પ્રેમ જ વિશ્વને બદલી શકે છે

વેલન્ટાઈન ડે સ્પેશિયલ

આજે ૧૪મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે સમગ્ર વિશ્વની સાથેે આપણાં ભારતમાં આ ઉજવણી યુવા હૈયાઓ કરી રહ્યા છે.આજે ટીવી, ફિલ્મોને કારણે યુવાનોના માનસપટ પર પ્રેમ વિશેનાં વિવિધ ખ્યાલો અંકિત થયા છે.વાલ્મીકી રામાયણમાં પણ કોઈને પ્રમાણથી વધુ પ્રેમ ન કરવાની વાત સાથે જરૂરિયાતથી લોકો ઓછો પ્રેમ ન કરવાની વળ સાથે પ્રેમ મુકિતની વાત કરી છે.રત્નસુંદર વિજયજીએ પ્રેમ વિશે એક સુંદર વાકય કહેલ “ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તપ્રેમલગભગ વિશ્વભરનાં તમામ  મહાન લોકોએ પ્રેમ વિશે પ્રેમી વિશે કે ગમતા પ્રિય પાત્રની વળ કરી છે.જુના ફિલ્મોમાં એક બીજા સાથે ટકરાતા બે ફુલો કે પાણીમાં તરતા કે વૃક્ષોપર બેઠેલ બે પક્ષી ચાંચ ટચીંગ કરતા હોય તેવા ભાવાત્મક-દશ્યો મે તમે કે સૌએ નિહાળ્યા હશે.

બહાદુર શાહ ઝફરે વર્ષો પહેલા “પ્રેમ એક રંગીન સ્વપન છે જેની શરૂઆત ‘વાહ’ અને અંત ‘આહ’માં થાય છે.તેવી વાત કરી છે.લગ્ન જીવનની વિધીમાં પણ મન-વચન કર્મથી જોડાવાની વાતો સાથે અગ્નિની સાક્ષીએ જીવનભર સાથ રહેવા માટે સાતફેરા યુગલ ફરે છે.

પ્રેમ-પ્રેમી-મિત્ર કે પ્રિય માટેના સોનેરી વાકયો

 • પ્રેમ શકિત વર્ધક ઔષધિ છે.-એલ્બર્ટ હુબાર્ડ
 • જેમ કાચુફળ બે સ્વાદ લાગે છે તેમ છીછરો પ્રેમ ત્રાસદાયક  લાગે છે.-અજ્ઞાન
 • સજા કરવાનો અધિકાર તેને જ છે જે પ્રેમ કરી જાણે છે-બ્લેક વિલિયમ
 • રૂમાલ આંખના આસું લૂછે છે, જયારે પ્રેમ આંસુનું કારણ ભૂસે છે-લોંગ ફેલો
 • લગ્ન પહેલા પ્રેમ કરવાના સોગંદ ખાશે અને લગ્નબાદ સોગંદ ખાવા જેટલો પણ પ્રેમ નહી કરે -સિડની શિલ્ડન
 • સારી માનવજાતિ પ્રેમીને કરે છે.-એમર્સન
 • ભય માણસને દબાવે છે, જયારે પ્રેમ માણસને ઉઘાડે છે.રોબર્ટ બ્રાઉનીંગ
 • વેરમાં વાંધો છે, અને સ્નેહમાં સાંધો છે-ગુજરાતી કહેવત
 • પ્રેમ મૂર્ખોેની બુધ્ધીમત્તા અને બુધ્ધીમાનની મુર્ખતા છે-ડો.જોનશન
 • જે ભલાઈ કરવા માગે છે તે દ્વારા ખખડાવે છે,અને જે પ્રેમ કરે છે તેને દ્વારા ખુલ્લું મળે છે.રવિન્દ્રનાથ ટાગોર
 • પ્રેમ સર્વ પર વરસાવો, વિશ્ર્વાસ થોડાક પર જ રાખો પણ ઈર્ષા તો માનવ સુખ-સગવડ વગર આનંદથી જીવી શકે છે.દોસ્તો વ્યસ્કી
 • આપણે પ્રેમ કરવાનું આપણાં હાથમાં રાખવાનું છે અને વેર લેવાનું ઈશ્ર્વર પર છોડવાનું છે.શ્રીરંગ અવધુત
 • પ્રેમ તત્વ રૂપાંતરકારી છે.તમે જેને પ્રેમ કરશો તેના જેવા બની જશો-ધુમકેતું

સાચી અને સારી દિશા મળવાથી યુવાનો એક શ્રેષ્ઠ જીવન સાથે પ્રેમમય વાતાવરણમાં આનંદિત રહી શકે છે.બે દિલો જયારે  એક થાય છે. ત્યારે  હા..ના..ની જગ્યાએ ફકત એકજ વાત નકકી કરે છે. સંત વેલેન્ટાઈન પ્રેમીઓને મદદ કરતાં હતા તેથી તેની યાદમાં ઉજવાય રહ્યો છે.આપણે પ્રેમને કંઈક જુદા અર્થમાં  જોવા લાગ્યાને તેથી મુશ્કેલી ઉભી થઈ છે.

નાનકડું બાળક માતાના સ્પર્શ માત્રથી શાંત થઈને વાત માનવા લાગે છે.તો પ્રેમમાં પોતાના પ્રિય પાત્ર રાહ જોતા ઈન્તજારમાં પણ  અનેરો આનંદ લેતા હોય છે. બે યુવા હૈયાઓ પ્રેમ-હુંફ લાગણીના અતુટ તાંતણે બંધાયને ત્યારે ખરા અર્થમાં પ્રેમોત્સવ ગણાય છે.

યૌવન સોળે કલાએ ખીલે છે એની શોભા તો સંયમથી જ અને સૌદર્ય શીલથી શોભી ઉઠે છે.યૌવનને ચાબુકની નહી, લગામની જરૂર છે.ગમતા પાત્ર સાથે વાતો કરવી,હરવું-ફરવું એને ગમે છે તેથી જ સોળે કલાએ ખીલેલી ઋતુંમાં એ પ્રેમાતુર બનીને પ્રત્યેક ક્ષણને માણવા ઉત્સુક થઈ જાય છે.

આજના યુવા હૈયા વેલેન્ટાઈન ડે નિમિતે વિવિધ સેલીબ્રેશનમાં જોડાશે,પણ આનંદ એવી વસ્તું છે, જે તમારી પાસે નહિ હોવા છતાં તમે ધારો તો બીજાને આપીશકો છો જે સમય વેડફાઈ ગયો ન કહેવાય પ્રેમીઓને પ્રસન્નતા મળે છે તે એક એવી વસ્તું છે જેમાં વ્યકિતને શકિત મળે છે.એમાં વસંતની જેમ દિલની તમામ કળીઓેને ખીલેલી રાખે છે.

યહી હે વો સાંજ ઔર સવેરા

જીસકેલિયે તડપે હમ સારા જીવનભર

યહી હે વો સાંજ ઔર સવેરા.

Loading...