન આપ્યા. વિસનગર નાયબવડાએ તેમનાં વિજીટેશનની કાર્યવાહી ચાલુ કરી દીધી. પરંતુ મહેસાણા નાયબ પોલીસવડા જયદેવથી નારાજ થયા અને જયદેવને કહ્યુ “તમે ઘારો તો હજુ આ ગુન્હાનું વિજીટેશન મને સોંપાઈ જાય. જયદેવે કહ્યુ આપ વડા અને સક્ષમ અધિકારી છો તેથી આપ જ સાહેબને કહો તો સા‚ લાગે.

જયદેવે આમ કહેતા મહેસાણા નાયબ વડાનું મોઢું બગડી ગયુ અને નારાજ થઈ ગયા. પરંતુ વિસનગરના નાયબ પોલીસવડા સમજુ હતા તેમણે જયદેવને કહ્યુ તમે જિલ્લા પોલીસવડાને વીજીટેશન બદલવા માટે કહી દો ને, મને કાંઈ ફેર પડતો નથી. “પરંતુ પોલીસવડાને ડીટેકટ અને મુદામાલ પણ મળી ગયો છે તેવા ગુન્હામાં એવો કેવા કારણસર વિજીટેશન અધિકારી ફેરવવા ભલામણ કરવી તે જયદેવને સમજાતુ ન હતુ. જયદેવે કહ્યુ આ કામની ફરીયાદી પાર્ટી ઉંઝાના ધારાસભ્યના સબંધી છે જેથી આમાં બહુ પડવા જેવુ નથી. ’ છતા તેઓ નારાજ થયા જ કે તમે તમારા પોલીસ સ્ટેશનમાં બીજા અધિકારીઓને આવવા દેવા માગતા જ નથી. “આથી જયદેવે કહ્યુ “સાહેબ આ સતા પોલીસવડાની છે છતા આપને મહેમાનગતી કરવા આવવુ હોય તો ઉંઝામાં આપનું સ્વાગત જ છે.” પરંતુ મનમાં પડેલી કે વાળેલી ગાંઠ જલ્દી ખુલતી નથી. અનાયસ પડેલી ગાંઠ ખુલી શકે પરંતુ પુર્વગ્રાહથી વાળેલી ગાંઠ કયારેય ખુલતી નથી.

આ ટપાટપી આમ તો ખેંચાખેંચી અને ખટપટની સાથે સાથે વ્યગ્ર મનથી જયદેવે આ પકડાયેલ મુદામાલનું પંચનામું મહેસાણા તાલુકા પોલીસવતી કરાવી દીધુ સાથે સાથે, પોતાની તપાસ પણ ચાલુ રાખી. ઉંઝા આવીને સાથે સાથે પોલીસ સ્ટેશનનો વહિવટ અને બીજા રજુઆતો સાંભળવા વિગેરેની લમણા જીંકમાં જયદેવના ખ્યાલ બહાર જ એ વાત રહી ગઈ કે પોતે એફ.આઈ.આર લીધેલી તે પહેલા સ્ટેશન ડાયરીમાં જાણવા જોગની નોંધ થયેલી તેની બાબત જ બાકી રહી ગઈ. પરંતુ આરોપીઓ વિ‚ધ્ધ પુરતા પુરાવા મેળવી બાકીના આરોપીઓ પકડી રેલવે સ્ટેશન રોડ ઉપરના અન્ય રાહદારી સાક્ષીઓના નિવેદનો નોંધી આરોપીઓ વિ‚ધ્ધ પુરતા પુરાવા મેળવી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધુ. આરોપીઓ જેલમાં જ હોય કેસની ટ્રાયલ પણ સેસન્સ કોર્ટ મહેસાણામાં ચાલુ થઈ ગઈ.

મહેસાણા સેસન્સ કોર્ટમાં લગભગ તમામ પુરાવાઓ તપાસાઈ ગયા અને છેલ્લે તપાસનીસ અધિકારી તરીકે જયદેવની સાહેદી શરૂ થઈ. હંમેશની આદત મુજબ જયદેવે પુરી તૈયારી કરી કોર્ટમાં સાહેદી આપી, સરતપાસ પુરી થઈ અને આરોપીઓ તરફે અમદાવાથી વિદ્વાન વકીલો આવ્યા હતા. તેમણે જયદેવેને ઉલટ તપાસમાં પહેલો જ પ્રશ્ન પુછયો કે આ બનાવ સંબંધે સૌ પ્રથમ ઉંઝા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ થયેલી તેની તમોએ કોઈ તપાસ કરેલ નથી એ વાત ખરી ? જયદેવ ઉંઘતો ઝડપાયો હોય તેવી તેની હાલત થઈ ગઈ તેમ છતા ધીરજ રાખી તાત્કાલીક વિચાર કરીને અદાલતને વિનંતી કરી કે ક્રિનીનલ પ્રોસીજર કોડ કલમ ૧૭૩ (૮) મુજબ પોલીસ (તપાસ એજન્સી) ઈન્સાફી કાર્યવાહી ચાલુ હોય તે દરમ્યાન પણ વધુ પુરાવો રજુ કરી શકે છે તે અધિકારનો હું ઉપયોગ કરવા માગુ છું તેમ કહી સરકારી વકીલ પાસેી કાગળ લઈ અદાલતને આ બાકીનો પુરાવો રજુ કરવા દેવા માટે હુકમ કરવા માટે વિનંતી રીપોર્ટ આપ્યો. પરંતુ બચાવપક્ષના વકીલે પોલીસ અને પ્રોસીકયુશનના આ રીપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો અને વાંધા રીપોર્ટ આપતા અદાલતે તેની સુનાવણી નકકી કરી, સુનવણીમાં પણ પોલીસની માંગણી અને રજુઆત કાયદેસરની હોવાનું ઠેરવ્યુ. પરંતુ બચાવપક્ષ અદાલતના આ નિર્ણયથી નારાજ થઈ ગુજરાત ઉચ્ચ અદાલતમાં અપિલમાં ગયો, જયાં ગુજરાત હાઈકોર્ટે પણ હુકમ કર્યો કે પોલીસને ક્રિમીનલ પ્રોસિજર કોડ કલમ ૧૭૩(૮) મુજબ આ હકક અબાધિત પણે મળેલો છે.

આથી જયદેવે જાણવા જોગ નોંધમાં ઉલ્લેખ કરેલ તાલુકા પંચાયતના જે કર્મચારીએ બનાવ જોયેલો અને પોલીસ સ્ટેશનમાં ટેલીફોન કરી બનાવની જાણ કરેલી તેમનું નિવેદન અને અન્ય સહકર્મચારીઓના નિવેદનો નોંધી બીજે જ દિવસે અદાલતમાં સાક્ષીઓ અને તેમના નિવેદનો રીપોર્ટ સાથે રજુ કર્યા. આ સાક્ષીઓએ પણ મહેસાણા સ્ટાઈલથી કોર્ટમાં સાહેદી આપી અદાલતમાં હાજર આરોપીઓને ઓળખી બતાવેલા. તે પછી જયદેવની અધુરી ઉલટ તપાસ પુરી થયેલી અને અદાલતે પડેલ પુરાવાઓ અન્વયે આરોપીને દસ વર્ષની સજા દંડ સાથે કરેલ જે આખરી હુકમ હતો.

પરંતુ આ ગુન્હાના વિજીટેશન માટે બખડજંતર અને ખટપટ કરી જયદેવી નારાજ થયેલા મહેસાણાના નાયબ પોલીસ વડાએ ત્યારબાદ એક નજીવી ઈન્કવાયરી પોતા પાસે રાખી મુકેલી જે માટે પોલીસ વડાએ બે ત્રણ વખત તે પુરી કરી મોકલી દેવા જણાવેલ તેમ છતા તેમણે તે અંગે કાંઈ ધ્યાન આપેલ નહિ.

દરમ્યાન મહેસાણાના નિષ્ઠાવાન જિલ્લા પોલીસ વડાની બદલી થતા તેમણે ટેલીફોન કરી મહેસાણા નાયબ પોલીસ વડાને  આ ઈન્કવાયરીના કાગળો એક દિવસમાં મોકલી આપવા જણાવેલુ તેમની ઈચ્છા ઈન્કવાયરી ફાઈલ કરવાની હતી. પરંતુ તેમણે પોલીસવડા બદલીવાળી જગ્યાએ જવા માટે છુટા થયા ત્યાં સુધી ઈન્કવાયરી રાખી મુકી અને નવા પોલીસવડા હાજર થતા જ મહેસાણાના નાયબ પોલીસવડાએ ઈન્કવાયરી મામુલી હોવા છતા જયદેવને કસુરવાન ઠેરવતો રીપોર્ટ કર્યો. જયદેવને ખાતાકીય તપાસનો ચાર્જ મળ્યો. પણ જે આક્ષેપો પાયાવિહીન અને ખોટા હોય તે તો ન્યાયીક પ્રક્રિયામાં ટકે જ નહિ તેથી આ ખાતાકીય તપાસના સાબીત થયેલી.

પોલીસ ખાતામાં આવી તો અનેક ખટપટો ચાલતી હોય છે. પરંતુ તેનો ભોગ સામાન્ય રીતે પેલી રામચરીત માનસની ચોપાઈ મુજબ ” સમર્થ કો દોષ નહિ ગોસાઈ  અને પેલી દેશી કહેવત ” કઢી અભડાય પણ દુધ પાક ન અભડાય તે રીતે પોલીસદળના નાના કર્મચારીઓ જ આવી ખટપટોનો વધારે ભોગ બનતા હોય છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.