‘સેવાના પર્યાય’ ડોકટરો જ ‘સેવા’નો લાભ લઈ રહ્યા છે !

80

યુ ટુ ડોકટર !!!

દવા કંપનીઓ દ્વારા ડોકટરોને તેમની દવા લખવા અપાતી ભેટ સોગાદ કમિશન સહિતની ‘ દેવા’ઓ પાછળ થતા ખર્ચમાં કર રાહતો માગતા વિવાદ

કોઈપણ બિમારીને ભગાડીને નવજીવન બક્ષતા ડોકટરોને ભારતીય સમાજમાં ભગવાનના સ્વરૂપ સમાન માણવામાં આવે છે. જેથી જ તબીબી ક્ષેત્રને સેવાનું માધ્યમ માનવામાં આવે છે. સેવાનો પર્યાય ગણાતા ડોકટરોને હવે કળીયુગનો રંગ લાગી ગયો હોય તેમ સેવાની સાથે મેવા ખાવા લાગ્યા છે. રાજકારણીઓ કાંઈ પણ કામ ધંધો ન કરતા હોવા છતાં કરોડોમાં આળોટતા હોય તો તે સેવાના નામે મેવા ખાતા હોવાનું લોકો સામાન્ય પણે સ્વીકારી લેતા હોય છે.પરંતુ ડોકટરો તેમના વ્યવસાયના મૂળભૂત ગુણ એવા સેવાકીય ભાવનાના ધર્મભૂલીને સેવાના નામે મેવા ખાતા હોવાનું ઝડપથી સ્વીકારાતા નથી માટાભાગના ડોકટરો દવા કંપનીઓ પાસેથી તેમની દવાઓ લખવા બદલ ભેટ-સોંગાદો કે કમિશન લેતા હોવાની વાતો હવે સામાન્ય થઈ જવા પામી છે. જ ડોકટરો દવા કંપનીઓ પાસેથી આવી ‘સેવા’ સ્વીકારવા જતા મોટાભાગે દર્દીઓને અન્યાય કરી બેસતા હોય છે. આવી સેવાના બદલામાં દવા કંપનીઓ દર્દીઓને લૂંટતાઅચકાતા નથી જેથી જ સરકારે દવાઓનું ભાવ બાંધણું કરવા પડયા હતા.

જોકે, દેશની દવા બનાવતી કંપનીઓએ એ વાતનો ઈન્કાર કર્યો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે ડોકટરો અને કેમિસ્ટ કમિશન કે લાભ મેળવવા માટે ખાસ પ્રકારનો લાભ આપનારી કંપનીઓની મોંધી અને બીનજરૂ રી દવાઓનાં પ્રિકીપ્સનનું દર્દીને લખી અપે છષ. કંપનીઓએ તેમના ડોકટરોને આપવામાં આવતી ભેટ સોગાદોના ખર્ચને કરકપાત અને ટેક્ષ ડિડેકશન મળવું જોઈએ તેમ માંગ કરી છે.દેશની ૮૬૬૭ દવા બનાવતીકંપનીઓએ ધંધો વધારવા માટે કરવામા આવતા ખર્ચ અને તબીબો અને કેમિસ્ટોને ૨૦૧૯-૨૦ દરમ્યાન આપવામા આવેલી ભેટ વસ્તુઓનાં ખર્ચને કરકપાત તરીકે મજરે લઈને ટેક્ષ ડિડંકશનની માંગણી કરી છે.

દેશના આવકવેરા વિભાગે મદ્રાસ હાઈકોર્ટે જરી કરેલી સુઓમોટોમાં બજારમાં આવા અવૈધ અને નિયમોની વિરૂ ધ્ધ કરવામાં આવતા વ્યવહાર મુદે અદાલતને માહિતી આપી હતી. કે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન આવકવેરા વિભાગ ૧૪૧૦ કંપનીઓનાં આવક પૃથ્થકરણમાં આવી કંપનીઓએ કરેલા ખર્ચની માહિતી આપી હતી. ૨૦૧૯-૨૦ દરમિયાન આઈટીઆર અંતર્ગત ૯૧૫ કંપનીઓ આઈટીઆર ૬ અંતર્ગત ૫૩૪૨ કંપનીઓએ ધંધો વધારવા માટે કરેલા ખર્ચ અને જાહેરાત કર કપાત માટેની માંગણી કરી હોવાનું સુનાવણીમાં જાહેર કર્યું હતુ આ કંપનીઓના ધંધાઓ દવા બનાવતી કંપનીઓ અને ઈન્કમટેક્ષ વિભાગ વચ્ચે ચાલી રહેલા ટેક્ષ કેસની સુનાવણીમાં સામે આવ્યા છે. દવા બનાવતી કંપનીઓ ઈચ્છે છે કે આવા ખર્ચાઓ ગ્રાહકો પાસેથી પરત મેળવવા અને ઔષધનિયમન ધારા અવન્યે કંપનીને રીફંડ તરીકે પાછા મળવા જોઈએ.

  • દવા કંપનીઓ ડોકટરોને આપેલી ‘સેવા’નું વળતર દવાના ભાવમાં વસુલે છે !

દેશની તમામ દવા કંપનીઓ ડોકટરોને પોતાની દવાઓ લખવા માટે પ્રમોશનમાં કંઈકને કંઈક સેવાની ઓફર કરતા હોય છે. એક સમયે ડોકટરોને તેમની દવાના સેમ્પલ આપવાથી શરૂ  થયેલી આ સેવાની પ્રથા હાલમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. હાલમાં દવા કંપનીઓ ડોકટરોને તેમની દવાઓ લખી આપવા માટે ભેટ સોગાદો, વિદેશની ટુર, રોકડ કમિશન વગેરેની ઓફર કરતા હોય છે. અમુક ડોકટરો પોતાની સેવાના ધર્મની ભાવનાને ભૂલી ઈને દર્દીઓને જરૂ ર ન હોય શકે તેનાથી સસ્તાદરની બીજી કંપનીની દવા બજારમાં ઉપલબ્ધ હોવા છતાં આવી કંપનીની દવાઓ લખી આપે છે.

ડોકટરને ભગવાન માનતા દર્દીઓ આવી દવા બજારમાંથી ખરીદીને પી લેતા હોય છે. પરંતુ દવા કંપનીઓ દ્વારા ડોકટરોને અપાતી સેવાઓ પાછળ કરેલા ખર્ચને દવાઓનાં ભાવમાં ઉમેરીને દર્દીઓ પાસેથી વસુલી લેતા હોય છે. આમ દવા કંપનીઓ દ્વારા ડોકટરોની સેવા પાછળ કરાતો ખર્ચ અંતે દર્દીઓ પર જ આવતો હોય આ ક્ષેત્રમાં સેવાની ભાવના હવે ઓછી થતી જાય છે. તેમાંડોકટરોનો પણ વાંક નથી ત્યારે આર્થિક ખર્ચ અને વર્ષોની તનતોડ મહેનત કર્યા બાદ ડોકટર બન્યા બાદ તેમણે પણ આગળની જીંદગી આરામથી પસાર કરવાની ખેવના હોય છે.

Loading...