Abtak Media Google News

ડિસેમ્બર સુધીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ ૧૦ લાખ કરોડનું માર્કેટ કેપ કવર કરે તેવી રોકાણકારોને અપેક્ષા

૮ લાખ કરોડનું માર્કેટ કેપીટલાઈઝેશન ધરાવતી સૌપ્રથમ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બની ચૂકી છે અને થોડા મહિનામાં જ ૧૦ લાખ કરોડની માર્કેટ કેપનો લક્ષ્યાંક હાસલ કરી લે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડે પોતાની માર્કેટ કેપ ૭ લાખ કરોડમાં રૂ.૧ લાખ કરોડનો ઉમેરો માત્ર ૪૧ દિવસમાં જ કર્યો હતો. વર્ષ ૨૦૦૭થી રિલાયન્સે બુલ રન કર્યું છે. રિલાયન્સની વિશ્વસનીયતાના કારણે તેની માર્કેટ કેપીટલાઈઝેશનમાં થોડા સમયમાં તોતીંગ વધારો થતો જાય છે.

વૈશ્વીક હવાઓના રૂખ વિરુધ્ધ દિશામાં હોવા છતાં રિલાયન્સની પ્રગતિ સદંતર સમાંતર રહી છે. રિલાયન્સનું માર્કેટ કેપીટલાઈઝેશનમાં વધારો દિન દુગની રાત ચૌગુનીના ધોરણે થઈ રહ્યો છે. આંકડાનુસાર રિલાયન્સમાં માર્કેટ કેપીટલાઈઝેશનમાં વધારો હવે ધીમે ધીમે ઓછા સમયે થાય છે. એટલે કે, છેલ્લા ૧ લાખ કરોડ રૂપિયા માત્ર ૪૧ દિવસમાં જ ઉમેરાયા હતા.

જો માર્કેટની સ્થિતિ આવી રીતે જ અનુકુળ રહેશે તો ડિસેમ્બર સુધીમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ રૂ.૧૦ લાખ કરોડની માર્કેટ કેપનો ઐતિહાસિક સીમા ચિન્હ હાંસલ કરી લેશે તેવું આર્થિક નિષ્ણાંતો માની રહ્યાં છે.

માર્કેટ કેપ લાખ કરોડતારીખદિવસો
ઓગષ્ટ ૨, ૨૦૦૫૧૦,૦૫૩
એપ્રિલ ૧૬, ૨૦૦૭૬૨૨
સપ્ટેમ્બર ૧૯, ૨૦૦૭૧૫૬
ઓકટોમ્બર ૨૯, ૨૦૦૭૪૦
જુલાઈ ૧૭, ૨૦૧૭૩૫૪૯
જાન્યુઆરી ૨૨, ૨૦૧૮૧૮૯
જુલાઈ ૧૩, ૨૦૧૮૧૭૨
ઓગષ્ટ ૨૩, ૨૦૧૮૪૧

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.