નવરાત્રિમાં વિશ્વ ઉમિયાધામ મંદિર દ્વારા માત્ર પુજા અને આરતીનું આયોજન

પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – વિશ્વઉમિયા ધામ દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરના જાસપુર સ્થિત ચલ મંદિર ખાતે નવરાત્રિના ૯ દિવસ પુજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતાથી રોજ સાંજે ૭ વાગ્યે પુજા થશે અને સાંજે ૭.૩૦ વાગ્યે આરતી થશે. કોરોના મહામારીને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે પુજા અને આરતીનો કાર્યક્રમ યોજાશે. વિશ્વ ઉમિયાધામ પરિસર ખાતે વધુમાં વધુ ૭૦ જેટલાં પરિવારો જ પુજા-આરતીમાં ભાગ લઇ શકશે. આરતી બાદ પેકેટમાં પેક કરેલો માતાજીનો પ્રસાદ આપવામાં આવશે. જગત જનની મા ઉમિયાના આ ભવ્ય પર્વ અને શક્તિ ઉપાસનાના દિવસોની આપ સૌ ને હાર્દિક શુભકામના.

Loading...